સુરતની બાઈકિંગ ક્વિન્સ હવે ૨૫થી વધુ દેશના પ્રવાસે જઈ રહી છે. તેની સાથે સુરતની જ અન્ય બે યુવતીઓ પણ છે. લગભગ ત્રણ મહિને આ યાત્રા લંડનમાં પૂરી થશે. એશિયા, યુરોપ અને આફ્રિકામાં આ ત્રણ ખંડ બાઈકિંગ ક્વિન્સ પસાર કરશે. મહિલા બાઈકર્સે અગાઉ જણાવ્યું હતું કે, તેઓ બાઈક રેલીનું પ્રસ્થાન ૫મી જૂને ઉત્તર પ્રદેશની વારાણસી નગરીથી કરશે. તેઓને ખુશી છે કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ રેલીને ફ્લેગ ઓફ માટે તૈયાર થયા છે.
ડો. સારિકા મહેતાની સાથે ૨૫ દેશની આ યાત્રામાં ગૃહિણી જીનલ શાહ અને વિદ્યાર્થિની ઋતાલી પટેલ છે. યાત્રા અંગે ડો. મહેતાએ આયોજન અંગે જણાવ્યું હતું કે, અમે કાશી વિશ્વનાથના આશીર્વાદથી યાત્રા શરૂ કરવાનું નક્કી કર્યું હતું. બીજા દિવસે પશુપતિનાથ સુધી પહોંચીશું.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
યુપીએસસી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષા પાસ કરીને આઈએએસ, આઈપીએસ ઓફિસર બનવું સરળ નથી. જોકે લતીશા માટે તો તે અન્ય વિદ્યાર્થીઓ કરતાંય વધુ અઘરું છે છતાં કેરળની ૨૪ વર્ષની લતીશા અન્સારીએ પોતાનું લક્ષ્ય પામવા આ પરીક્ષા આપી છે. રવિવારે બીજી જૂનના રોજ લેવાયેલી પ્રિલિમનરી એક્ઝામમાં લતીશા પણ પરીક્ષાર્થી હતી. સામાન્ય પરીક્ષાર્થી કરતાં લતીશાની પરિસ્થિતિ જરા અલગ હતી. કોટ્ટયમ શહેરની લતીશાને રેર બોન ડિસઓર્ડર છે તેથી તેણે વ્હીલચેર પર બેસીને પરીક્ષા આપી હતી. ઉપરાંત તેને શ્વાસોચ્છ્વાસની તકલીફ હોવાથી ૨૪ કલાક તેને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે.
જ્યારે મોસમનું કંઈ નક્કી ન હોય ક્યારેક વાદળિયું વાતાવરણ હોય તો ક્યારેક શીતળ વાયરા વાતા હોય ત્યારે કોઈ પણ મોસમમાં પહેરી શકાય એવી ડિઝાઈન અને કાપડના વસ્ત્રો પહેરવા જોઈએ. મિશ્ર ઋતુમાં મનગમતા વસ્ત્રો પહેરવાથી આપણા ડ્રેસિંગની ઘણી વાર મજા મરી જતી હોય છે. જોકે માર્કેટમાં કેટલાક એવા વસ્ત્રો મળે છે જેનાથી તમે સ્ટાઇલશિ પણ લાગો અને કોઈ પણ ઋતુમાં એ પહેરી પણ શકાય. જો તમે ઓફિસ ગોઈંગ વુમન હો તો કેટલીક જોડી એવી વસાવો કે તે સાવ ફોરા કાપડની હોય. જેમકે જ્યોર્જેટ, રેયોન મટીરિયલ, લિઝીબિઝી, પેરાશૂટ મટીરિયલ, ક્રેપ, સ્પોર્ટ્સ વેર મટીરિયલ. આ મટીરિલ્સ પહેરવામાં હળવા હોય છે. સુંદર પેટર્ન, રંગ અને પ્રિન્ટ્સમાં આ મટીરિયલના ડ્રેસિસ માર્કેટમાં ઉપલબ્ધ પણ છે.
સાઉદી અરેબિયાની મહિલાઓ ભલે તેમનો ચહેરો દેખાડતી ન હોય કે જાહેરમાં તેમનો ચહેરો ખુલ્લો રાખીને ફરતી ન હોય, પરંતુ તેમની આંખોનાં કામણથી કોઈ બચી શક્યું નથી. મોટી, ઘેરી અને આકર્ષક આંખો જ તેમની સુંદરતાની ઓળખ છે. અરેબિયન મહિલાઓની આંખોમાં જાણે કોઈ રહસ્ય હોય એવું પ્રતીત થાય છે એનું કારણ છે મેકઅપની ટેક્નિક. તેઓ લાજવાબ વાઇબ્રન્ટ અને કલરફુલ આઇ મેકઅપ કરી જાણે છે. મેકઅપ વડે આંખોનો જાદુ કઈ રીતે પાથરવો એ મિડલ ઇસ્ટ દેશોની મહિલાઓની વિશેષતા છે.
સામાન્ય રીતે દરેક યુવતી કે મહિલાને એ સવાલ રહે કે આજે જુદાં આઉટફિટ શું પહેરું? આ પ્રશ્નનો સહેલો જવાબ છે મિક્સ એન્ડ મેચ. ખાસ કરીને યંગ ગર્લ્સ કોલેજની નવી દુનિયામાં પ્રવેશે ત્યારે રોજેરોજ નવીન કપડાં પહેરવાની તેમની ઇચ્છા હોય. કોલેજ ફેશનનું જગત પણ અલાયદું હોય છે. કોલેજ કેમ્પસ જુદી જુદી ડિઝાઈન, કલર્સ અને જુદા જુદા ફેશન ટ્રેન્ડ દર્શાવતાં છોકરા-છોકરીઓથી ઊભરાતું હોય છે. દરેક કોલેજ અને દરેક વિદ્યાર્થીએ તમને નવી ફેશન જોવા મળશે. કેટલાક આઉટફિટસ અને ટ્રેન્ડસ તો તમને કોઈ પણ કોલેજમાં જાવ ત્યાં જોવા મળશે જ. રોજેરોજ નવા કપડાંની મૂંઝવણ હોય તો એનો સહેલો ઉપાય નીચે છે.
ગુલાબી રંગ એ ગર્લિશ કલર માનવામાં આવે છે. સામાન્ય રીતે સ્ત્રીઓ અને યુવતીઓ પર પિંક શેડેડ આઉટફિટથી માંડીને રોઝ ગોલ્ડ જ્વેલરી સુધીની ગુલાબી રંગે રંગાયેલી કોઈ પણ વસ્તુ જચે છે. ગુલાબી રંગના ઘણા આછા ઘાટ્ટા શેડ હોય છે. રાણી કલર, રોઝ ગોલ્ડ, લાઈટ પિંક વગેરે વગેરે. જ્યારે ગુલાબી રંગનું મેચિંગ તમે કરતા હો ત્યારે મેકઅપ પણ ગુલાબી હોય તો દેખાવમાં ચાર ચાંદ લાગી જાય. અહીં પિંક મેકઅપ વિશે જ વાત કરી છે.
આજકાલ પ્રદૂષણથી બધાં પરેશાન છે. જોકે આપણી ત્વચા કંઈ બોલી શકતી નથી, પણ ત્વચા પર પ્રદુષણની સૌથી માઠી અસર પડે છે. આપણી ત્વચા બહુ જલ્દી ધૂળ, પ્રદૂષણ અને ગંદકી ખેંચી લે છે અને એને કારણે ત્વચા સંબંધી સમસ્યા ઊભી થાય છે. ત્વચામાંથી ગંદકી બહાર કાઢવા તમે એક્ટિવેટેડ ચાર્કોલનો ઉપયોગ કરી શકો છો. નેચરલ વસ્તુઓમાંથી બનાવેલી બ્યૂટી પ્રોડક્ટ્સ આજે ડિમાન્ડમાં છે ત્યારે એક્ટિવેટેડ ચાર્કોલ ચમત્કાર છે. એક્ટિવેટેડ ચાર્કોલે સૌંદર્ય પ્રસાધન તરીકે ઘણી લોકપ્રિયતા મેળવી છે. કમર્શિયલ એક્ટિવેટેડ ચાર્કોલની ઘણી બ્યૂટી પ્રોડક્ટસ માર્કેટમાં મળે છે. તમે તૈયાર બ્યૂટી પ્રોડક્ટ પણ લઈ શકો અથવા ઘરે પણ તેનો ઉપયોગ કરી શકો. એની કોઈ આડઅસર થતી નથી.
સ્કર્ટની ફેશન ક્યારેય જૂની થતી નથી. અલબત્ત, સ્કર્ટ એ આઉટફિટ છે કે ભારતમાં વર્ષોથી આ સ્ટાઈલ જુદા જુદા નામે પહેરાતી આવી છે. ચણિયા, ઘાઘરા, શરારા, હરિયાણવી દામણની સિલાઈ જોશો તો તેની અને સ્કર્ટની સિલાઈમાં બહુ ફરક નહીં લાગે. આ પ્રમાણે દરેક મહિલા અને યુવતી પાસે સ્કર્ટ પ્રકારનું કોઈ કપડું તો હોય જ. આ એથનિક ચણિયા કે સ્કર્ટ જો જૂના લાગતા હોય તો તેને નવું સ્ટાઇલિશ લુક આપી શકાય છે. ટ્રેડિશનલ ઇન્ડિયન સ્કર્ટ બ્રોકેડ પ્રિન્ટસ, બ્લોક પ્રિન્ટ અને સિલ્ક મટીરિયલમાં આવે છે જે પહેરવાથી રિચ અને ક્લાસી લુક મળે છે, પરંતુ સ્કર્ટ હંમેશા ટોપ સાથે જ પહેરો એ જરૂરી નથી. તમે એ અનેક રીતે પહેરી શકો છો. એમાંય મિક્સ એન્ડ મેચ લેટેસ્ટ ટ્રેન્ડ છે. તમે ટ્રેડિશનલ સ્કર્ટને તમારા મોડર્ન ટોપ સાથે પણ પહેરી શકો છો.
શ્રાવણ મહિનો આવે એટલે તહેવારોની વણઝાર લાવે. આ તહેવારોમાં રક્ષાબંધનનું ખૂબ જ મહત્ત્વ રહે છે. બહેન સુંદર શણગાર સજીને ભાઈના કાંડે રાખડી બાંધે છે. ટ્રેડિશનલ કપડાં સાથે શણગારમાં માત્ર કાનમાં હેવિ જ્વેલરી પણ સુંદર ટ્રેડિશનલ લુક આપે છે. વેસ્ટર્ન કપડાં ઉપર પણ કાનમાં ટ્રેડિશનલ ઈયરિંગમાં ચાંદબાલી ઈન ટ્રેન્ડ છે. બાકી કોઈ જ્વેલરી તહેવારે ન પહેરો માત્ર ચાંદબાલી પહેરો તો પણ અવસર દીપી ઊઠે છે. ચાંદબાલી ઈયરિંગ્સ ચહેરાની રોનક વધારવામાં ખાસ ભૂમિકા ભજવે છે. બોરીંગ કે સિંપલ ડ્રેસ સાથે ટ્રેન્ડી ચાંદબાલી તમને પરફેક્ટ અને જુદો જ લુક આપશે. ફંક્શનસ, વેડિંગ કે પાર્ટી ઉપરાંત ચાંદબાલી કોલેજ ગોઈંગ ગર્લ્સ કે પ્રોફેશનલ વુમન પણ પહેરી શકે છે. ખાસ અવસરે તો હમણાં મોટી સાઈઝની ચાંદબાલીનો ટ્રેન્ડ છે અને યુવતીઓ લાઈટથી હેવિવેઈટ ચાંદબાલી ટ્રેડિશનલ આઉટફિટ્સ સાથે પહેરે છે. ઓવરસાઈઝ ચાંદબાલીની કેટલીક ચોઈસ અહીં આપવામાં આવી છે જે તમે તહેવારે પહેરી શકો છો અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો.
યોગ્ય બેગની પસંદગી તમારા વ્યક્તિત્વમાં, તમારી સ્ટાઇલમાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે, આમ છતાં બેગ પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે. તમે જે પ્રકારે પ્રસંગને અનુરૂપ વેશપરિધાન, મેક-અપ, જ્વેલરી અને ફુટવેરનું ધ્યાન રાખો છો એ જ પ્રકારે તમારા હાથને શોભાવતી અને તમારી વસ્તુઓને સાચવતી બેગ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
