શ્રાવણ મહિનાનું આગમન એટલે વ્રત-ઉપવાસ-એકટાણાંની સીઝન. અનેક શિવભક્તો આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરતા હોય છે. અને ઉપવાસ-એકટાણાં દરમિયાન બટાકા-શક્કરિયા જેવા કંદમૂળ પછી સૌથી વધુ ખવાતી કોઇ વસ્તુ હોય તો તે છે સાબુદાણા.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શરીરનાં કોષો, ટિસ્યુઝ અને અંગો સમય જતાં વૃદ્ધ બને, તેની કામગીરીને અસર પહોંચે તે પ્રક્રિયા ફીઝિયોલોજિકલ એજિંગ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે કેટલાકમાં તે ધીમી રહે છે. હકીકત એ છે કે આરોગ્યપ્રદ જીવનશૈલીના નિર્ણયો આ પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ધરાવે છે.
કે.એલ. સાયગલ સાહેબે ગાયેલા એક ગીતના શબ્દો છે, ‘અબ જી કે ક્યા કરેંગે, જબ દિલ હી તૂટ ગયા’. હવે પ્રશ્ન એ થાય કે દિલ તૂટવાથી કે હાર્ટબ્રેક થવાથી આટલી પીડા ખરેખર થાય? હવે વિજ્ઞાન પાસે આનો ઉત્તર છે.
ઘણીવાર આપણે બહાર નીકળેલા પેટ માટે કસરત અથવા આહારને દોષી ઠેરવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબી (બેલી ફેટ)ના વિવિધ પ્રકારો હોય છે અને દરેકનું કારણ સાવ અલગ અલગ હોય છે? ક્યારેક તે તણાવને કારણે થાય છે, ક્યારેક હોર્મોનલ ફેરફારોને કારણે તો ક્યારેક તે કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે. વિખ્યાત હેલ્થ જર્નલ ‘ધ લેન્સેટ’ના તાજેતરના અભ્યાસ મુજબ, 40 ટકા ભારતીય મહિલાઓ અને 12 ટકા ભારતીય પુરુષો પેટની વધારાની ચરબીથી પીડાય છે. મતલબ કે તેમની કમર અને પેટ પર વધારાની ચરબી એકઠી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે આપણે પેટની ચરબીના પ્રકારો અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો જાણીએ...
શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો સમસ્યાઓ શરૂ થઈ જાય છે - ખાસ તો ઉનાળાના દિવસોમાં. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. મોટાભાગે ડિહાઈડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ હોય શરીરની પાણીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાના નથી હોતા, પરંતુ આ લક્ષણો દ્વારા શરીર સંકેત આપે છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. જો સમયસર આ સંકેતોને સમજીને તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો તો સ્થિતિ નોર્મલ થઈ જશે.
લંડનના મેયર બોરિસ જ્હોન્સને કેનારી વ્હાર્ફ્સમાં નવી હેલ્થકેર બ્રાન્ડ લાયકાહેલ્થના પ્રથમ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. હેલ્થકેર સેન્ટર દ્વારા સ્થાનિક અને પ્રોફેશનલ વસ્તી માટે સર્વગ્રાહી, મલ્ટિસ્પેશિયાલિટી કન્સલ્ટેશન્સ, ડાયગ્નોસ્ટિક્સ, સારવાર અને સ્વાસ્થ્ય સેવાઓ ઓફર કરાશે. લાયકાહેલ્થના નિષ્ણાતો પેશન્ટ્સને તપાસશે અને તેઓ મલ્ટિ રેઝોનન્સ ઈમેજિંગ સ્કેનર્સ, કોમ્પ્યુટરાઈઝ્ડ ટોમોગ્રાફી, અલ્ટ્રાસાઉન્ડ સ્કેનર્સ અને ડિજિટલ એક્સ-રે સહિતના ઉપકરણોની સુવિધા મેળવી શકશે.
ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.
યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ વૃષણ બનાવવા માટે જરૂરી સંશોધન કરવા આર્થિક અનુદાન આપવામાં આવે છે. જો આ સંસોધન સફળ થશે તો ભવિષ્યમાં સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરીકો પણ પિતૃત્વ ધારણ કરી શકશે.
લંડનઃ બટાકા ખૂબ જ ભાવતાં હોય તેવી મહિલાઓને સગર્ભાવસ્થામાં ડાયાબીટીસ થવાનું જોખમ વધુ રહે તેવી ચેતવણી નવા અભ્યાસમાં અપાઈ છે. પોતાનું વજન ધ્યાનમાં રાખીને અઠવાડિયામાં બટાકાના બેથી ચાર સર્વિંગ્સ ખાનારી સ્ત્રીઓ પણ પ્રેગનન્સીમાં ડાયાબીટીસનું ૨૭ ટકા વધુ જોખમ રહે છે. ૨૧,૦૦૦થી વધુ પ્રેગનન્સીના ૧૦ વર્ષના અભ્યાસને બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ કરાયો છે.
લંડન: આપણે બધા શાળાકીય અભ્યાસમાં શીખ્યા છીએ કે આપણી જીભ પર આવેલા ચોક્કસ હિસ્સા વિવિધ સ્વાદ પારખે છે, પરંતુ વૈજ્ઞાનિકો કહે છે કે આ વાત સદંતર ખોટી છે.
