બ્રિટનમાં લોકો ભાન ભૂલીને દારૂનું સેવન કરી રહ્યા હોવાથી અનેક પ્રકારની શારીરિક તકલીફો વધી રહી છે. આથી સરકાર હવે નવી ગાઈડલાઇન જારી કરી રહી છે તે મુજબ લોકોને અપીલ કરાશે કે તેઓ સપ્તાહમાં બે દિવસ દારૂનું સેવન ટાળે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
નવા વર્ષનું આગમન થાય એટલે ૮૦ ટકા લોકો પોતાની હેલ્થ માટે જાગ્રત થઈ જાય છે! ડાહ્યા-ડાહ્યા હેલ્થમંત્રો જીવનમાં ઉતારવાના સંકલ્પો લેવાય જાય છે. જોકે આ સંકલ્પો બહુ ઝાઝું ટકતા નથી. થોડાક દિવસમાં બધું રાબેતા મુજબ થઈ જાય છે. સંભવ છે કે તમે પણ આવો કોઇ સંકલ્પ કર્યો હશે, અને તે તૂટી પણ ગયો હશે. જોકે તમારે આ માટે ગિલ્ટી ફિલ કરવાની જરૂર નથી.
લંડનઃ ખોરાકને રાંધવાની પધ્ધતિની પસંદગી તેને આરોગ્યકારી કે બિનઆરોગ્યકારી બનાવે છે. આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ કે શાકભાજીને તળવા આરોગ્ય માટે હાનિકારક છે અને તળવાના કારણે તેમના એન્ટિઓક્સીડન્ટ ગુણધર્મો પર ચરબીનું ભારે આવરણ છવાઈ જાય છે. જોકે, નવા અભ્યાસ અનુસાર શાકભાજીને બાફવા કરતા શુદ્ધ ઓલિવ તેલમાં તળવામાં આવે તો તે વધુ ગુણકારી બની રહે છે. આ રીતે શાકભાજીને તળવાથી તેમની એન્ટિઓક્સીડન્ટ ક્ષમતા અને ફિનોલ ટાઈપના રસાયણો વધવાથી કેન્સર, ડાયાબીટીસ, અંધાપા સહિત લાંબા ગાળાના રોગોનું જોખમ રહેતું નથી.
લંડનઃ બાળકોને વનસ્પતિમાંથી પ્રાપ્ત દૂધ (vegan milk) કરતા સાચુ દૂધ આપવું હિતકારી હોવાનું સંશોધકોએ પેરન્ટ્સને ચેતવણી આપતા જણાવ્યું છે. બદામના દૂધ જેવા આરોગ્યપ્રદ મનાતા વેગન મિલ્કથી બાળકોનાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
તબીબી નિષ્ણાતોના એક વર્ગનું તારણ છે કે દૂધને ઉકાળવાથી એમાં રહેલાં પોષક તત્વો નાશ પામે છે. જ્યારે બીજા વર્ગનો અભિપ્રાય છે કે નિયમિતપણે કાચું મિલ્ક પીવાથી પેટના રોગોને આમંત્રણ મળે છે. આથી વચલો રસ્તો છે દૂધનો એક જ ઊભરો આવવા દેવો અને તેને વારંવાર બોઇલ ન કરવું.
લંડનઃ ગયા વર્ષે ફેમિલી ડોક્ટર્સની સંખ્યાબંધ સર્જરીઝ બંધ થવાના કારણે ૨૦૬,૨૬૯ પેશન્ટ્સ ડોક્ટરવિહોણાં બન્યાં છે. કેટલાક પેશન્ટ્સે વાહનમાં એક કલાકે પહોંચાય તેટલા અંતરે આવેલી સર્જરીઝમાં નામ નોંધાવવાની ફરજ પડી છે. બે વર્ષમાં ડોક્ટરોની નિવૃત્તિ અથવા વિદેશમાં નોકરી કરવા જવાના કારણે બંધ થયેલી સર્જરીઝની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. બીજી તરફ, નવા અને યુવાન ડોક્ટરો જીપી બનવાના બદલે હોસ્પિટલોમાં પ્રતિષ્ઠિત એને ઓછી તણાવપૂર્ણ નોકરી પસંદ કરે છે. આ મુદ્દો ચર્ચવા ૨૦૦૩ પછી પહેલી વખત તાકીદની કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં સરકાર સાથે પેકેજના મુદ્દે છ મહિનામાં નિકાલ ન આવે તો સામૂહિક રાજીનામાંનો નિર્ણય લેવાનો ઠરાવ પણ પસાર કરાયો હતો.
તમારું શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? વાળ સફેદ થવા લાગે અને સ્કિન પર કરચલીઓ પડવા લાગે એ? વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો. બાળકના જન્મ પછીથી લગભગ ૧૫થી ૧૮ વર્ષનો ગાળો વિકાસનો ગણાય. આ પછીથી શરીરનો વિકાસ થવાનું બંધ થાય ને અવયવોની કાર્યક્ષમતા ક્રમશઃ ઘટતી જાય. જોકે દરેક અવયવની કાર્યક્ષમતા ઘટવાનો સમયગાળો જુદો-જુદો હોય છે.
લંડનઃ દિવસભર તમે કેટલો સમય બેસવામાં ગાળો છો તેના આધારે ડાયાબીટીસ થવાનું જોખમ કેટલું રહેશે તે કહી શકાય છે. તાજેતરના એક ડચ અભ્યાસ અનુસાર એક દિવસમાં જરૂર કરતા એક કલાક વધુ બેસવામાં આવે તો ડાયાબીટીસ થવાનું જોખમ એક પંચમાશ જેટલુ વધે છે. અભ્યાસમાં જણાયું હતું કે ટાઈપ-ટુ ડાયાબીટીસ ધરાવતા લોકો આ રોગ વિનાના લોકોની સરખામણીએ દિવસમાં મોટા ભાગનો સમય બેસવામાં વીતાવતા હતા.
વૃદ્ધત્વ એટલે શરીરના વિવિધ અવયવો કાળક્રમે વૃદ્ધિ પામતા અટકે એ સમયગાળો, પણ શરીર ઘરડું થઈ રહ્યું છે એની નિશાની શું? શ્રેણીના પહેલા ભાગમાં આપણે મગજ, ફેફસાં, ત્વચા, વાળ, સ્નાયુઓ, હાડકાં, બ્રેસ્ટ, ફર્ટિલીટી અંગે જાણ્યું આજે બીજા અને અંતિમ ભાગમાં આંખો, અવાજ, હાર્ટ વગેરે અંગો અંગે જાણકારી મેળવીએ.
વિટામિન શબ્દ તો તમે ઘણી ઘણી વખત વાંચ્યો હશે અને તેના વિશે સ્કૂલમાં ભણ્યા પણ હશો એટલે આપણા શરીરમાં એનું કેટલું મહત્વ છે એ પણ જાણતા જ હશો. છતાં જ્યારે બોડી ચેક અપ કરાવો તો એકાદ વિટામિનની ઉણપ જરૂર જણાશે. વિટામિનની આ ઉણપ આગળ જતાં અનેક રોગને નોતરી શકે છે. એમાંથી બચવા વિટામિન વિશે આટલું જાણવું જરૂરી છે.
