સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ચશ્માંની ફ્રેમ તો પસંદ કરી, પણ લેન્સ ક્યા લેશો?

    ઓપ્ટિકલ્સની દુકાનો ખરેખર તો ચશ્માંની ફ્રેમ વેચવા માટે હોય છે, પરંતુ હવે તો ત્યાં કમ્પ્યુટરાઇઝડ નંબર તપાસવાથી માંડીને નાની-મોટી તકલીફ હોય તો એનું પણ નિરાકરણ મળી જાય છે! આ વાત સગવડની દૃષ્ટિએ ભલે સારી જણાતી હોય, પણ હકીકત છે એ કે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામથી આંખોનું ચેકિંગ નથી થતું, માત્ર તમારા નંબરનું ચેકિંગ જ થાય છે. પરિણામે ક્યારેક આંખની તકલીફોનું યોગ્ય નિરાકરણ થતું નથી, અને ભવિષ્યમાં તે મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે.

    UCLHને કેન્સર બાયોપ્સી માટે નવા

    કેન્સર લીમ્ફેટિક સિસ્ટમમાં પ્રસરી ગયું છે કે કેમ તેને ચકાસવા પેનાઈલ કેન્સરના દર્દીઓએ લિમ્ફ નોડ બાયોપ્સીઓ કરાવવાની જરૂર પડે છે. જોકે, એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ્સ (UCLH)ને નવા સેન્ટિનેલ નોડ પ્રોબનું દાન અપાયા પછી દર્દીઓને વધુ પ્રમાણમાં વાઢકાપ વિના બાયોપ્સી કરાવવી શક્ય બનશે.

    તન-મનને ચુસ્ત-દુરસ્ત રાખે છે સ

    વિશ્વમાં સેંકડો, હજારો નહીં, લાખો લોકો યોગના માધ્યમથી સદાબહાર સ્વાસ્થ્ય જાળવે છે. તન-મનને સદાસર્વદા ચુસ્ત-દુરસ્ત રાખતી ૫૦૦૦ વર્ષ પુરાણી ભારતીય યોગ પદ્ધતિને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવવાનો જશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આપવો રહ્યો. નરેન્દ્ર મોદીના પ્રયાસો અને સ્વાસ્થ્યના જતન-સંવર્ધનમાં યોગાસનની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને જ યુએન દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન જાહેર કરાયો છે.

    બ્યુટિફુલ દેખાવું હોય તો ટ્રા

    સદાબહાર સ્વસ્થ રહેવું હોય તો દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાનું રાખો. તમારી ત્વચા ચમકદાર બનશે, એનું લચીલાપણું બરકરાર રહેશે અને અનેરી ફ્રેશનેસ મળશે.

    ડાયાબિટીસ અંકુશમાં રાખશે આર્

    ડાયાબિટીસની બીમારીની જંજાળમાં રાહત મેળવવા માટે આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ (સ્વાદુપિંડ) બનાવવામાં આવ્યું છે, જે આ દર્દથી પીડાતાં લોકોને સામાન્ય જીવન વીતાવવામાં બહુ ઉપયોગી સાબિત થશે. વૈજ્ઞાનિકોએ આઇફોનની સાઇઝનું પેન્ક્રિયાસ તૈયાર કર્યું છે, જે દર્દીનાં બ્લડશુગરનાં પ્રમાણને જાળવશે અને શરીરમાં આપમેળે ઇન્સ્યુલિનનું લેવલ જાળવશે. ક્રાંતિકારી પ્રોડક્ટ દર્દીનાં કપડાં સાથે પેટ પર બાંધી શકાય તેવી છે અને જેટલા પ્રમાણમાં ઇન્સ્યુલિનની જરૂર હશે તે પ્રમાણમાં તેને પૂરું પાડશે. ડિવાઇસનાં સેન્સર દર્દીનાં પેટ પર રાખવામાં આવશે જેઓ ઇન્સ્યુલિનની માત્રા વધે કે ઘટે તો તરત સંકેત આપશે. આ આર્ટિફિશિયલ પેન્ક્રિયાસ બે વર્ષની અંદર બજારમાં મળતું થઇ જશે.

    ડિપ્રેશનની પીલ્સ પાછળ

    NHS માનસિક આરોગ્યના દર્દીઓની સારવાર માટે એન્ટિડિપ્રેશન્ટ્સ પીલ્સ પાછળ દરરોજ રેકોર્ડ ૭,૮૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરે છે. નબળી મેન્ટલ હેલ્થ સર્વિસીસ આવા દર્દીઓને વૈકલ્પિક સારવાર પૂરી પાડવા માટે ઝઝૂમી રહી છે.

    હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને અપા...

    એક આઘાતજનક રિપોર્ટમાં ખાદ્યનિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને ભોજન-નાસ્તામાં અપાતી પ્રી-પેક્ડ સેન્ડવિચ તેમના મોતનું કારણ બની શકે છે. જીવલેણ લિસ્ટેરિયા ઈન્ફેક્શન માટે પેશન્ટ્સના ખોરાકને તેઓ દોષિત ગણાવે છે. લિસ્ટેરિયા જીવાણુ મેનેન્જાઈટિસ થઈ શકે છે અને તેનાથી ચેપગ્રસ્ત ૩૦ ટકાના મોતનું કારણ બને છે. ફૂડ સેફ્ટી કંપનીઓ પણ ચેપગ્રસ્ત સેન્ડવિચીઝથી પેશન્ટ્સ મોત પામતા હોવાનું માને છે.

    મધ્ય-વયના લોકોમાં ઘૂંટણ સર્જર

    બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ અનુસાર મધ્ય-વયના લોકોમાં ઘૂંટણના નુકસાન માટે કસરત પણ સર્જરીની જેટલી જ અસરકારક હોવાનું જણાવાયું છે. અભ્યાસના તારણો કહે છે કે વર્ષે હજારો લોકો બિનજરૂરી ઓપરેશન્સમાંથી પસાર થાય છે. સંશોધકોએ અવસ્થાના કારણે સ્નાયુઓના ઘસારાથી ઘૂંટણમાં પીડા અનુભવતા પ્રૌઢ પેશન્ટ્સ માટે ડોક્ટરના માર્ગદર્શન હેઠળ કસરત થેરાપીના વિકલ્પની હિમાયત કરી છે.

    સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેત

    સતત ટ્રાફિકના ઘોંઘાટમાં રહેનારા લોકોને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે તેમ એક અભ્યાસમાં જણાયું છે. તેમાં પણ મેઈન રોડ અને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને તેનું વધુ જોખમ હોવાનું સંશોધકોને જણાયું છે. જર્નલ ડ્યુશીસ આર્ઝટબ્લેટ ઈન્ટરનેશનલમાં પ્રસિદ્ધ તારણો મુજબ ટ્રેન, પ્લેન તથા કારના ઘોંઘાટથી શારીરિક તણાવ થતાં માયોકાર્ડિયલ ઈન્ફાર્કશન-હાર્ટ એટેક આવવાનું જોખમ વધે છે. અગાઉ આવા ઘોંઘાટથી સ્ટ્રોક અને વહેલા મૃત્યુનું જાખમ વધતું હોવાનું જણાયું હતું.

    સાઉથ એશિયન કોમ્યુનિટીઓમાં લં

    પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા લંગ કેન્સર, ફેફસાના રોગ અને હૃદયરોગના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા પ્રથમ રાષ્ટ્રીય અભિયાન ‘Be Clear on Cancer’ આરંભાયું છે. ઈંગ્લેન્ડમાં મોત તરફ દોરી જતાં આ તમામ કારણોના લક્ષણો વિશે જાગૃતિ કેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીઓને અનુરોધ કરાયો છે.