સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    કેમ્બ્રિજ યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર તંદુરસ્ત લાઈસ્ટાઈલ્સ અને વધુ સારા શિક્ષણના પરિણામે ૨૦ વર્ષમાં જીવનને વેરાન બનાવતા અલ્ઝાઈમર્સ જેવા મગજના રોગનું પ્રમાણ ૨૨ ટકા ઘટી ગયું છે. જોકે, કુલ સંખ્યામાં ઘટાડો થયો નથી કારણકે ભૂતકાળની સરખામણીએ દેશમાં વૃદ્ધોની સંખ્યા વધી છે. ૧૯૭૪માં વસ્તીમાં ૬૫થી વધુ વયના લોકોનું પ્રમાણ૧૪ ટકા હતું જે આજે ૧૮ ટકા છે. સ્મૃતિભ્રંશના રોગમાં સ્પષ્ટપણે વિચારવા કે ભૂતકાળને યાદ રાખવાની ક્ષમતાનો નાશ થાય છે.

    ડાયાબિટીસ છે? આટલી કાળજી અવશ્ય...

    બ્લડશુગર નિયંત્રણમાં ન હોય અને આ માટે નિયમિત દવા કે ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો વિકટ સંજોગોમાં પરિસ્થિતિ વધુ ન વકરે એ માટે આ ૧૦ બાબતની કાળજી અચૂક રાખો

    NHSમાં ભૂલોની પરંપરા !!...

    લંડનઃ NHS ની ‘નેવર ઈવેન્ટ્સ’ એટલે કે કદી ન થનારી ભૂલો-ઘટનાઓની યાદી છતાં ૧,૧૦૦ ઘટનામાં એક વ્યક્તિના વૃષણ (ટેસ્ટિકલ) પર પાણીની સામાન્ય ફોલ્લી કાઢવાના બદલે વૃષણ જ કાઢી નાખવાનો સમાવેશ થાય છે. આ રીતે એપેન્ડિક્સના ઓપરેશનના બદલે સ્ત્રીની ફેલોપિયન ટ્યુબ જ કાઢી નખાઈ હતી. આવી અન્ય ભૂલોમાં ખોટા નિતંબ, પગ, આંખ અને ઘૂટણના ઓપરેશનનો તેમજ ડાયાબિટીક પેશન્ટ્સને ઈન્સ્યુલિન નહિ આપવાનો પણ સમાવેશ થાય છે. ક્યારેક તો દર્દીઓની જ અદલાબદલી થઈ જાય છે એટલે કે સાજા પેશન્ટ પર ઓપરેશન કરી દેવાય છે.

    બ્લડશુગર મીઠુંઃ સ્વાદ માટે આવ

    માનવશરીર એક રાસાયણિક કારખાનું છે. અનેક રાસાયણિક તત્વો શરીરને ટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમાનું એક તત્વ એટલે સોડિયમ, આ સોડિયમનો મુખ્ય સ્ત્રોત એટલે રસોઈને સ્વાદિષ્ટ બનાવતું મીઠું. માનવીના દૈનિકજીવનમાં રસોઈમાં જે મીઠાનો ઉપયોગ કરાય છે તે સોડિયમ અને ક્લોરાઈડ - આ બંને તત્ત્વોનું બનેલું છે.

    પોકેટમાં ફોન રાખવાથી સ્પર્મ પ

    લંડનઃ સ્માર્ટફોન્સની ગુલામીમાં લોકો ફસાઈ રહ્યાં છે ત્યારે ફર્ટિલિટી નિષ્ણાતે પુરુષોને તેમના જેકેટ્સના પોકેટ્સમાં ફોન રાખવા સામે ચેતવણી આપી છે. ટ્રાઉઝરના પોકેટમાં અથવા રાત્રે બેડસાઈડ ટેબલ પર મોબાઈલ ફોન્સ રાખનારા પુરુષો પિતા બનવાની તકને નુકસાન પહોંચાડતા હોવાનું એક અભ્યાસમાં જણાવાયું છે. અભ્યાસના તારણો કહે છે કે દિવસ દરમિયાન ટ્રાઉઝર પોકેટમાં મોબાઈલ ફોન્સ રાખનારા પુરુષોના સ્પર્મના લેવલ અને ગુણવત્તામાં ગરમીના કારણે ઘટાડો થવાનું જોખમ રહે છે.

    આરોગ્યના ભયે બ્રિટિશરો માંસા

    લંડનઃ આરોગ્ય અંગે ભયના કારણે બ્રિટિશરો માંસાહારથી દૂર જઈ રહ્યા છે. વજન ઘટાડવા ઈચ્છુક અને પ્રોસેસ્ડ ફૂડ અંગે ચેતવણીઓ માનીને લાખો બ્રિટિશરોએ તેમના આહારમાં માંસ લેવાનું બંધ કર્યું છે. ૨૦૦૭થી ૨૦૧૪ના ગાળામાં બીફના ભાવમાં ૩૫ ટકાનો વધારો થવા સામે આહારમાં લેવાતા માંસના જથ્થામાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.

    કોફી શોપ ડ્રિન્ક્સમાં ૨૫ ચમચી...

    લંડનઃ હાઈ સ્ટ્રીટ કાફેઝના ગરમ પીણાં, હોટ ચોકોલેટ્સ અને ફ્લેવર્ડ કોફીમાં ભારે જોખમી પ્રમાણમાં ખાંડ અને કેલોરીઝ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. સ્ટારબક્સના એક પીણાંમાં ખાંડનું પ્રમાણ ૨૫ ટીસ્પૂન હોવાનું જાણવા મળ્યું હતું. ત્રીજા ભાગના પીણામાં કોકા કોલાની સમાન અથવા તેનાથી વધુ ખાંડનું પ્રમાણ જણાયું હતું. કોકા કોલાના એક કેનમાં નવ ટીસ્પૂન ખાંડ હોય છે.

    વેજિટેબલ મિલ્કઃ ટ્રાય કરવા જે

    દૂધને વેજિટેરિયન કહેવાય કે નહીં? જેટલા માથા એટલા વિચાર છે. કેટલાક કહે છે કે હા, દૂધ વેજિટેરિયન છે અને કેટલાક કહે છે કે ના. કેટલાક એવી દલીલ કરે છે કે હ્યુમન મિલ્ક માત્ર નવજાત બાળકો માટે હોય છે તો દૂધાળા પશુઓનું દૂધ તેમના બચ્ચાઓને આપવાના બદલે માણસો પી જાય તે કેમ ચાલે? તો પછી એનિમલ મિલ્કનો વિકલ્પ શું? જવાબ છેઃ વેજિટેબલ મિલ્ક.

    બિનઆરોગ્યપ્રદ આહારના વિજ્ઞાપ...

    લંડનઃ NHS ઈંગ્લેન્ડ એપ્રિલ ૨૦૧૭થી ચોકોલેટ બાર સહિતની આઈટમો અંદાજે ૨૦ ટકાનો સુગર ટેક્સ લાદવાની દિશામાં આગળ વધી રહે છે. આગામી મહિનાથી હોસ્પિટલો અને અન્ય હેલ્થ સેન્ટરોમાં સુગર અને સોલ્ટનું વધુ પ્રમાણ ધરાવતા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના પ્રાઈસ પ્રમોશન અને ચેકઆઉટ ડિસ્પ્લે વિજ્ઞાપનોનો અંત લવાશે તેમ ચીફ એક્ઝીક્યુટિવ સિમોન સ્ટીવન્સે જણાવ્યું છે.

    લંડનઃ મહિલાઓને તેમના અંડરવેર્સમાં બેબી ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. યુએસની જ્યુરીએ કેન્સર થવાના એક કેસમાં મૃતક મહિલા જેકી ફોક્સના પરિવારને ૭૨ મિલિયન ડોલર (૫૧ મિલિયન પાઉન્ડ)નું વળતર ચુકવવા બેબી પાવડરના ઉત્પાદક જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીને આદેશ કર્યો છે. બ્રિટિશ ધારાશાસ્ત્રીઓ પણ આ પ્રકારના કિસ્સામાં આ કેસનો ઉપયોગ કરી શકાય કે કેમ તે વિચારી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુકેમાં ૨૦ વર્ષીય યુવતીને ઓવેરિયન કાઉન્સર થવાનું જોખમ ૧૦૦૦માંથી ૧૮ને છે.