IDA મોઢાંની સારી સ્વચ્છતા માટે નીચેની ભલામણો કરે છે: તમારા દાંતને ફ્લોરાઈડ ટૂથપેસ્ટથી દિવસમાં બે વખત બ્રશ કરો. ત્રણ-ચાર મહિને ટૂથબ્રશ બદલો, રૂછા બગડે તો વહેલું બદલી નાંખો. જીર્ણ થયેલું બ્રશ દાંતને સરખાં સાફ નહીં કરે. વચ્ચેના દાંતને દરરોજ ફ્લોસ કે ઈન્ટરડેન્ટલ કલીનરથી સાફ કરો. ટૂથબ્રશ નથી પહોંચતું ત્યાં સડો પેદા કરતા બેકટેરિયા સક્રિય હોય છે. તેનાથી દાંતની વચ્ચે અને પેઢામાં ચોંટેલા અન્નના કણો દૂર થશે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
60 વર્ષના અનિલભાઈ બે વર્ષથી પેટની અને બીજી તકલીફથી પરેશાન હતા. ઘણા ડોકટરને બતાવ્યું પણ નિદાન ન થયું. એક દિવસ જૂના મિત્ર અશોકભાઇને મળવાનું બન્યું. વાતવાતમાં ખબર પડી કે અશોકભાઇને થોડા વર્ષ પૂર્વે આવી જ તકલીફ હતી. કારણ એ હતું કે અશોકભાઇને ચાવવા માટે દાંત ન હોવાથી તેઓ બધો ખોરાક લઈ શકતા ન હતા, અને જે ખોરાક લેતા તેને બરાબર ચાવી ન શકતા પહેલા પેટની તકલીફ થઇ અને પછી પોષક તત્વોના અભાવે ઇમ્યુનિટી ઘટતાં વારંવાર ચેપ લાગી જતો હતો. અશોકભાઇ તેમના મિત્રને ડો. વિરલ પટેલ પાસે લઇ ગયા. જેથી તે પણ મોંમાં ફિક્સ દાંત વડે ભોજન જમી શકે, અને તકલીફોમાંથી છૂટકારો મળે.
ઠંડીના દિવસોમાં કે ઋતુના પરિવર્તન વેળા શરદી-ખાંસી અને શ્વસન સંબંધિત તકલીફો વધી જાય છે, પરંતુ યોગ્ય પોષણ, જીવનશૈલીમાં સામાન્ય પરિવર્તન અને કેટલાક ઘરેલુ ઉપાય આ બીમારીઓથી બચાવવાની સાથે સાથે ઈમ્યુનિટી પણ વધારે છે. જેમ કે, રોજ 7થી8 કલાકની ઊંઘ, યોગ, ધ્યાન, પ્રાણાયામ વગેરે ચેપ સામે લડવાની ક્ષમતા વધારે છે. નિયમિત રીતે ચાલવું, સાઈકલિંગ કરવું કે રનિંગથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત આ ચાર ઉપાય પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને તમને વિવિધ શારીરિક તકલીફોથી બચાવશે.
મેમરી લોસ હંમેશાં વૃદ્ધત્વની જ નિશાની હોય એવું નથી. અલ્ઝાઇમર્સમાં સાવ જ ભૂલી જવાય છે એ અને વયની સાથે વધતું જતું ભુલકણાપણું એ બે જુદાં છે. માર્કેટમાંથી કઈ-કઈ ચીજો લાવવાની છે એ બરાબર યાદ રાખેલું છતાં બે-ચાર ચીજો લાવવાની ભુલાઈ જાય એ સહજ છે. ગેસ પર કુકર મૂકીને ભૂલી જાઓ અને સીટી વાગે એટલે દોડીને રસોડામાં જવું પડે એવું પણ બની શકે છે, પરંતુ સીટી વાગ્યા પછી જો તમને આશ્ચર્ય થાય કે આ કુકર કોણે મૂક્યું તો એ ચિંતાજનક છે.
આત્મચિંતન એટલે તમારો દિવસ, તમારા કાર્યો અને તમારી લાગણીઓ પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢવો. અમેરિકન સાયકોલોજી એસોસિએશન અનુસાર આત્મચિંતન મનને સમજવામાં મદદ કરે છે કે જીવનમાં શું સારું ચાલી રહ્યું છે અને શું સુધારાની જરૂર છે. આમ કરવાના ચાર સૌથી મોટા લાભ છે. જેમ કે,
આજે વિશ્વભરમાં સ્થૂળતા (ઓબેસિટી) એક ગંભીર સમસ્યા છે. સ્થૂળતાને કારણે વ્યક્તિ અલગ અલગ પ્રકારની સ્વાસ્થ્યને લગતી સમસ્યાનો ભોગ બને છે. હવે સ્થૂળતા પર કંટ્રોલ કરવા માટે અનેક દવાઓ પણ છે. જોકે સમયના વહેવા સાથે સ્થૂળતાની વ્યાખ્યા પણ બદલાઇ છે. પહેલાં માત્ર બીએમઆઇ એટલે કે બોડી માસ ઇન્ડેક્સથી સ્થૂળતાની ખબર પડતી હતી. પહેલાં મનાતું હતું કે જે વ્યક્તિનો બીએમઆઇ વધારે છે એ સ્થૂળતાનો ભોગ બની છે એમ કહી શકાતું હતું. હવે આ સ્થૂળતાની વ્યાખ્યા બદલાઇ છે. હવે સ્થૂળતાના તબક્કા નક્કી કરવામાં આવ્યા છે અને એના પરથી વ્યક્તિ કેટલી ગંભીર રીતે સ્થૂળતાથી પીડાય છે એ નક્કી કરાય છે.
નખ તમારા આરોગ્યનો અરીસો પણ છે. સફેદ ડાઘ, પીળા નખ, નબળા પડતા નખ કે કાળી રેખાઓ - આ બધું શરીરમાં થનારી મોટી બીમારીનો સંકેત આપે છે. નખમાં થતાં નાના-નાના ફેરફાર શરીરની અંદરના રોગો તરફ ઈશારો કરી શકે છે. ડાયાબિટીસ, લિવરની બીમારી, થાયરોઈડ, હૃદયની સમસ્યા અને પોષણની કમી જેવી ગંભીર સમસ્યાઓનો અંદાજ તમારા નખ જોઈ લગાવી શકાય છે.
આત્મચિંતન એટલે તમારો દિવસ, તમારા કાર્યો અને તમારી લાગણીઓ પર ચિંતન કરવા માટે થોડો સમય કાઢવો. અમેરિકન સાયકોલોજી એસોસિએશન અનુસાર આત્મચિંતન મનને સમજવામાં મદદ કરે છે કે જીવનમાં શું સારું ચાલી રહ્યું છે અને શું સુધારાની જરૂર છે.
બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના અહેવાલમાં એક અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે શાકાહારથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. ભોજનની આદતને કેન્સર સાથે સંબંધ છે એવું સાબિત કરતા આ સંશોધનમાં જુદા જુદા પ્રકારના કેન્સર પર શાકાહાર અને માંસાહાર પર સરખામણી કરવામાં આવી હતી. જોકે, આંતરડાંના કેન્સરનું જોખમ માંસાહારીઓની સરખામણીએ શાકાહારીઓમાં વધારે જોવા મળ્યું હતું, કારણ કે માંસાહારની સરખામણીએ શાકાહારમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોય છે.
ચૈત્રી નવરાત્રી હોય, આસો નવરાત્રી હોય કે એકાદશીના ઉપવાસ અને એકટાણાં - દરેક વ્રતમાં રાજગરાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. રાજગરાથી લાડવો, ચિક્કી, હલવો તથા અન્ય વ્યંજન બનાવવામાં આવે છે, જે આરોગ્ય માટે ખુબ જ લાભકારી છે. રાજગરામાં અનેક પ્રકાર પોષકતત્ત્વો રહેલા છે, જે શરીરને અનેક પ્રકારના લાભ પ્રદાન કરે છે. રાજગરાના ફાયદા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
