સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    લાખો બાળકોને અસ્થમાનું ખોટું

    લંડનઃ અસ્થમાની સારવાર લઈ રહેલાં અડધોઅડધ બાળકો આ રોગ ધરાવતા ન હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. આ તારણોના પરિણામે સંખ્યાબંધ બાળકોને આડેધડ અસ્થમાનું નિદાન કરવા સામે ફેમિલી ડોક્ટરોને ચેતવણી આપવામાં આવશે. ડોક્ટરો સર્જરીઝમાં બરાબર તપાસ કરતા નથી અથવા ફેફસાની કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ જતા હોવાથી આવી પરિસ્થિતિ સર્જાતી હોવાનો દાવો કરાયો છે. બ્રિટનમાં દસ લાખથી વધુ બાળકોને અસ્થમાનું નિદાન કરાયું છે.

    કિડની અને બ્લેડરના કેન્સરમાં

    લંડન: પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નવા ‘બી ક્લીઅર ઓન કેન્સર’ અભિયાનના ભાગરુપે રીલિઝ કરાયેલી નવી ફિલ્મમાં મિસિસ જ્યોતિ હોવે સહિત કેન્સરમાંથી જીવતાં બચેલા બ્લેક અને એશિયન દર્દીઓએ ભૂમિકા ભજવી છે. કિડની અને બ્લેડરના કેન્સરના નિદાનમાં યુરિનમાં લોહી દેખાવું ચાવીરુપ લક્ષણ મહત્ત્વપૂર્ણ છે તેમ જણાવી વહેલા નિદાનથી કેન્સર સામેના જંગમાં જીતવાની તક વધી જાય છે. આથી, લક્ષણો વિશે જાગૃતિ વિશેષ મહત્ત્વ ધરાવે છે. સાંસ્કૃતિક મુદ્દાઓના લીધે બ્લેક અને એશિયન લોકો ડોક્ટરો પાસે જવામાં વિલંબ કરે છે અને પરિણામે વેળાસર નિદાન થતું નથી.

    ડાયેટિંગ કરવા છતાં વજન નથી ઊતર...

    જો આવું હોય તો દોષ તમારા શરીરના બંધારણનો પણ હોય શકે છે. દરેક વ્યક્તિનું મૂળભૂત બંધારણ કુલ ત્રણ પ્રકારનાં બોડી-ટાઇપ્સ કે એના કોમ્બિનેશનનું બનેલું હોય છે. તમારા શરીરનું બંધારણ જો તમે સમજી લેશો તો વેઇટ ઉતારવા શાની જરૂર છે એ સમજી શકશો

    વારંવાર પડવું-આખડવું પાર્કિન

    પાર્કિન્સન્સ એટલે કંપવાના દર્દીઓ વારંવાર સંતુલન ગુમાવીને પડતાં આખડતાં રહે છે એવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. પાર્કિન્સન્સને કારણે ચોક્કસ પ્રકારના નર્વ કોષો ડેમેજ થાય છે અને મોટા ભાગે ૭૦ વર્ષની વય પછીથી એમનું નિદાન થાય છે. એ વખતે રોગ ઘણો આગળ વધી ગયો હોય છે.

    ડોક્ટરો વિવિધ દવાઓ લેવાના સમય...

    કેટલીક બીમારીઓ સામાન્ય હોવા છતાં સાજા થવામાં વિલંબ થાય છે, કેમ કે ડોક્ટરો જે રીતે દવા લેવાનું સૂચન કરે છે તેના કરતાં ઉલ્ટું ક્યારેક લોકો દવા લેતાં જ નથી. ડોક્ટરો ક્યારેક ભૂખ્યા પેટે તો ક્યારેક જમ્યા બાદ અને કલાક કે અડધો કલાક બાદ અથવા પહેલાં કેટલીક દવા લેવા સૂચન કરે છે. ક્યારેક લોકોને એવા સવાલો થાય કે, ડોક્ટરો આવી સલાહ કેમ આપે છે. વાસ્તવમાં નિષ્ણાતો દર્દીની સ્થિતિ, શારીરિક બંધારણ, રોગનો પ્રકાર અથવા દવાનાં નિર્માણમાં વપરાયેલાં સોલ્ટને આધારે દવા લેવાનું સૂચન કરે છે. આ સૂચનો ઘણાં મહત્ત્વનાં હોય છે. જેને પાળીને આપણે વહેલાં સ્વસ્થ થઈ શકીએ છીએ.

    કસરત કરવાથી મગજ યુવાન રહે...

    લંડનઃ કસરત કરવાથી યાદશક્તિ જળવાઈ રહેવા સાથે મગજ ૧૦ વર્ષ જેટલું યુવાન કે તરોતાજા બની જતું હોવાનું અભ્યાસમાં જણાયું છે. અમેરિકી સંશોધકોના અભ્યાસ અનુસાર ૬૫ કે વધુ વયના મધ્યમ અથવા સખત કસરત કરનારા લોકોની સરખામણીએ તે જ વયજૂથના થોડી અથવા સહેજ પણ કસરત નહિ કરતાં લોકોના મગજની આવરદા ૧૦ વર્ષ જેટલી ઘટે છે.

    કેન્સર સર્જરીનું જીવંત પ્રસા

    લંડનઃ વિશ્વમાં સૌપ્રથમ વખત વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના ઉપયોગથી આંતરડાના કેન્સરથી પીડાતા બ્રિટિશ પેશન્ટના ઓપરેશનનું આગામી ૧૪ એપ્રિલે બપોરે જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. દર્શકો રોયલ લંડન હોસ્પિટલમાં થનારી શસ્ત્રક્રિયા સ્માર્ટફોન અને વર્ચ્યુઅલ રિઆલિટી હેડસેટની સહાયથી નિહાળી તેઓ ખુદ ઓપરેશન થિયેટરમાં હોવાનો અનુભવ કરી શકશે. સર્જરીના ક્ષેત્રે વર્ચ્યુઅલ રિઆલિટી ટેકનોલોજીના પ્રણેતા શફી અહેમદ દ્વારા આ સર્જરી કરાશે.

    સાકરની સાઇડ ઇફેક્ટ્સ...

    આજનો સૌથી મોટો પ્રશ્ન છે ઓબેસિટીનો, સ્થૂળપણાનો, જે અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે. શું આજે આપણે ખાવામાં સાકર વધુપડતી વાપરીએ છીએ અને એ જ ઓબેસિટીનું મુખ્ય કારણ છે? હા... સાકરવાળાં સોફ્ટ ડ્રિન્ક્સ, એનર્જી ડ્રિન્ક્સ એમાં ઘણો મોટો ભાગ ભજવે છે. જો આવાં ડ્રિન્ક્સને જ માત્ર બાકાત કરીએ તોય ઘણો ફરક પડી શકે છે.

    એકાગ્રતા માટે અજમાવો ત્રાટક...

    માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાધવામાં વિદ્યાર્થીઓથી લઈને વૈરાગીઓને ખૂબ જ મદદરૂપ બને એવી આ યોગક્રિયા કરવાની સાચી રીત શું છે એ જાણવા વાંચો આ લેખ

    ઈટિંગ ડિસઓર્ડર્સના દર્દીઓને

    લંડનઃ ઈંગ્લેન્ડમાં આહારની અનિયમિતતાની તકલીફથી પીડાતા પુખ્ત વયના દર્દીઓને મેન્ટલ હેલ્થની સારવાર માટે ૨૦થી ૧૮૨ દિવસ સુધી રાહ જોવી પડતી હોવાનું નેશનલ હેલ્થ સર્વિસીસના અહેવાલમાં જણાયું છે. બીબીસી બ્રેકફાસ્ટે ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન દ્વારા આ માહિતી મેળવી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જણાવાયું હતું કે ૨૦૨૦ સુધીમાં અરજન્ટ કેસોમાં એક સપ્તાહમાં અથવા અન્ય કેસોમાં ચાર સપ્તાહમાં કુલ દર્દીઓમાંથી ૯૫ ટકા દર્દીને સારવાર પૂરી પાડવાનું લક્ષ્ય છે.