લંડનઃ બ્રિટનમાં જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની માગ વધતા ભારતમાં પ્રેક્ટિસ કરતા સેંકડો ડોક્ટરોને બોલાવવા હેલ્થ વિભાગે ભારતની વિશાળ ચેઇન ધરાવતી એપોલો હોસ્પિટલ સાથે કરાર કર્યો છે. આ સાથે જ બ્રિટનની સરકારે ૨૦૨૦ સુધી વધુ ૫,૦૦૦ ડોક્ટરોને તેની સાથે જોડવાની યોજના બનાવી છે. પ્રાઇમરી કેર પલ્સ મેગેઝિને જણાવ્યું હતું કે, ભારતની એપોલો હોસ્પિટલ ચેઇનમાંથી ૪૦૦ જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને બોલાવવામાં આવશે જે અંગે હજુ પ્રાથમિક તબક્કાની વાત ચાલુ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
પીત્ઝા અને બર્ગર ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધે એવું કોઇ આપણને કહે તો સ્હેજેય શંકા તો પડે જ કે આમાં તે ક્યાં વળી એટલી સુગર હોવાની કે ડાયાબિટીસ વળગવાનો હતો? તમારી વાત સાચી છે. પીત્ઝા-બર્ગરમાં સુગર ભલે ઓછી હોય, પણ આ બનાવટો જેમાંથી તૈયાર થાય છે તે મેંદાના પ્રોસેસિંગમાં એલોક્સેન નામનું જે તત્વ વપરાય છે તેનાથી ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.
લંડનઃ માતાનો પ્રેમ અને સારસંભાળના પરિણામે બાળકોના મગજનો વિકાસ ઝડપથી થાય છે, જેનો દર બેદરકારીનો ભોગ બનેલાં બાળકોની સરખામણીએ બમણો હોય છે. માતાપિતાનો પ્રેમ, સ્થિર ઘરેલું જિંદગી બાળપણમાં બાળકોના વિકાસને સુધારે છે તે જાણીતી હકીકત હોવાં છતાં મગજના કદ પર તેની નોંધપાત્ર અસર દર્શાવતું પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ ધ સાયન્સીસ અર્લી એડિશનમાં ઓનલાઈન પ્રસિદ્ધ આ પ્રથમ સંશોધન છે.
પાર્કમાં અડધો-પોણો કલાકની વોક લેતા કે હળવી કસરત દ્વારા શરીરને સક્રિય રાખતા વડીલો આપણે ત્યાં ઘણા છે; પરંતુ માઇન્ડ-ગેમ્સ રમતા, પઝલ્સ સોલ્વ કરતા, ચેસ રમતા કે હમણાં જ નવી ભાષા શીખવાનું શરૂ કર્યું હોય એવા વડીલો કેટલા હશે? શારીરિક તંદુરસ્તીને વૃદ્ધાવસ્થામાં મહત્વ આપીએ તે સારી વાત છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે માનસિક તંદુરસ્તી પણ સારી રહે એ માટે પણ પ્રયત્નશીલ બનવું જ જોઈએ.
લંડનઃ બ્રિટિશ મહિલા ઈમર્જન્સી ગર્ભનિરોધ પિલ્સ માટે ૨૮ પાઉન્ડ ચુકવે છે, જ્યારે ફ્રાન્સમાં આ ખર્ચ માત્ર ૫.૪૦ પાઉન્ડ છે. આમ, બાકીના યુરોપની સરખામણીએ બ્રિટનમાં મોર્નિંગ આફ્ટર પિલ્સની કિંમત અનેક ગણી ચુકવવી પડે છે. યુરોપમાં આયર્લેન્ડ જ બીજો દેશ છે, જ્યાં મોર્નિંગ આફ્ટર પિલ્સની વધુ કિંમત ચુકવવી પડે છે.
પીડા શારીરિક હોય કે માનસિક, કોઇને જરા પણ ગમતી નથી. જોકે પીડા થવી ખૂબ જ જરૂરી છે. એનું કારણ એ છે કે પીડા છે તો નિદાન છે. મેડિકલ સાયન્સમાં પીડાનું ખૂબ જ મહત્ત્વ છે. ક્યાંય પણ દુઃખાવો થાય, બળતરા થાય કે અનકમ્ફર્ટેબલ ફીલ થતું હોય તો આપણને ખબર પડે છે કે એ જગ્યાએ કે એની સાથે સંકળાયેલી કોઈક જગ્યાએ ગરબડ ચાલી રહી છે.
વિશ્વની કુલ વસ્તીના લગભગ પાંચ ટકા એટલે કે ૩૬૦ મિલિયન લોકોને કાનમાં સાંભળવાની તકલીફ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિને એક વાર સાંભળવામાં તકલીફ શરૂ થાય તો એ સમસ્યા ધીમે-ધીમે વધતી જ જાય છે.
મેનોપોઝના ગાળામાંથી પસાર થતી અડધાથી વધુ મહિલાઓ મૌન રહીને પીડા સહન કરે છે અને તેને લીધે થતાં ફેરફારના લક્ષણો વિશે ડોક્ટર સાથે વાત કરવાનું ટાળતી હોવાનું ૪૫-૬૫ વયજૂથની ૧૨૦૦ મહિલાના સર્વેમાં જણાયું છે. દર પાંચમાંથી બે કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝના લક્ષણો તેમની ધારણા કરતા વધુ ખરાબ હતા. ડોક્ટરની સલાહ નહિ લેનારી ૫૦ ટકાથી વધુ મહિલાઓ પૈકી ત્રીજા ભાગ કરતા વધુ મહિલાએ જણાવ્યું હતું કે મેનોપોઝ સહન કરવી જ પડે એવી સ્થિતિ છે.
શરીર માટે કઈ ચીજો આરોગ્યપ્રદ છે તેની જ્યારે પણ ચર્ચા થાય છે ત્યારે જે-તે ચીજમાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેટલાં અને કેટલી માત્રામાં છે એ અચૂક જોવાતું હોય છે. આ એન્ટિ-ઓક્સિડન્ટ્સ એટલે એવા કેમિકલ્સ કે જે શરીરની ઓક્સિજન સાથેની ક્રિયા અટકાવીને એને કટાઇ જતું અટકાવે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ પોતે કોઈ ખનિજતત્ત્વ, કેમિકલ કે વિટામિન નથી, પરંતુ કેટલાક તત્ત્વો, વિટામીન્સ અને કેમિકલ્સમાં રહેલી ક્ષમતા છે એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે.
લંડનઃ જો તમારું સંતાન દરરોજ સવારે નાસ્તો કરવામાં ધાંધિયા કરતું હોય કે કટકબટક કરીને ચલાવી લેતું રહેતું હોય તો તેની આદત બદલવા પ્રયાસ કરજો, કેમ કે તાજેતરમાં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે નિયમિત રીતે ભરપેટ નાસ્તો કરનારા બાળકોને ટાઇપ-ટુ પ્રકારનો ડાયાબિટીસ થવાનું જોખમ ઓછું રહે છે.
