વરસાદી દિવસોની ઠંડક શરીરના અગ્નિને મંદ કરી નાખતી હોય છે. આથી જ આ દિવસોમાં સાંધાના દુખાવાની ફરિયાદો તેમજ પેટની ગરબડ વધી જાય છે. આ બંને વાયુપ્રકોપને કારણે જ વકરે છે. જો આ સિઝનમાં હેલ્ધી રહેવું હોય તો ઉષ્ણ અને વાયુહર ચીજોનું સેવન કરવું જોઈએ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આંખોની તપાસ કરાવવાથી ડિમેન્શીયા હોય તો તેની વહેલી તકે ખબર પડે તેમ બ્રિટિશ અભ્યાસમાં જણાયું છે. આંખોની પાતળી બનેલી નસો મગજમાં તકલીફ અંગે ડોક્ટરને સચેત કરી શકે છે. ડિમેન્શીયાના પ્રારંભિક તબક્કામાં જ જાણ થાય અને યોગ્ય સારવાર કરી શકાય. ડોક્ટરો ડિમેન્શીયાને અટકાવી શકે નહિ, પરંતુ લક્ષણો ગંભીર બને તે પહેલા સારવાર અપાય તો ખરાબ અસરો ટાળવાની તક મળી રહે.
અલ્ઝાઈમર્સથી પીડાતા દર્દીઓમાં મગજને થતું નુક્સાન LMTX અથવા LMTM તરીકે ઓળખાયેલી એક દવા લેવાથી અટકી ગયું હોવાનું વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું હતું. કેટલાક દર્દીઓમાં ૧૮ મહિના સુધી આવું નુક્સાન અટકી ગયું હતું. પરિણામોને આ રોગની અસરકારક સારવાર ટૂંક સમયમાં જ શક્ય હોવાના સૌથી મજબૂત સંકેત માનવામાં આવે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે દિવસમાં બે વખત ટેબ્લેટના સ્વરૂપે લેવાની આ દવા ટૂંક સમયમાં જ અલ્ઝાઈમરને લાંબા સમય સુધી દૂર રાખવાની પ્રથમ દવા બની જશે.
ઓફિસમાં આખો દિવસ બેસીને કામ કરતા કર્મચારીઓએ બેઠાડુ જીવનશૈલીથી આરોગ્યને જોખમાતું અટકાવવા ઓફિસ અવર્સમાં એક કલાક ચાલવું જોઈએ. દસ લાખ લોકોના અભ્યાસ પછી ગાઈડલાઈન્સમાં ભલામણ કરાઈ છે કે ઓફિસ કર્મચારીઓએ વહેલા મૃત્યુનું જોખમ નિવારવું હોય તો બે વખત માત્ર ચાલવા અને સાઈકલીંગની કસરત કરવી જોઈએ. પ્રવૃત્તિશીલ લોકોની સરખામણીએ ઓછાં સક્રિય અને બેઠાડું લોકોને વહેલા મૃત્યુનું જોખમ ૬૦ ટકા વધુ હોવાનું સંશોધકોને જણાયું હતું.
આરોગ્યના કારણોસર ૧૬ વર્ષથી નીચેના બાળકોને એનર્જી ડ્રિન્ક્સના વેચાણ પર પ્રતિબંધ લગાવવા અભ્યાસજૂથે સરકારને અનુરોધ કર્યો છે. યુકેમાં ૨૦૦૬થી ૨૦૧૪ વચ્ચેના ગાળામાં એનર્જી ડ્રિન્ક્સનો વપરાશ ૨૩૫ મિલિયન લિટરથી ૧૫૫ ટકા વધીને ૬૦૦ મિલિયન લિટર થયો છે. એક અભ્યાસ અનુસાર એનર્જી ડ્રિન્ક્સને વિવિધ આરોગ્ય સમસ્યાઓ, ભારે શરાબપાન, જોખમી વર્તણૂક અને ડ્રગ્સના ઉપયોગ સાથે સાંકળવામાં આવે છે.
ગુજરાતીમાં ઉક્તિ છે કે બાર ગાઉએ બોલી બદલાય. અને હવે તેમાં ઉમેરો કરવો હોય તો કહી શકાય કે દેશ બદલાય છે તેમ લોકોની ઊંઘવાની આદતો પણ બદલાય છે. મિશિગન યુનિવર્સિટીએ વિશ્વના ૧૦૦ દેશોમાં સંશોધન કાર્ય હાથ ધરીને તારણ કાઢ્યું છે કે જેમ જેમ સીમાડા બદલાય છે તેમ તેમ લોકોની ઊંઘવાની રીતો પણ બદલાતી જાય છે. વિવિધ દેશોમાં વસતાં લોકોની ઊંઘવાની આદત અલગ અલગ હોય છે. જોકે સૌથી મોટી હકીકત એ છે કે, આપણી ઊંઘ પર એ વાતની ઘેરી અસર રહે છે કે, આપણે ક્યાં રહીએ છીએ.
દેશભરના ડેન્ટિસ્ટ્સ ભલામણ કરતાં હોવા છતાં દાંતનું ફ્લોસિંગ (સફાઈ) કરાવવાથી લાભ થવાનું હજુ સુધી પૂરવાર ન થયું હોવાનું બ્રિટિશ ડેન્ટલ એસોસિએશનના સાયન્ટિફિક એડવાઈઝર પ્રો. ડેમિયન વાલ્મ્સેએ તારણમાં જણાવ્યું હતું. ફ્લોસિંગથી ફાયદા અંગે કોઈ વૈજ્ઞાનિક પૂરાવા ન હોવાથી અમેરિકી સરકારે પણ તેની ભલામણ બંધ કરી દીધી હતી. યોગ્ય ટેક્નિકથી ફ્લોસિંગ ન કરાય તો પેઢાં અને દાંતને નુક્સાન પણ થઈ શકે.
સ્થૂળ પેશન્ટ્સ પાતળા બની શકે તે માટે ૧૨ સપ્તાહના ખર્ચાળ ‘વેઈટ વોચર્સ’ કાઉન્સેલિંગ સેશન્સમાં મોકલવા NHSના ડોક્ટર્સને જણાવાયું છે. હેલ્થ વોચડોગ NICEનું માનવું છે કે પ્રતિ કલાકના ૧૦૦ પાઉન્ડની કિંમતની થેરાપી દેશની સ્થૂળતાના રોગચાળાને ઘટાડી શકશે. જોકે, ટીકાકારોએ આ યોજનાને વાહિયાત અને કરદાતાના નાણાને પાણીમાં વહાવનારી ગણાવી છે. ડોક્ટરો સ્થૂળ દર્દીઓને મફત ગેસ્ટ્રિક બેન્ડ ઓપરેશન્સ માટે રીફર કરે તેવી ભલામણ પણ નવી ગાઈડલાઈન્સમાં કરાઈ છે.
જો તમે પીઠના દર્દને ભગાવવા ઈચ્છતા હો તો સારી ઊંઘ મેળવવી આવશ્યક છે. ૮૦ ટકાથી વધુ બ્રિટિશરો અને ખાસ કરીને નાઈટ વર્કર્સ પીઠ-કમરના દર્દથી પીડાય છે. વિજ્ઞાનીઓ કહે છે કે પીઠ એટલે કે કરોડના મણકા અથવા સ્પાઈનલ ડિસ્ક્સમાં ૨૪ કલાક કાર્યરત બોડી ક્લોક હોય છે અને તેમાં ખરાબી સર્જાય તો કમરનું દર્દ ઉભું થાય છે.
દેશના સુપરમાર્કેટ્સ દ્વારા આરોગ્યપ્રદ ખાદ્યવિકલ્પોના સ્થાને જન્ક ફૂડના વેચાણને ભારે પ્રોત્સાહન અપાતું હોવાનું કન્ઝ્યુમર વોચડોગ સંસ્થા Which? દ્વારા ડિસ્કાઉન્ટ ઓફર્સના અભ્યાસમાં જણાવાયું છે. ફળો અને શાકભાજીના ૩૩ ટકાને જ ભારે ડિસ્કાઉન્ટ આપવા સામે ૫૨ (બાવન) ટકા કન્ફેક્શનરી પ્રોડક્ટ્સને ડિસ્કાઉન્ટ અપાય છે. કુલ ૭૭,૧૬૫ પ્રમોશન્સના અડધાથી વધુ (૫૩ ટકા) બિનઆરોગ્યપ્રદ અથવા તો જન્ક ફૂડને ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચાણ પ્રોત્સાહન અપાય છે.
