સ્વાસ્થ માટે ઉપયોગી અને પવિત્ર ગણાવાતી આ વનસ્પતિ ત્વચા માટે ઘણી ગુણકારી છે
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજકાલ સ્માર્ટફોન વાપરનારાઓમાં પોકેમોન ગો ગેમ ખૂબ લોકપ્રિય બની છે ત્યારે તેનાથી સ્વાસ્થ્યને કારણે થતા ગેરફાયદા પર અનેક સમાચાર પ્રકાશિત થયા છે. જોકે તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક લેખ પ્રમાણે પોકેમોન ગો ગેમ માત્ર વજન ઊતારવામાં જ મદદ કરે છે એવું નથી, પણ તે ઘરકૂકડી બની રહેવાનું પસંદ કરતા લોકોને બહારની દુનિયા દેખાડીને વાસ્તવિક સ્થળોથી રૂબરૂ કરાવે છે.
NHSના ઈતિહાસમાં આગામી શિયાળામાં હોસ્પિટલોમાં પથારીની સૌથી મોટી કટોકટીને ધ્યાનમાં રાખી હજારો ઓપરેશન્સ અને એપોઈન્ટમેન્ટ્સ રદ કરી દેવાશે. હોસ્પિટલોમાં રોકાયેલી પથારીઓના સીધે સીનિયર ડોક્ટર્સને વોર્ડ્સ તેમજ A&Eમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના કામે લગાવવાની ફરજ પડી છે.
વય વધતી જાય તેમ સંતુલિત આહાર અને શારીરિક પ્રવૃત્તિ તમારા જીવનની ઉચ્ચ ગુણવત્તા અને વધુ સ્વતંત્રતામાં નોંધપાત્ર ફાળો આપે છે.
જો સ્થૂળતાની સમસ્યા દૂર નહિ કરાય તો આગામી ૨૦ વર્ષમાં વધુ ૬૭૦,૦૦૦ લોકો કેન્સરનો ભોગ બનશે અને હેલ્થ સર્વિસને આશરે ૨.૫ બિલિયન પાઉન્ડનો ખર્ચનો બોજો ઉઠાવવો પડશે તેવી ચેતવણી કેન્સર રિસર્ચ યુકે ચેરિટીના રિપોર્ટમાં અપાઈ છે. વધુપડતી ચરબી કે મેદસ્વીતા ગર્ભાશયના કેન્સર સહિત પ્રજનનલક્ષી કેન્સર માટે ધૂમ્રપાન જેટલી જ જોખમી છે, છતાં ૭૫ ટકાથી વધુ લોકો તેના વિશે અજાણ છે. સ્ઝૂળતા દર વર્ષે કેન્સરના ૧૮,૦૦૦થી વધુ કેસ માટે કારણભૂત હોવાની શક્યતા છે.
ઈબુપ્રોફેન સહિતની પેઈનકિલર્સ લાંબો સમય લેવામાં આવે તો હાર્ટને રોગના જોખમમાં ૨૦ ટકાનો વધારો થતો હોવાનું BMJ Open જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં જણાવાયું છે. આ સંશોધનમાં ૧૦ મિલિયન દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં લાખો લોકો હૃદયના રોગોથી પીડાય છે.
ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગનના સંશોધકોએ ૧૫-૩૪ વયજૂથની દસ લાખથી વધુ ડેનિશ સ્ત્રીઓને સાંકળતા ડેટાનો અભ્યાસ કર્યો હતો. જાતીય આરોગ્ય ચેરિટી ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન અનુસાર વર્ષ ૨૦૦૦માં લગભગ ૪૦ લાખ સ્ત્રીઓ પિલનો ઉપયોગ કરતી હતી.
વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં WHOના ૨૦૧૨ના આંકડા મુજબ ૧,૦૩૨,૮૩૩ મોત સાથે ચીન પ્રથમ, બીજા ક્રમે ભારત (૬૨,૧૧૯ મોત) અને બ્રિટન ૧૬,૩૫૫ મોત સાથે ૨૫મા ક્રમે હતું. વિશ્વની ૯૨ ટકા વસ્તી એવા સ્થળોએ રહે છે, જ્યાં હવાની ખરાબ ગુણવત્તાનું પ્રમાણ WHOની મર્યાદાથી વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજા રિપોર્ટમાં માર્ગો પર વાહનોની સંખ્યા ઘટાડવા, વેસ્ટ મેનેજમેન્ટ સુધારવા તેમજ સ્વચ્છ રાંધણ બળતણને પ્રોત્સાહન આપવા સરકારોને અનુરોધ કરાયો છે.
કુદરતી ગર્ભાધાનથી જન્મેલા બાળકોની સરખામણીએ પરંપરાગત IVF સારવારથી અલગ ઈન્ટ્રા-સાયટોપ્લાઝમિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI) ટેક્નિક દ્વારા જન્મેલા યુવાન પુરુષો પરના પરીક્ષણોએ દર્શાવ્યું છે કે તેમનામાં શુક્રાણુનો જથ્થો અને ગુણવત્તા ઓછાં હોય છે. પુરુષમાં સ્પર્મ કાઉન્ટ ઓછાં હોય કે તેના આકાર અને ગતિશીલતાની સમસ્યા હોય તેવા દંપતીને બાળજન્મમાં મદદ માટે ICSI ટેક્નિકનો ઉપયોગ થતો હોય છે. બાળજન્મ કુદરતી કે કૃત્રિમ પદ્ધતિએ થાય તો પણ માતાપિતાની આનુવાંશિક વિશેષતા કે ખામી સંતાનોમાં ઉતરી જ આવે છે.
આ શિયાળામાં બાળકોને રસીકરણનો સૌથી મોટો અને વ્યાપક કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે બાળકોને ફ્લુ સામે રક્ષણ મળે તે હેતુથી પેરન્ટ્સ અને સંભાળ લેનારાઓને પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ દ્વારા રસીકરણ માટે પ્રોત્સાહિત કરાઈ રહ્યાં છે. આ વર્ષે સ્કૂલ્સના ધોરણો ૧-૨માં જતાં ૨-૪ વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ રહી છે અને શાળાના ત્રીજા ધોરણ સુધી તેનું વિસ્તરણ કરાશે.
