સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    મકરસંક્રાંતિ આવી, પૌષ્ટિક ભોજ

    ગુજરાતમાં મકરસંક્રાન્તિનું કાઉન્ડડાઉન શરૂ થઇ ગયું છે. મકરસંક્રાન્તિમાં સૌથી વધુ મજા પતંગ ચગાવવાની હોય છે. સવારથી લઈને રાત સુધી અગાસી પર રહેવાનું, પતંગની પેચબાજી કરવાની, સામેવાળાનો પતંગ કપાય ત્યારે કાઇપો છે એમ જોરથી બૂમાબૂમ કરવાની... આ બધી જ મજા સર્વોપરી છે. મજા માનસિક હેલ્થ આપે છે એની સાથે-સાથે આ તહેવાર શારીરિક હેલ્થનું પણ ધ્યાન રાખે છે.

    વડીલો માટે પોષણયુક્ત આહાર...

    મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા ઉંમરનો એક એવો પડાવ છે, જેમાં આરોગ્ય પર વાતાવરણ, ખોરાક, સ્થાન વગેરે જેવા પરિવર્તનોની તરત જ અસર થાય છે.

    બિઝી રોડ્સ નજીક રહેવાથી ડિમેન

    બ્રિટનમાં બિઝી રોડ્સ નજીક રહેવાના કારણે ૧૦ મિલિયનથી વધુ વૃદ્ધો ડિમેન્શિયાનું ભારે જોખમ ધરાવતા હોવાનું વિજ્ઞાનીઓએ કહ્યું છે. મોટાં શહેરોમાં ટ્રાફિકના ધૂમાડાના કારણે ૧૨ ટકા જેટલા વયોવૃદ્ધ લોકોને ડિમેન્શિયા થવાનું જોખમ હોવાનું તારણ આશરે છ મિલિયનથી વધુ લોકોનાં કેનેડિયન અભ્યાસના આધારે કાઢવામાં આવ્યું છે. ભારે ટ્રાફિક હોય તેવાં સ્થળોએ આ જોખમ વધે છે.

    આરોગ્યપ્રદ આહા૨ છતાં સ્થૂળતા...

    બ્રિટનમાં સલાડના વેચાણમાં ઘટાડો, રેડ મીટનું વેચાણ વધ્યું, દરરોજ સવારે ઈંડા અને બેકન ફ્રાય-અપ્સ ખવાવાનું પ્રમાણ બમણું થયું છે અને માખણના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે. સરેરાશ જોઈએ તો લોકો દરરોજ ૫૦૦ કેલરી વધુ લે છે. દેખીતી રીતે તો આ આંકડા વર્તમાન સ્થૂળ બ્રિટનની આહારની આદતોના લાગે છે. એમ નથી, આ આંકડા ૪૦ વર્ષ અગાઉ એટલે કે ૧૯૭૪ના છે અને વિરોધાભાસ તો એ છે કે તે સમયે લોકો વધુ પાતળાં હતાં. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના આંકડા અનુસાર આજે યુકેમાં મધ્ય વયના ૭૦ ટકા લોકો સ્થૂળ અથવા વધુ વજન ધરાવનારાં છે.

    એક બ્લડ ટેસ્ટથી ભવિષ્યમાં થના

    વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીનું જીવન કેવી રીતે વીતશે તેની જાણકારી માત્ર એક બલ્ડ ટેસ્ટથી મળી શકશે. લોહીનાં થોડાં જથ્થાના પરીક્ષણથી ડોક્ટરો દર્દીઓમાં કોઈ રોગના લક્ષણો જોવા મળે તેના વર્ષો પહેલા જ ડિમેન્શિયા, કાર્ડિયોવાસ્કુલર રોગો, સ્ટ્રોક, ટાઈપ-ટુ ડાયાબિટીસ, કેન્સર તેમજ અન્ય રોગો થવાની શક્યતાનું મૂલ્યાંકન કરી શકશે. Ageing Cell જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસમાં બોસ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ ૫,૦૦૦ લોકોના અભ્યાસમાં લોહીમાં મળતા ચોક્કસ ‘બાયોમાર્કર્સ’ અથવા કેમિકલ્સના કોમ્બિનેશન્સ કે પેટર્ન્સ શોધી છે.

    નાના બાળકોને એલર્જીથી બતાવવા

    નાના બાળકોને ખતરનાક ફૂડ એલર્જીથી બચાવવા ચારથી છ મહિનાની વયથી જ પ્રોટીનથી સમૃદ્ધ મગફળી આધારિત આહાર આપવાની ભલામણ ડોક્ટરોએ કરી છે. અત્યાર સુધી ત્રણ વર્ષની વય સુધી મગફળી નહિ આપવાની સલાહ અપાતી હતી.

    વડીલો માટે પોષણયુક્ત આહાર...

    મોસમ બદલાવાની સાથે આપણે આપણા રોજિંદા આહારમાં પણ ફેરફાર કરીએ છીએ. આપણો આહાર કેવો હોવો જોઈએ એ નક્કી કરતી વખતે આપણી ઉંમર પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વૃદ્ધાવસ્થા ઉંમરનો એક એવો પડાવ છે, જેમાં આરોગ્ય પર વાતાવરણ, ખોરાક, સ્થાન વગેરે જેવા પરિવર્તનોની તરત જ અસર થાય છે. આજે વાત કરીએ વૃદ્ધાવસ્થામાં ક્યા પ્રકારનો ખોરાક લેવો અને કેવો આહાર અવગણવો જોઈએ.

    હાર્ટ એટેક ન આવ્યો હોય તો બાયપ

    દસકા પહેલા કોઇ વ્યક્તિને હાર્ટ એટેક આવતો ત્યારે તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ અપાતી હતી. તબિયત સ્થિર થઈ ગયા બાદ તે વ્યક્તિની એન્જિયોગ્રાફી થતી અને પછી નિર્ણય લેવાતો કે તેમને એન્જિયોપ્લાસ્ટીની જરૂર છે કે બાયપાસ સર્જરીની. જોકે હવે સમય બદલાયો છે. આજે અમુક ચિહનો દ્વારા કે રેગ્યુલર ચેકઅપમાં ખબર પડે છે કે વ્યક્તિના શરીરની હાર્ટ વેઇનમાં બ્લોકેજ વધુ છે ત્યારે ડોક્ટર્સ તેમને તાત્કાલિક એન્જિયોગ્રાફીનું સૂચન આપે છે. જો બ્લોકેજ વધુ જણાય તો એન્જિયોપ્લાસ્ટી કે બાયપાસનું સૂચન કરાય છે.

    NHS કટોકટીઃ ૨૩ હોસ્પિટલો દ્વારા...

    ઈંગ્લેન્ડની હોસ્પિટલો ભરચક થઈ જતાં પેશન્ટ્સને પથારી, સારવાર અને સલામતીની ખાતરી ન આપી શકાતાં ૨૩ જેટલી NHSહોસ્પિટલોએ બ્લેક એલર્ટ જાહેર કર્યો હતો. કેન્સરના ઓપરેશનો રદ કરાયા હતા તેમજ બર્થિંગ સેન્ટર પણ બંધ કરી દેવાયું હતું. આગામી સપ્તાહોમાં સમગ્ર દેશમાં અસામાન્ય ઠંડીની મોસમના લીધે શ્વાસોચ્છવાસ સહિતની સમસ્યાઓ વધવાથી હાલાકી વધશે તેવી પણ ચેતવણી અપાઈ છે. દરમિયાન, વડાપ્રધાન થેરેસા મેની ટીમના વરિષ્ઠ સભ્યોએ હોસ્પિટલોમાં વધતી અરાજકતા માટે NHSના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન સ્ટીવન્સનની નબળી કામગીરીને જવાબદાર ઠેરવી છે. નેશનલ ઓડિટ ઓફિસના અહેવાલ મુજબ ઓફિસ કામકાજના સમય દરમિયાન GP દ્વારા ઓપરેશન્સ ન કરાતા હોવાથી એક્સિડન્ટ એન્ડ ઈમરજન્સીની કટોકટીમાં વધારો થયો છે.

    બીમાર-વયોવૃદ્ધ લોકોને ખોરાક અ

    બ્રિટન સૌથી ખરાબ શિયાળાનો સામનો કરવા કમર કસી રહ્યું છે ત્યારે બીમાર અને વયોવૃદ્ધ લોકોને ખોરાક અને દવાઓનો સ્ટોક એકઠો કરી રાખવા સલાહ અપાઈ છે. બ્રિટન આકરા અને લાંબા શિયાળા તરફ આગળ વધી રહ્યું છે તેના કારણે નાજૂક લોકો પર જોખમ હોવાની ચેતવણી આરોગ્ય નિષ્ણાતો દ્વારા અપાઈ છે. A&Eવિભાગ માગનો સામનો કરવાનો સંઘર્ષ કરી રહ્યો છે, જેમાં આકરો શિયાળો વધુ તકલીફ લાવ. ૪૦ ટકાથી વધુ હોસ્પિટલોએ તાકીદના પગલાં લેવાની ફરજ પડી છે. આ શિયાળામાં અત્યાર સુધી ફ્લુના કારણે ૩૨ મોત થયાં છે અને ગત વર્ષની સરખામણીએ નોરોવાઈરસ કેસીસ ૭૭ ટકા વધુ છે.