સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ૮૬ વર્ષનાં દાદીએ ઘરમાં જ ચાલીન...

    આજકાલ શરીર ઉતારવા માટે જીમમાં જવાનું, જોગિંગ કે રનિંગ કરવાનું ચલણ વધ્યું છે ત્યારે જેસિકા સ્લોટર એવી વ્યક્તિ છે જેમણે ઘરમાં રહીને જ વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. અમેરિકાના મિસિસિપીના સેન્ટ લુઇમાં રહેતાં ૮૬ વર્ષીય જેસિકા સ્લોટરે ઘરના રૂમોમાં જ વોક કરીને ૫૪ કિલો વજન ઘટાડ્યું છે તે વાત માન્યામાં ન આવે તેવી હોવા છતાં હકીકત છે. એક સમયે તેમનું વજન ૧૦૮ કિલો હતું, જે હવે અડધું થઈ ગયું છે. તેમણે આ કમાલ ૧૬ વર્ષમાં કરી છે. તેમને ૭૦ વર્ષની ઉંમરે પ્રી-ડાયાબિટીસ થયો હતો. ત્યારથી તેઓ રોજ સવારે ઘરમાં જ ૩૦૦૦ સ્ટેપ ચાલવા લાગ્યા. 

    કસરત કરનાર પણ લાંબો સમય બેસી ર

    શું તમે બેઠા છો? તો ઊભા થઈ જાવ અને આ લેખ વાંચો, કેમ કે, તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું તારણ નીકળ્યું છે કે લાંબો સમય બેસી રહેવાથી મૃત્યુનું જોખમ વધી જાય છે. તમે નિયમિત કસરત કરતા હો તો પણ આ ખતરો તમારા પરથી દૂર થતો નથી. અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં જણાયું છે કે બેઠાડુ સમયકાળ મૃત્યુનાં ઊંચાં જોખમ સાથે સંકળાયેલો છે. સૌથી વધુ જોખમ તો તેમને છે જેઓ દરરોજ સરેરાશ ૧૨.૫ કલાકથી વધુ બેઠાડુ જીવન જીવતાં હોય છે. અને તેમાંય એકસમયે દસ મિનિટથી વધુ બેસી રહેતા હોય તેમને માથે મૃત્યુનું સૌથી વધુ જોખમ હોય છે.

    હેલ્થ ટિપ્સઃ પોષક તત્ત્વોથી ભ...

    પનીર ખાવામાં ભલે મોળું લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભકારક છે. દૂધમાંથી બનતા પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ હોય છે. જે શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરતું હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય પણ પનીર અનેક બીમારીઓમાં લાભદાયી છે.

    યુવાન ઠક્કરઃ NHSમાં ક્રાંતિકારી CAR-T કેન્સર સારવાર મેળવનાર પ્રથમ બાળદર્દી

    બ્લડ કેન્સર (Acute lymphoblastic leukaemia)ના વિશિષ્ટ પ્રકારથી પીડાતા ૧૧ વર્ષના યુવાન ઠક્કર કેન્સરનો સામનો કરવા માટે CAR-T થેરાપી મેળવનાર NHSનો પ્રથમ પેશન્ટ બન્યો છે. કેન્સરની પરંપરાગત સારવાર નિષ્ફળ ગયા પછી તેને લંડનની ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં આ નવતર પાયારુપ સારવાર અપાઈ હતી.

    મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સઃ તમારા સ્વાસ્થ્યની કિંમત કેટલી ગણાય?

    એંસીના દાયકામાં રહેલા શામજી મુરજી વાગજીઆની ડાયાબીટિસ, પોટાશિયમની વધઘટ સહિત વિવિધ બીમારીથી પીડાતા હતા. તેઓ સપ્ટેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાના ભારત પ્રવાસે આવ્યા હતા. ખરાબ તબિયત અને મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સના અભાવે તેમણે ગણતરીના સપ્તાહોમાં પ્રવાસ ટુંકાવવાની ફરજ પડી હતી. શામજી લગભગ દર છ મહિને ભારતનો પ્રવાસ કરતા હતા અને તેમણે કદી મેડિકલ ટ્રાવેલ ઈન્સ્યુરન્સ લીધો ન હતો. આ વર્ષે તેઓ ગુજરાતના ભૂજમાં પોતાને ગામ ગયા હતા. જોકે, નાદુરસ્ત તબિયતના કારણે તેઓ NHS હેલ્થકેરમાં સારવાર લેવા યુકે જવા માગતા હતા. તેમના પુત્ર સુરેશ વાગજીઆનીએ કહ્યું હતું કે, ‘મારું ધારવું એમ હતું કે તેમની વર્તમાન બીમારીઓ અને વયને જોતાં કોઈ તેમનો વીમો ઉતારશે નહિ અથવા તેની કિંમત એટલી ઊંચી હશે કે વીમો ઉતરાવવાનો કોઈ અર્થ નહિ રહે. જોકે, એ ધારણા હવે ખોટી લાગે છે.’

    જીપી સર્જરીઝ કાર્યક્ષમ બનાવવા મોટા પાયે સપોર્ટ સ્ટાફની ભરતી

    આરોગ્યસેવાઓને વધુ સક્ષમ બનાવવાના ભાગરુપે ફેમિલી ડોક્ટર્સ કે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs)ને મદદરુપ ૨૦,૦૦૦ સપોર્ટ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જીપી વધુ સારી રીતે કામ બજાવી શકે તે માટે જીપી સેવામાં ૧૫ વર્ષથી વધુના ગાળામાં સોથી મોટા ધરમૂળ પગલાંમાં પાંચ વર્ષના કોન્ટ્રાક્ટમાં બિલિયન્સ પાઉન્ડનો વપરાશ કરાશે.

    ૧૦૦,૦૦૦ સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટ પરિણામો હજુ મળ્યાં જ નથી

     બ્રિટિશ સરકાર મહિલાઓને સર્વાઈકલ કેન્સર માટે નિયમિત જીવનરક્ષક તપાસ કરાવવા સતત અનુરોધ કરી રહી છે ત્યારે ૧૦૦,૦૦૦ સર્વાઈકલ સ્ક્રીનિંગ ટેસ્ટના પરિણામોનો બેકલોગ હોવાનું કૌભાંડ નેશનલ ઓડિટ ઓફિસની તપાસમાં બહાર આવ્યું છે. પ્રોસીજરમાં ફેરફાર થવાના કારણે કેટલીક મહિલાઓ ચાર મહિના જેટલા સમયથી પરિણામોની રાહ જોઈ રહી છે. ગયા વર્ષે માત્ર ૩૩ ટકા પેશન્ટ્સને નિયમાનુસાર બે સપ્તાહ પછી તેમના પરીક્ષણોના પરિણામ મળી શક્યાં હતાં.

    NHSમાં વર્ષે £૧.૨૫ બિલિયનની ચોરી!...

    લાલચ બુરી બલા હૈ. NHS માં કૌભાંડોની હારમાળા ચાલતી રહે છે, તેમાં દર વર્ષે આશરે ૧.૨૫ બિલિયન પાઉન્ડના માલસામાનની ચોરીનો પણ સમાવેશ થાય છે. આટલી રકમમાં તો ૪૦,૦૦૦ નર્સ પાસેથી કામ મેળવી શકાય. બીબીસી વન દ્વારા પાંચ ભાગની સીરિઝ Fraud Squad NHS નું પ્રસારણ થવાનું છે, જેમાં આરોગ્ય સંસ્થામાં ચાલતી છેતરપીંડીઓની તપાસ કરવા સ્થપાયેલી એનએચએસ કાઉન્ટર ફ્રોડ ઓથોરિટીની કામગીરી દર્શાવાશે. ગયા વર્ષે ૭૦૦,૦૦૦ પાઉન્ડની છેતરપીંડી બદલ NHSના ત્રણ મેનેજરને જેલની સજા કરાઈ હતી. વર્ષે ૫૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવતા લિવરપૂલના એક જીપી પોતાની આવક વધારવામાં ઝડપાઈ ગયા હતા. આ સીરિઝ કન્ઝ્યુમર ચેમ્પિયન મિશેલ એકર્લી દ્વારા રજૂ કરાઈ છે.

    કેન્સર એટલે હવે ‘કેન્સલ’ નથીઃ...

    વિશ્વભરમાં ચોથી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે ઉજવાય છે, તેના ભાગરૂપે શહેરની ખ્યાતનામ શેલ્બી હોસ્પિટલમાં પણ આ દિવસે વર્લ્ડ કેન્સર ડેની ઉજવણી તેમજ નામાંકિત ડોક્ટરો દ્વારા કેન્સર વિશે લોકોના ભયને દૂર કરવા જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. એક સાજા થયેલા દર્દી તરીકે હું પણ આ કાર્યક્રમમાં હાજર હતો. આ નિમિત્તે અલગ અલગ પ્રકારના કેન્સરની સારવાર લેનારા દર્દીઓ અને તેમના પરિવારજનોને પોતાના અનુભવો વર્ણવવાની ખાસ તક અપાઇ હતી. ગુજરાતના મોરબી અને પોરબંદરથી દર્દી અહીં આવ્યા હતા તો બે દર્દી કેન્યાના મોમ્બાસાથી ખાસ આવ્યા હતા.