રમતગમત

No

Block: Site: Subtree Block

    બીજી ટી૨૦માં પણ વિન્ડીઝનો પરા

    અમેરિકાના ફ્લોરિડા સ્ટેટના લાઉડર હિલમાં રમાયેલી બીજી ટવેન્ટી૨૦ મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટીમ ઇંડિયાએ ૩ મેચની સિરિઝમાં ૨-૦થી અજેય સરસાઇ મેળવી છે. રવિવારે સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં બીજી ટી૨૦માં ભારતે ટોસ જીતીને પહેલાં બેટિંગ લીધી હતી. ભારતે ઓપનર રોહિત શર્માની અડધી સદીના સહારે ૨૦ ઓવરમાં પાંચ વિકેટ ૧૬૭ રન બનાવ્યા હતા. આમ વેસ્ટ ઇન્ડિઝને વિજય માટે ૧૬૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

    કોહલીએ ગપ્ટિલને પાછળ છોડ્યો...

    વેસ્ટ ઇન્ડિઝ સામેની પહેલી ટી૨૦માં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ભલે ૧૯ રન જ કર્યા હોય, પણ તે આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા ક્રમે પહોંચી ગયો છે. તેણે માર્ટિન ગપ્ટિલને પાછળ છોડી દીધો છે.

    ૧ ઓવરમાં છ સિક્સર ખાનાર ઇંગ્લે...

    ક્રિકેટ ઇતિહાસના પાનામાં નોંધાઇ ચૂકેલા ઇંગ્લેન્ડના બોલર માલ્કમ નૈશનું ૩૧ જુલાઇએ ૭૪ વર્ષની વયે નિધન થયું છે. જોકે તેમને એવા પ્રદર્શન માટે યાદ કરાય છે, જેને કોઇ પણ બોલર યાદ રાખવાનું પસંદ કરશે નહીં. માલ્કમ નૈશ તે બોલર છે, જેમની એક ઓવરમાં ૧૯૬૮માં વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી ગેરી સોબર્સે ૬ સિક્સ ફટકારી હતી.

    પૃથ્વી શો ડોપિંગમાં દોષિતઃ ૮ મ...

    ભારતીય ક્રિકેટ ટીમનો યુવા ખેલાડી પૃથ્વી શો ડોપિંગમાં દોષિત પુરવાર થયો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ)એ તેને ૮ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. આમ હવે ૧૫ નવેમ્બર ૨૦૧૯ સુધી સત્તાવાર ક્રિકેટથી દૂર રહેશે. ૨૦૧૮માં વેસ્ટ ઇન્ડિઝ સામે બે ટેસ્ટ રમનાર ૧૯ વર્ષીય પૃથ્વી શોનું સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટૂર્નામેન્ટ દરમિયાન ડોપિંગ પરીક્ષણ કરાયું હતું.

    ૧૮ વર્ષ બાદ... ઓસ્ટ્રેલિયા એજબે

    નાથાન લાયનની છ વિકેટ અને પેટ કમિન્સની છ વિકેટની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં યજમાન ઇંગ્લેન્ડને પાંચમા અને અંતિમ દિવસે ૨૫૧ રને પરાજય આપ્યો છે. આ સાથે મહેમાન ટીમે પાંચ મેચની શ્રેણીમાં ૧-૦થી સરસાઇ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ ૧૮ વર્ષ બાદ એજબેસ્ટનમાં ટેસ્ટ વિજય મેળવ્યો છે. છેલ્લો વિજય ૨૦૦૧માં મળ્યો હતો.

    ક્રિકેટ ઇતિહાસના પાનામાં નોંધાઇ ચૂકેલા ઇંગ્લેન્ડના બોલર માલ્કમ નૈશનું ૭૪ વર્ષની વયે નિધન થયું છે. જોકે તેમને એવા પ્રદર્શન માટે યાદ કરાય છે, જેને કોઇ પણ બોલર યાદ રાખવાનું પસંદ કરશે નહીં. 

    વરસાદના વિઘ્ન વચ્ચે વિન્ડીઝન

    મેન ઓફ ધ મેચ કેપ્ટન વિરાટ કોહલીની ઝમકદાર સદી (૧૨૦) બાદ પેસ બોલર ભુવનેશ્વર કુમારે ઝડપેલી ચાર વિકેટની મદદથી ભારતે બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૫૯ રને હરાવ્યું હતું. ક્વિન્સ પાર્ક ઓવલમાં રમાયેલી બીજી વન-ડેમાં વરસાદના વિઘ્ન બાદ મેચનું પરિણામ ડકવર્થ લુઇસ નિયમના આધારે નક્કી થયું હતું. 

    હવે બોલની અંદર ચિપઃ ઝડપથી માંડ...

    ક્રિકેટમાં લાલ બોલ, સફેદ બોલ, ગુલાબી બોલ પછી હવે ચિપવાળો બોલ આવી રહ્યો છે. ઇન્ટરનેશનલ મેચ માટે બોલ બનાવનાર ઓસ્ટ્રેલિયન કંપની કૂકાબુરાએ બોલની અંદર ચિપ ફિટ કરવાની ટેક્નોલોજી વિકસાવી છે. આ કારણે ફાયદો એ થશે કે બોલિંગ અને બેટિંગ કરનારને રિયલ ટાઇમ ડેટા મળી શકશે.
    જ્યારે બોલર બોલ છોડવાની પોઝિશનમાં આવશે ત્યારે ચીપ ડેટા દર્શાવવા માંડશે.

    ભારતનો વિન્ડિઝ સામે સળંગ નવમી...

    કેપ્ટન કોહલીએ ૪૩ની વન-ડે સદી સાથે ૨૦,૦૦૦ ઈન્ટરનેશનલ રનની સિદ્ધિ ઉપરાંત વિક્રમોની વણઝાર સર્જતા ભારતે ૧૪મી ઓગસ્ટે મોડી રાત્રે પૂરી થયેલી ત્રીજી અને આખરી વન-ડેમાં વેસ્ટ ઇંડિઝને ડકવર્થ લુઈસની મદદથી ૬ વિકેટે હરાવીને ૨-૦થી શ્રેણી જીતી હતી. આ સાથે ભારતે વિન્ડિઝ સામે સતત નવમી વન ડે શ્રેણી જીતી છે. જ્યારે વિન્ડિઝે સળંગ ૨૧મી વન-ડે શ્રેણી ગુમાવી છે.

    વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સઃ...

    આણંદ નગરના જીટોડીયા ગામમાં રહેતી આંતરરાષ્ટ્રીય શુટર અને ગુજરાત પોલીસમાં આર્મ્ડ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ ચીનના ચેંગડુમાં ચાલી રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ-૨૦૧૯માં વ્યકિતગત સ્પર્ધામાં એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી ટીમ ઇવેન્ટમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ભારત માટે એક ગોલ્ડ મેડલ જીત્યો હતો. આમ લજ્જા ગોસ્વામીએ સ્વાતંત્ર્ય દિન પર્વની પૂર્વે બે ગોલ્ડ મેડલ જીતની દેશવાસીઓને અનોખી ભેટ અર્પણ કરી છે.