અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    હમણાં એક સત્સંગમાં જવાનું થયું, વિધિવિધાન કરાવી રહેલા ભુદેવે સાંપ્રત ઉદાહરણો સાથે એક સહજ સત્ય સમજાવ્યું અને કહ્યું કે સામાન્ય રીતે લગ્નજીવનના ત્રણ કે પાંચ વર્ષમાં પતિ-પત્ની એકબીજાને ઓળખી ગયા હોય, બંનેના સ્વભાવ એકબીજાએ સમજી જ લીધા હોય, એવું હોવું જ જોઈએ. આ પછી પણ બેમાંથી કોઈ એક પાત્ર જો સામેના પાત્ર માટે ફરિયાદ કરે તો એ એની ભૂલ છે, કારણ કે સામેની વ્યક્તિ આવી જ છે, એ વાત એ સમજ્યો નથી. એ વ્યક્તિના સ્વભાવ વિશે, વાણીવર્તન કે વ્યવહાર વિશે ત્રણ કે પાંચ વર્ષમાં તો એને ખ્યાલ આવી જ જવો જોઈએ, એ પછી એમાં સુધારવા કોશિષ પણ કરી હશે, એમાં નિષ્ફળ ગયા મતલબ કે સામેની વ્યક્તિ જેમ જીવે છે એમ જીવવા માંગે છે, એને સુધરવું જ નથી તો એને સુધરવાના પ્રયત્નમાં આપણો મૂલ્યવાન સમય આપણે ના વેડફવો જોઈએ.

    અભિવ્યક્તિનું શ્રેષ્ઠ માધ્યમ...

    હમણાં માનવીય સંબંધોના આટાપાટામાંથી સર્જાતા પરિવાર જીવનના કેટલાક પ્રસંગોની - ઘટનાઓની વાતો થતી હતી ત્યારે વિશેષ ભાર મુકાયો હતો શબ્દ પર, વાણી પર. બધા પોતાનો મત રજૂ કરતા હતા પણ એક વાતે સર્વસંમત હતા કે જીભ પર કંટ્રોલ જરૂરી છે. વાણી અમૂલ્ય છે, સમજી વિચારીને બોલવું જોઈએ. બને ત્યાં સુધી સામેની વ્યક્તિને હિતકારી લાગે એવું બોલવું જોઈએ. ઊંચા અવાજે, તોછડાઈથી, લુચ્ચાઈથી, દ્વૈષપૂર્ણ વાણી થકી કશું જ પ્રાપ્ત નથી થતું.

    જીવીએ એવું બોલવું ને બોલીએ એવુ...

    વલસાડ નજીકના આધ્યાત્મિક તીર્થ અને પ્રવાસન સ્થળ તીથલમાં સ્થાયી થયેલા જૈનમુનિઓ પૂજ્ય શ્રી બંધુ ત્રિપુટી મહારાજ સાથે મારે 1990ના વર્ષથી, એટલે કે 35 વર્ષથી અનહદનો નેહ છે. એ પૈકીના એક અને હવે કાળધર્મ પામી ચુકેલાં મુની ચંદ્રવિજયજી મહારાજ કવિ આનંદની એક કાવ્ય પંક્તિ હું મારા કાર્યક્રમોમાં અનેક વાર બોલી ચૂક્યો છું.

    બોલવાથી વધુ મહત્ત્વનું છે સાં

    કેટલાક માણસોને રૂબરૂ મળીએ અથવા ફોન પર વાતો કરીએ ત્યારે આપણો બોલવાનો વારો જ ન આવે! આપણે શા કામે એમને મળ્યા તે પણ ભૂલી જઈએ એટલું એ જ બોલે ને વળી વાતને વિરામ આપે ત્યારે એમ કહે કે અરે, તમે તો બહુ વાતો કરી, મારે તો કેટલા બધા કામ છે...!

    હમ સાથ સાથ હૈઃ મજબૂત સંગાથનો વ

    અમદાવાદનું વિશ્વવિખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. 3 જૂન 2025ની રાતનો સમય. સવા લાખ પ્રેક્ષકોના દિલ થંભી જાય એવી રોલર કોસ્ટરરૂપી ક્રિકેટમેચ દર્શકો માણી રહ્યા છે. IPLની ફાઇનલ છે, પંજાબ કિંગ્સ અને આરસીબીનો મુકાબલો છે. આખરે છ રને RCBમેચ જીતે છે, એ સમયે જીતના દ્રશ્યો મેદાન પર જોવા મળે છે, પરંતુ છેલ્લી ઓવરના તમામ બોલ સમયે કેમેરામેન RCB ના ખેલાડી વિરાટ કોહલીના ચહેરાના હાવ-ભાવ કેમેરામાં ઝીલ્યા કરે છે, જેમ જેમ જીત નજીક આવતી જાય છે તેમ તેમજ વિરાટની ધારદાર આંખોમાં ભીનાશ ભળતી જાય છે અને જીત પછી એ પોતાના સ્થાને જ અત્યંત ભાવુક થઈને માથું ઝુકાવી દે છે, રડી પડે છે. સાથીઓ આવે છે, વિરાટને ઊભો કરે છે, જીતનો આનંદ પરસ્પર ગળે મળીને મનાવે છે.

    સાંસ્કૃતિક ઓળખનું સંરક્ષણ કર

    ‘છેલ્લા દાયકામાં ગુજરાતમાં કલા દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે તે શ્રી રમણિકભાઈ ઝાપડિયાની અથાક મહેનત અને દૂરંદેશીતાને કારણ છે.’ આ શબ્દો લખ્યા છે વલ્લભ વિદ્યાનગરસ્થિત મારા વર્ષોજૂના સ્વજન કલાના ઉપાસક શ્રી કનુભાઈ પટેલે. કલાતીર્થ ટ્રસ્ટ-સુરતના શ્રી રમણિકભાઈ ઝાપડિયા ‘કલાની સમજ આપી શકે એવાં માધ્યમો વર્તમાન સમયમાં ખૂબ જ ઓછાં છે, આવી સમજ દ્રઢ થતાં મેં કલાનું કલાવિષયક ઉત્તમ સાહિત્ય લોકો સુધી વ્યાપક પ્રમાણમાં પહોંચે એવી પ્રવૃત્તિનાં શ્રી ગણેશ કર્યાં.’ આ પ્રવૃત્તિ એટલે કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા કરાતી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ. પછી તો આ પ્રવૃત્તિમાં દાતાઓ-શ્રેષ્ઠીઓ-સરસ્વતી આરાધકો સહયોગી બનતા ગયા અને કલાના ક્ષેત્રે એક મેઘધનુષી વાતાવરણ સર્જાયું.

    ગુરુકૃપાનો અનુભવ અલગ અલગ વ્યક્તિનો અલગ અલગ હોય છે, એક જ વ્યક્તિની નિષ્ઠા ગુરચરણે હોય ત્યારે એ એક જ શિષ્યને પણ સમયે સમયે જુદી જુદી અનુભૂતિ હોઈ શકે. કોઈને આધ્યાત્મિક જ્ઞાન મળે, કોઈની સમજણ વિકસે, કોઈની આત્મજાગૃતિ વધે, કોઈને શાંતિ મળે, કોઈનું મન સ્થિર થાય, કોઈને હાસ્યની તો કોઈને અશ્રુની અનુભૂતિ થાય.

    પરોપકારમાં સમાયો છે સૌથી મોટો...

    ગોસ્વામી તુલસીદાસજીએ શ્રી રામચરિતમાનસમાં એક પંક્તિ લખી છેઃ પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ... અર્થાત્ બીજાની મદદ કરવી, બીજાની ભલાઈ માટે કાર્ય કરવું એ સૌથી મોટો ધર્મ છે.

    દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહ...

    વાતાવરણમાં ગુંજે છે ઓમ નમઃ શિવાયનો નાદ. તમામ દેવી-દેવતાઓમાં ભગવાન શિવ છે મહાદેવ, દેવાધિદેવ. અજન્મા છે શિવ, પૃથ્વી પર કાંઈ ન હતું ત્યારે પણ હતા ને કાંઈ નહીં હોય ત્યારે પણ હશે... નવગ્રહ પર શિવનું વર્ચસ્વ છે અને કોઈપણ ભક્ત સહજપણે એમનું થોડુંક સ્મરણ કરે, પૂજા કરે તો તુરંત પ્રસન્ન થાય છે, એટલે જ ભોળાના ભગવાન કહેવાય છે.

    ભારત-ઈંગ્લેન્ડ મેચઃ જીતનો રોમ

    ‘અમે ઓવલ ટેસ્ટ જીતીશું એવો ભરોસો હતો’ - શુભમન ગીલ... ‘મારી ટીમ પર ગર્વ અનુભવું છું.’ - બેનસ્ટોક્સ... ‘મેં ખુદને વચન આપ્યું હતું કે હું આજે બાજી પલ્ટી નાખીશ, મારા દેશ માટે જીતીશ.’ - મોહમ્મદ સિરાજ... આ શબ્દો ઈંગ્લેન્ડ-ભારત વચ્ચેની ટેસ્ટ શ્રેણી પુરી થયા પછી ખેલાડીઓએ કહ્યા છે અને એમાં ક્રિકેટની રમતનો, દેશ માટેના ગર્વનો ધ્વનિ પ્રતિબિંબિત થાય છે.