અતીતથી આજ

No

Block: Site: Subtree Block

    દારૂબંધીનો દંભ ચીરવાના ગુજરા

    • પૂર્વ મુખ્ય પ્રધાન વાઘેલા દારૂ નહીં પીતા હોવા છતાં દારૂબંધી હટાવોના નારા સાથે મેદાનમાં કૂદી પડ્યા • ગાંધીવાદીઓ પણ મૂકપ્રેક્ષક બનીને બધા ખેલ નિહાળ્યા કરે છે અને પોતાનાં હિત જાળવવામાં રમમાણ • ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં તિજોરી પર રૂપિયા ૩.૭૨ લાખ કરોડનું દેવું ઝળૂંબે છે ત્યારે બાપુનો ઈલાજ • ભાજપની સરકારો છે એ તમામ રાજ્યોમાં દારૂની છૂટ છે એટલે સત્તાપક્ષ પોતાની નીતિ નિર્ધારિત કરે

    ડિપ્લોમસીના રાજકીય ઉપયોગનું

    • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણી જીતવા માટે ચીનને શિરે કોરોનાસંકટના દોષનો ટોપલો ઢોળવા ઉધામા • ભારત ફરતે બધા જ દેશો ચીની પ્રભાવમાં હોવા છતાં વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે બેલેન્સ કરવાના પ્રયત્ન • ડ્રેગનના ખડપામાં ઘૂસેલા નેપાળના સરહદના અટકચાળા બંધારણ બદલવાની બહુમતીના અભાવે જ સ્થગિત • વિશ્વ સંકટ ટાણે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)માંથી ફારેગ થવાનો અપરિપક્વ અમેરિકી નિર્ણય

    રાજ્યસભામાં બહુમતી કરવાની કવ

    ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડતી બેઠકો કબજે કરવાની કવાયતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે પ્રકારે કવાયત ચાલી રહી છે એ લોકશાહી મૂલ્યોને લૂણો લગાડી રહી છે. ભાજપની નેતાગીરી કોંગ્રેસમાંથી હિજરતને પોતાના પક્ષ સાથે સંબંધ નહીં હોવાનું કહીને કાને હાથ દે છે.

    ચીની ખીલાના જોરે નેપાળનું હૂક

    કોરોનાનું સંકટ હજુ ટળ્યું નથી અને હિંદુરાષ્ટ્રમાંથી સેક્યુલર વાઘા ચડાવીને ચીનની સોડમાં ઘૂસેલું નેપાળ હવે બેપાંદડે થવા માંડ્યું છે: એણે બંધારણમાં સુધારો કરીને ભારતના ઉત્તરાખંડ રાજ્યમાં આવતા ત્રણ ભારતીય પ્રદેશ કાલાપાની, લિપુલેક અને લિમ્પિયાધુરાને પોતાના પ્રદેશ તરીકે નેપાળના નકશામાં સામેલ કરી દીધા છે. એ વિસરી જાય છે કે પરોપજીવીની જીવાદોરી લાંબી નથી હોતી અને જેટલા દિવસ એ ટકે ત્યાં લગી એણે એના સૂત્રધાર (ચીન)ના ઈશારે જ નર્તન કરવું પડે છે.

    રાજ્યસભાની ચૂંટણીમાં આશાનાં

    ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષપલટા કે સામેવાળા પક્ષના ધારાસભ્યોનાં રાજીનામાંના વરવા દોર છતાં આશાનું કિરણ એ છે કે હજુ પણ મોટાભાગની બેઠકોની ચૂંટણી બિનહરીફ થાય છે. માર્ચ ૨૦૨૦માં થયેલી અને કોરોના પ્રકોપને કારણે મોકૂફ રહેલી જૂન ૨૦૨૦માં થયેલી રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થયા ભણી બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે.

    રાજસ્થાન હાઇકોર્ટ સંકુલમાં મ

    અમેરિકામાં આજકાલ પ્રતિમાઓ તોડો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે એના પ્રત્યાઘાત ગુજરાતના નવસર્જન ટ્રસ્ટના અગ્રણી માર્ટિન મેકવાનના નેતૃત્વમાં રાજસ્થાન લગી પડી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટના પ્રાંગણમાં ૧૯૮૯થી સ્થાપિત “ભગવાન મનુ”ની પ્રતિમાને દૂર કરવા રાજ્યમાં કોંગ્રેસ સરકાર હોવાથી તેમણે કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. ભારતીય બંધારણ અને દલિતોના અપમાન સમાન ગણાવાતી આ પ્રતિમાને દૂર કરવાનો આગ્રહ કરાયો છે. મામલો ખૂબ સંવેદનશીલ છે.

    દલાઈ લામા અને તિબેટ કાર્ડથી દિ...

    લદ્દાખ સરહદે હાલ પૂરતું બંને બાજુનું લશ્કર પાછું હટ્યું હોવાને કારણે ભારત-ચીન સંબંધોમાં તંગદિલી ઘટ્યાનું અનુભવાય છે, પણ ૧૯૬૨ના ચીની આક્રમણના અનુભવને જોતાં બીજિંગની આંખમાં રમતાં સાપોલિયાંને પીછાણવાનું મુશ્કેલ છે. એ વેળા પણ ચીને પોતાના લશ્કરને સરહદેથી પાછું ખેંચી લીધું એના ૯૭ દિવસ બાદ ભારત પર આક્રમણ કર્યું હતું. ચીન સામાન્ય રીતે ભરોસાપાત્ર લેખાતું નથી, તેમ છતાં પાડોશી દેશ હોવાને કારણે એની સાથે સંબંધ સારા રાખવાની ભારતના તમામ પક્ષોની સરકારની મહેચ્છા છતાં એ વાંકું જ ચાલતું રહ્યું છે.

    ચરોતરની વીરાંગના કમળાબહેન પટ

    ભારતના ભાગલા ટાણે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની પણ લૂંટ ચાલી: આવી અભાગી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે લાહોરમાં રહીને ભગીરથ કામ કરનાર સોજિત્રાના પટેલ પરિવારની યુવતીનો મૂક સેવાયજ્ઞ

    રાજકીય ફોન-ટેપિંગ પરાપૂર્વથી,...

    રાજસ્થાનમાં તાજા રાજકીય ઉહાપોહ વચ્ચે ધારાસભ્યોની ખરીદીના કથિત સોદાઓનું ફોન ટેપિંગ બહાર આવ્યું અને એમાં કેન્દ્રના એક પ્રધાનનો અવાજ ચર્ચામાં આવ્યો કે મામલો ઓર બીચક્યો. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ કનેથી અહેવાલ મંગાવ્યો કે આવા ફોન ટેપ કરવાનું નિયમાનુસાર થયું છે કે કેમ? કાગડો કોયલને ઠગે એવો તાલ અહીં જોવા મળે છે.