ચરોતરની વીરાંગના કમળાબહેન પટેલ દેખાવે લાગે સાવ છોકરડી પણ મનનાં મજબૂત. ભારતના ભાગલાના એ માહોલમાં ભારત અને પાકિસ્તાનના ફાળે આવેલા પંજાબના બંને બાજુના પ્રદેશમાં કત્લેઆમ, અપહરણ અને ખૂનામરકી ચાલી રહી હતી ત્યારે ૩૦ નવેમ્બર ૧૯૪૭ના રોજ કમળાબહેન અમદાવાદથી નીકળી દિલ્હી પહોંચે છે. મૃદુલાબહેન સારાભાઈનો સંદેશ હતો એટલે દિલ્હી કોન્સ્ટિટ્યૂશન હાઉસ પહોંચવાનું હતું. એમને ખબર નથી કે ત્યાંથી ક્યાં જવાનું છે અને ક્યાં જઈને રહેવાનું છે. ભવિષ્યનાં જોખમો વિશે પણ કલ્પના નથી.
અતીતથી આજ
Block: Site: Subtree Block
વાયવ્ય પ્રાંતના બન્નુ શહેરમાં જાન્યુઆરી ૧૯૪૮ લગી રહેતા હિંદુ પઠાણ પરિવારો માટે ખાસ ટ્રેનની સગવડ થઇ અને બાલ-બચ્ચાં સાથે ૧૫૦૦ જેટલાં માણસો, એમના રક્ષણ માટે ૬૦ ભારતીય સૈનિક વળાવિયા સાથે, લાહોર આવવા નીકળ્યાં. કાશ્મીર લડાઈ ચાલુ હતી એટલે રાવલપિંડી, ગુજરાત અને જેલમ જિલ્લા ભારતીય ડિપ્લોમેટિક સ્ટાફ માટે બંધ હતા. એટલે એ ગાડી વાયા સરગોદા લાવવાનું નક્કી થયેલું અને એ લાહોર પહોંચે એટલે ઉતારુઓને ટ્રક મારફત અમૃતસર પહોંચાડવાની વ્યવસ્થા ડેપ્યુટી હાઈ કમિશનની ઓફિસે કરી રાખેલી હતી.
“ટ્રકમાંથી સ્ત્રી-બાળકોના સ્વરૂપમાં માનવ કંકાલોને ઊતરતાં જોતાં મારું સમસ્ત શરીર ધ્રૂજી ઊઠયું અને પાસે પડેલી એક પાટલી પર હું બેસી ગઈ. એક પછી એક ટ્રકો આવતી ગઈ અને એવાં જ હાડપિંજરો ઊતરતાં ગયાં. શરીર પર ચાંદાં, ગંધ મારતાં કપડાં, માથામાં કેટલીયે જુઓ. છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડિયાં ખાતી ઊતરી. એના હાથમાં છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું.”
કાશ્મીરમાં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે લડાઈ ચાલતી હોય અને એનાથી ત્રણ જ માઈલના અંતરે આવેલા ભારતીયો માટેના પ્રતિબંધિત વિસ્તાર સિયાલકોટમાં કમળાબહેન પટેલ કોઈ પાકિસ્તાની પોલીસ અધિકારી સાથે જરાય ગભરાયા વિના પોતાના સ્ત્રીઓને પુનઃ પ્રાપ્ત કરવાના મિશન પર જાય ત્યારે ખરી ચરોતરી વીરાંગનાનાં દર્શન એમનામાં થાય એ સ્વાભાવિક છે.
કોણ કમળાબહેન શંકરલાલ પટેલ? કોઈ પૂછે તો શક્ય છે કે આજે તો ચરોતરમાં જ નહીં, પણ એમના વતન સોજિત્રામાં કે સાસરી નડિયાદમાં કે પછી મહાત્મા ગાંધીના જે ગાંધી આશ્રમમાં એ પિતા શંકરલાલની સાથે રાષ્ટ્રપિતાની છાયામાં સંસ્કારિત થયાં ત્યાં પણ કોઈ જાણતું હોવાની શક્યતા નથી.
સંઘનિષ્ઠ ભાજપની સરકાર સંઘનિષ્ઠોની નિમણૂકો ના કરે તો શું કમ્યુનિસ્ટો અને સમાજવાદીઓને માથે બેસાડે?
• અખિલેશ યાદવ શ્રીકૃષ્ણની ભવ્ય પ્રતિમા અને લખનઉમાં ૧૦૮ ફીટ ઊંચી પરશુરામની મૂર્તિ સ્થાપિત કરવા મેદાને • ક્યારેક બ્રાહ્મણોને જૂતાં મારવાની હાકલ કરનારાં માયાવતી હવે પ્રદેશની ૯ % બ્રાહ્મણ વોટબેંકને મનાવવા મેદાને • માયાવતી તો ક્યારેક ભાજપના ટેકે તો ક્યારેક સમાજવાદી પાર્ટીના ટેકે અને છેલ્લે આપબળે મુખ્ય પ્રધાન થયાં હતાં • પરશુરામને વરદાન હતું કે જ્યાં તેમનું પરશુ (ફરશી) સમુદ્રમાં પડશે ત્યાં સમુદ્રનું જળ સૂકાઈ પૃથ્વી (કેરળ) બનશે
• કૃષિ મંત્રાલયના સલાહકાર પી.સી. બોધની ચિંતાજનક ભવિષ્યવાણી સાચી પડતી લાગે છે • વર્ષ ૧૯૯૫થી દેશમાં ચાર લાખ ખેડૂતોએ વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનું પસંદ કર્યું • ભારત સરકારે જાહેર કરેલા રાજ્યવાર તાજા આંકડાઓ સર્વપક્ષી સરકારો માટે શરમજનક • સપ્ટેમ્બર ૨૦૨૦માં જાહેર થયું કે છેલ્લાં ત્રણ વર્ષમાં દર વર્ષે ૧,૩૦,૦૦૦ આત્મહત્યા થઈ!
• કેન્દ્ર અને રાજ્ય સરકારોના ટોચના અધિકારીઓમાં પ્રત્યેક અનામત સમાજની ટકાવારી મુજબ હોદ્દાઓ મળ્યા નથી • “આર્થિક રીતે નબળા પ્રવર્ગને” બંધારણના અનુચ્છેદ ૧૫(૪) અને ૧૬ (૬) અન્વયે ૧૦ ટકા અનામતનો લાભ અપાયો • આંધ્ર પ્રદેશ, તેલંગણ અને તમિળનાડુમાં મુસ્લિમ અનામત આજે ય અસ્તિત્વમાં અને અદાલતોએ બંધારણીય લેખી • સમૃદ્ધોને જ અનામતની લહાણી કરવાની હોય ત્યારે પ્રજાના ભોળપણનો લાભ તમામ રાજકીય પક્ષો લેતા જ રહે છે
• પાંચમી જૂનના ત્રણ કેન્દ્રીય અધ્યાદેશો સામે પંજાબના મુખ્ય પ્રધાનનો વડા પ્રધાન સમક્ષ વિરોધ • વિધાનસભા અને લોકસભામાં અલગ અલગ ભૂમિકાવાળા અકાલી દળને પાછળથી જ્ઞાન લાધ્યું • ખેડૂતો આંદોલનને રાષ્ટ્રવ્યાપી બનાવવાનાં એલાનો છતાં કિસાન સંઘ ઝાઝો સક્રિય જણાતો નથી • ખેડૂતોને ખુલ્લા બજાર અને મોટાં ઉદ્યોગ ગૃહોના ઓશિયાળા બનાવવાને બદલે સમગ્રપણે વિચારાય
