તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    ક્રિકેટ મેચ, અનામત આંદોલન અને

    રાજકોટના ક્રિકેટ મેચને પાટીદાર વિરુદ્ધ સરકારમાં ફેરવવાનો ખેલ ચાલ્યો નહીં. આમેય ૨૬ ઓગસ્ટ પછીના પાટીદાર અનામત આંદોલનમાં કોઈ સાતત્ય રહ્યું નથી, હાર્દિકમાં શરૂઆતમાં આંદોલનના જાં-બાઝ નેતા થવાની કેટલાકને આશા-અપેક્ષા હતી. પણ ભારતનાં સાર્વજનિક જીવનની કડવી વાસ્તવિકતા એ છે કે તેનાં તમામ આંદોલનના નેતાઓ મીડિયોકર માનસિકતા છોડી શકતા નથી, સંઘર્ષશીલ ઊંચાઈ સુધી પહોંચી શકતા નથી.

    ‘વાંચે સરદાર’ઃ પણ કેવા-કોણે દર...

    વર્તમાન ગુજરાત અને ભારત (તેમ જ વિદેશો)ને સમજવા માટે ઉત્તમ પુસ્તકો જાણવા-વાંચવા વર્ગમાં ઉત્સુક વિદ્યાર્થીઓએ આવી યાદી (અને તેની વિગતો) માગી ત્યારે મને જ સવાલ થયો કે ખરેખર, આ નવી પેઢીએ શું વાંચવું જોઈએ?

    આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.

    નરેન્દ્રભાઈ, બ્રિટન યાત્રામા

    આજે તો એક જ ‘ઇતિહાસબોધ’નું સ્મરણ – જ્યારે તમે લંડનની ભૂમિ પર લોકશાહી દેશના વડા પ્રધાન અને સરકારની સાથે અત્યંત મહત્ત્વની મંત્રણા કરવાના છો ત્યારે - થવું મારા માટે સહજ છે એ તો તમે ય જાણો છો.

    ગુજરાતઃ ચૂંટણી સ્થાનિક સ્વરા

    ગુજરાતમાં જિલ્લા પંચાયતો - તાલુકા પંચાયતો - નગરપાલિકાઓ અને નગર નિગમો (કોર્પોરેશન)ની ચૂંટણીનો માહોલ છે. અદાલતના ચુકાદાને લીધે દીપોત્સવીના દિવસોમાં જ તેની વ્યવસ્થા ચૂંટણી પંચે કરવાની આવી. કર્મચારીઓ - અને પક્ષોના કાર્યકર્તાઓ - જરાક નાસીપાસ થયા કેમ કે આ દિવસો જ તેમને માટે સહેલ કરવાના હતા!

    ‘લંડનમાં ગાંધી’ પણ રસપ્રદ વિષય છે. હવે તેમાં પાર્લામેન્ટ ચોક પર ગાંધીપ્રતિમાનો વિષય ઉમેરાયો છે. ગુજરાતી દૈનિક ‘દિવ્ય ભાસ્કર’ની કોલમમાં આ વિશે લખ્યું તો તેની પ્રતિક્રિયાઓનો જુમલો ખડકાયો તેના પરથી લાગ્યું કે ગાંધી હજુ એવાને એવા ‘જીવંત’ છે. પોરબંદરના કીર્તિ મંદિર કે રાજકોટના ‘કબા ગાંધીના ડેલા’ અને સાબરમતીના ‘સત્યાગ્રહાશ્રમ’ની બહાર તેનો પડછાયો શાતા આપે છે. ગાંધીની તરફેણ અને વિરોધ - બન્ને એકવીસમી સદીમાં યથાવત્ રહ્યાં છે.

    વડા પ્રધાનના બ્રિટન પ્રવાસનો

    ગુજરાતની સાથે કાયમના તાણાવાણાથી જોડાયેલા સી. બી. પટેલ વડા પ્રધાને લંડનમાં જ કહ્યું તેમ તેમના ‘મિત્ર’ સાબિત થયા તે જ રીતે લંડન-અમદાવાદની સીધી ફ્લાઇટ માટે બ્રિટિશ-ગુજરાતીઓના યે ‘હિતેચ્છુ મિત્ર’ પ્રમાણિત થયા છે. એક અખબાર પ્રકાશિત કરવું કે કોઈ વ્યવસાયમાં સિદ્ધિ હાંસલ કરવી એ મહત્ત્વનું છે, તેની સાથે જ જો સમાજ-જીવનના પ્રશ્નોના ઉકેલ માટે લગાતાર ‘ઝુંબેશ’ ચલાવવાનું વલણ પણ ઉમેરાય તો તે સોનામાં સુગંધ ભળવા જેવું ગણાય!

    ચૂંટણી ચકરાવો પૂરો થયો, હવે બી

    જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ગુજરાતી મતદારોએ જે સંતુલન જાળવ્યું તે ‘પોતાના પ્રશ્નોના ત્વરિત ઉકેલ શોધવા માટેનું સંતુલન’ છે! કેટલીક જિલ્લા-તાલુકા પંચાયતો કોંગ્રેસે સર કરી અને મહાનગર નિગમો (મ્યુનિસિપલ કોર્પોરેશન)માં ભાજપે પોતાની સત્તાને જાળવી રાખી તે બન્ને બાબતો સૂચક છે.

    ઇસુ વર્ષ ૨૦૧૫ના આ વિદાય-દિવસો છે. નાતાલની રાતે ગુજરાતનિવાસી ઇસાઇઓ મીણબત્તીના અજવાળે પ્રાર્થના કરશે અને ૨૦૧૬નાં નૂતન વર્ષને રંગેચંગે ઊજવશે. ઉજવણીની બાબતમાં ગુજરાતીઓ શૂરાપૂરા છે. કોઈ પણ તહેવારને તે ધમાકેદાર રીતે ઊજવે છે!

    ઉત્તરાયણનો પતંગ આકાશમાં ઊડે ત્યાં સુધીમાં અટકળ એવી છે કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એક નેતાની વરણી થઈ જશે. ભાજપ અને તેના પૂર્વવર્તી પ્રમુખોની પસંદગી એક રસપ્રદ રાજકીય તવારીખનો વિષય છે.