તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    નાણાવટી પંચઃ સમજવા જેવી ભલામણ

    નાણાવટી તપાસ પંચના બે ન્યાયમૂર્તિઓ હતાઃ જી. ટી. નાણાવટી અને અક્ષય મહેતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસની એસ-૬ બોગીને સળગાવી મૂકવામાં આવી તેની તપાસ સાથે જ ગોધરા-હત્યાકાંડ પછીની ઘટનાઓની તપાસ પણ આપોઆપ આવી જતી હતી.

    જ્યાં ગુજરાત કોંગ્રેસના બીજ ર

    દાહોદ જવું એ અલગ અનુભવ છે. ઈસુ વર્ષ ૨૦૨૦ના પ્રારંભે આ ગામની ઝલક નિહાળી. દધિમનીનું વહાલું બાળક અને તેના નવેસરના શાસકીય જિલ્લાને તો માંડ અઢાર-વીસ વર્ષ થયાં પણ સમયના જટાજૂંટ દેવતાએ તો તેની ખમીર અને ખુમારીને હજારો વર્ષથી જાળવી રાખ્યા છે.

    ગાંધી, ગુજરાત, ગોડસે, જામિયા મિ

    ‘ગાંધી ચીંધ્યા માર્ગે...’ વાક્ય બજારમાં સૌથી સસ્તું મળે છે આજકાલ. હમણાં અમદાવાદમાં એક શાંતિયાત્રામાં ‘ગાંધી-ગાંધી’ થયું. અરે, હિંસાખોર જામિયા મિલિયાના બે વિદ્યાર્થી નેતાઓને પણ ‘ગાંધી-નેહરુ-બંધારણ’ની દુહાઈ આપવા આમંત્રિત કરાયા હતા. નાગરિક્તા સંશોધન સહિતના પ્રશ્નો પર ગુજરાતમાં એક ‘એલાયન્સ’ ઊભું કરવામાં આવ્યું છે. વહેતી ગંગામાં કોણ હાથ ના ઝબોળે?

    ભારતીય બંધારણની અંદર અને બહાર....

    આજકાલ સંવિધાનની ચર્ચા નહીં, શોરબકોર વધુ ચાલે છે. જેમની ઈચ્છા જ ભાગલા પાડવાની, અસમ-કશ્મીરને અલગ કરવાની, પોતાના બાપદાદા અહીં રાજ કરતા હતા એવી નાદાન કેફિયત કરવાની, જેમણે ગાંધી-સુભાષ-સરદારની ખિલાફ ઝંડા ઊઠાવ્યા હતા તેવા વામપંથીઓની હિકમતને વધારવાની છે, તેઓ જ્યાં હોય ત્યાં - મીડિયામાં, શાહીન બાગમાં, જેએનયુ અને જાદવપુર યુનિવર્સિટીઓમાં, કોલકાતાના ‘રાઈટર્સ બિલ્ડિંગ’માં - વાત તો ‘સંવિધાનને બચાવવાની’ જ કરે છે, પણ લક્ષ્ય કંઈક જૂદું જ છેઃ કહીં પે નિગાહેં, કહીં પે નિશાના!

    મે મહિનાની શરૂઆતમાં જ ‘ગુજરાતનો જય!’ અને ‘સમર્થ સરદાર’ની સ્મૃતિનો એકસાથે યોગાનુયોગ થઈ ગયો, તે પણ ગાંધીનગર-અમદાવાદથી દૂ...ર, આપણા વનવાસી મુલકમાં!

    એક ઐતિહાસિક ભાષણ સરદારનું........

    આ સરદાર સાહેબનું ૧૩ નવેમ્બર, ૧૯૪૭નું ભાષણ છે સ્થળ બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ. જૂનાગઢ નવાબે કોઈનાથી દોરવાઈને ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત કરી ત્યાર પછી આરઝી હકુમત અને દેશી રજવાડાંઓએ મુક્તિ ચળવળ શરૂ કરી અને ૧૫ ઓગસ્ટને બદલે ઓક્ટોબર-નવેમ્બરમાં આ પ્રદેશ સ્વતંત્ર થઈને ભારતમાં ભળ્યો. તે પછી સરદાર અહીં આવ્યા, જાહેરમાં લોકમત માંગ્યો અને બોલ્યા. ત્યારબાદ સોમનાથના ભગ્ન ખંડિયેરના દર્શને ગયા, જિર્ણોદ્ધારનો સંકલ્પ લીધો. અહીં તે પ્રવચનના કેટલાક દસ્તાવેજી મૂલ્ય ધરાવતા અંશ છેઃ
    ‘મારા ભાવભીના સ્વાગત માટે હું તમારો આભાર માનું છું. આ કાંઈ ભાષણ આપવાનો પ્રસંગ નથી, પરંતુ તમારા પ્રેમ આગળ હું લાચાર છું. જૂનાગઢના કોયડાનો ઉકેલ કરવા માટે હું ખાસ અહીં આવ્યો છું. આ કોયડામાં શી મુશ્કેલીઓ રહેલી છે અને તેના ઉકેલમાં કેવો સહકાર મળે છે તે પણ હું જાણવા માંગું છું. પહેલાં તો તમને જૂનાગઢની પ્રજાને જરાય રક્તપાત વિના વિજય મેળવવા માટે હું અભિનંદન આપું છું અને સાથે સાથે કાઠિયાવાડમાં ઊતરેલા હિંદી સેનાના નાયક બ્રિગેડિયર ગુરુદયાલ સિંહને અને અનુકરણીય શિસ્ત અને કર્તવ્યપરાયણતા દાખવનાર આ સેનાને પણ હું મારા ધન્યવાદ આપું છું.’

    આપણી છે આ સરહદો!...

    ‘વંદે માતરમ્’નાં રાષ્ટ્રગાન સાથે ભારતમાતાનું જ ચિત્ર દૃષ્ટિ સામે આવે એ તો શસ્ય શ્યામલા, સુજલા સુફલા અખંડ રાષ્ટ્રનું છેઃ કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ લગી અથવા તો કહો કે ‘આસેતુ હિમાચલ’નું દર્શન તેમાં આવી જાય!

    સવાલ રસપ્રદ હતો. ગુજરાતમાં પહેલો મોટો સત્યાગ્રહ ક્યાં થયો હતો? સુરતના વેપારીઓનો અસહકાર? ગાંધીજીની દાંડીકૂચ? અસહકારના ૧૯૨૦ના આંદોલનો? મીઠાના સત્યાગ્રહની સાથે જ ધંધૂકાથી ધરાસણા સુધીના સત્યાગ્રહો? સૌરાષ્ટ્રમાં પણ સરધાર, ખાખરેચી, લીંબડી, રાજકોટ જેવા કંઈકેટલા સત્યાગ્રહો થયા હતા.

    ટ્રમ્પ મહારાજને ગુજરાત ગમ્યુ

    ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા અને ગયા. પાછળ વાવાઝોડું મૂકી ન જાય તો ટ્રમ્પ વળી શાના? ભારત અને વડા પ્રધાન સાથે તેમણે જે ઉષ્માભેર હાથ મેળવીને જગતના સામ્યવાદી, ઇસ્લામિક અને વિકસિત દેશોને ઝંડી ફરકાવી દીધી કે અમે બે મોટા લોકશાહી દેશો છીએ, મિત્રો છીએ અને રહેવાના છીએ. પાકિસ્તીન, ચીન નારાજ છે કે ભારત મુલાકાત પહેલાં જ શસ્ત્રોની ખરીદીને મહોર મારી દેવામાં આવી. મોદી તો કહે છે ધીરજ રાખો. હજુ બીજું ઘણું થશે.

    જેએનયુમાં ‘સ્વાતંત્ર્યલક્ષ્

    શું કોઈ એક ગીતથી યુવા વિદ્યાર્થીઓની આંખોમાં તેજ-લકીર દેખાઈ શકે? શું તેઓ ભારે ઉત્સુક્તાથી કહે કે અમને આ ગીતનો, તેના કવિનો અને સ્વતંત્રતા માટેના અણનમ યુદ્ધનો ઈતિહાસ કહો... વીતેલા સપ્તાહે આવો પ્રસંગ સર્જાયો તે છેક નવી દિલ્હીની જેએનયુ અર્થાત્ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં! હા, વિનાયકરાવ સાવરકરની ૨૬ ફેબ્રુઆરીની જન્મજયંતીને પુણ્યસ્મરણમાં બદલવા માટે જેએનયુના વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા!