કાશ્મીરી ભારતીય મૂળની સફળ બ્રિટિશ બિઝનેસવુમન સેરેના રીસને આકર્ષક દેખાતી બાબતો ઘણી ગમે છે પરંતુ તે ખુદ મહાન ગાયિકા નથી. સેરેના રીસ એજન્ટ પ્રોવોક્ટરના સહ-સ્થાપક તરીકે વધુ જાણીતી છે. એજન્ટ પ્રોવોક્ટર પર્ફ્યુમ્સ, પગરખાં તેમજ અંડરવેર્સના વેચાણ સાથે સંકળાયેલા લોન્જરી બિઝનેસમાં છે.
વિવિધા
Block: Site: Subtree Block
અમદાવાદઃ યુકેસ્થિત પ્રતિષ્ઠિત સાપ્તાહિક અખબારો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમ જ ‘સંપદ’ (સાઉથ એશિયન આર્ટ્સ ઓર્ગેનિઝેશન)ના સહકારમાં ‘ઈન્સ્પાયર્ડ બાય ગાંધી’ વિષય પર ઓનલાઈન નિબંધ લેખનસ્પર્ધા લોન્ચ કરવાનો નાનો સરખો કાર્યક્રમ નવ જાન્યુઆરીએ યોજાયો છે. ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે સવારે ૯.૦૦ કલાકે કાર્યક્રમનો આરંભ કરાશે. મહાત્મા ગાંધીના ભારત પરત ફરવાના ૧૦૦ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આ નિબંધસ્પર્ધા લોન્ચ કરીને આ સંસ્થાઓ ગાંધીજીને નમ્ર અંજલિ અર્પવાનો પ્રયાસ કરી રહી છે. ‘સંપદ’ સંસ્થા ઘણાં વર્ષોથી યુકે અને વિદેશમાં સક્રિય છે. સુશ્રી પિઆલી રે OBE સંસ્થાના ડિરેક્ટર છે. સંપદ દ્વારા લંડનમાં ભારતીય હાઈ કમિશનના સહયોગમાં ૨૦૧૪માં ‘રાઈટિંગ્સ ઓફ ધ ટાગોર’ વિષય પર આવી જ સ્પર્ધા યોજાઈ હતી.
હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન કરવામાં અનેક લોકોનો ફાળો હતો પરંતુ તેને મૂર્તિમંત સ્વરૂપ સુરૈયા તૈયબજીએ આપ્યું હતું. સુરૈયા તૈયબજીનાં પતિ બદરુદ્દીન ફૈઝ તૈયબજી ૧૯૪૭માં PMO- વડા પ્રધાન કાર્યાલયમાં ICS ઓફિસર હતાં.
હિંદુઓમાં ખૂબ પવિત્ર ગણાતી ગાય એટલે કે ગૌમાતાના રક્ષણ માટે યુકેના બેનબરીની યશવી કાલિયાએ બીડું ઝડપ્યું છે. તેમણે પોતાના અભિયાનની શરૂઆત એક પિટિશન દ્વારા કરી છે. હિંદુઓ ગાયને ખૂબ પવિત્ર માને છે અને ધર્મગ્રંથો પ્રમાણે તેને દિવ્ય સ્ત્રી અને માતા ગણવામાં આવે છે. તેના દૂધમાંથી બનતા પદાર્થો પણ પવિત્ર મનાય છે. દૂધ, દહીં, ઘી અને માખણનો ઉપયોગ લગભગ દરેક હિંદુ પૂજા અને વિધિમાં થાય છે. શિવલિંગો પર હજારો ગેલન દૂધ ચડાવવામાં આવે છે અને હવનમાં તેમજ આપણે જે પ્રસાદ આરોગીએ છીએ તેના માટે વિવિધ સ્વરૂપે દૂધનો ઉપયોગ થાય છે.
બિઝનેસના પ્રભુત્વ અને માનસિકતા સાથેના વિશ્વમાં નવા વર્ષના આરંભે જ બેસ્ટ-સેલિંગ લેખિકા સોનિયા ગોલાણીએ સતત પૂછાતા પ્રશ્ન ‘નાણા અને પ્રસિદ્ધિ મેળવ્યાં પછી શું નો ઉત્તર ‘What After Money and Fame: Conversations with India’s Rich, Famous and Powerful’ પુસ્તકમાં આપવા પ્રયાસ કર્યો છે. પ્રસ્થાપિત રીક્રૂટમેન્ટ ફર્મના માલિક ગોલાણીના પુસ્તકમાં ધનવાન, પ્રસિદ્ધ અને શક્તિશાળી સાઉથ એશિયન નામોની ભરમાર છે. વિશ્વના ધનાઢ્યોમાં ૪૦૫મું સ્થાન ધરાવતા અને ગોદરેજ ગ્રૂપના વડા અદિ ગોદરેજથી માંડી બોલિવૂડ અને હિન્દી સિનેમાની લોકપ્રિય ગાયિકા કવિતા સેઠ જેવાં પ્રખ્યાત કલાકારો સહિત નોંધપાત્ર વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોના અનુભવોને સ્થાન અપાયું છે. સોનિયા ગોલાણીએ ખણખોદ કરી આ લોકોનાં વિચારોની ચોકસાઈપૂર્ણ અભિવ્યક્તિમાં મદદ કરી છે.
લેસ્ટરઃ વસ્ત્રઉદ્યોગ સાથે સંકળાયેલા બિઝનેસમેન અને સ્વિથલેન્ડ લેન, રોથલીના ૫૧ વર્ષીય રહેવાસી બુલવિન્દરસિંહ સાંધુએ કુલ £૫૦૦,૦૦૦ના વેટકૌભાંડની કબૂલાત કરી છે.
પોતાની સામેની ફરિયાદ પાછી ખેંચવા પ્રેમિકાને પત્રો લખી યાસીન કાનામિઆએ તેને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી હોવાની રજૂઆત લેસ્ટર ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. એપ્રિલ ૨૦૧૩ની આ ઘટનામાં સ્પિની હિલ્સના યાસીનને ૧૮ મહિનાની જેલની સજા કરાઈ હતી, જે બે વર્ષ સુધી મુલતવી રખાઈ છે. શારીરિક બીમાર અને માનસિક ત્રાસ અનુભવવા છતાં પૂર્વ પ્રેમિકાએ ૩૪ વર્ષના કાનામિઆની ધમકીઓ અંગે ફરિયાદ કરવાની હિંમત દર્શાવી હતી. બિઝનેસ મેનેજમેન્ટ સ્નાતક યાસીને હેરેસમેન્ટની ફરિયાદ પાછી ન ખેંચે તો પ્રેમિકાની સેક્સ્યુઅલ, અશ્લીલ ઈમેજીસ અને વિડીઓ ફેસબૂક પર મૂકવાની ધમકી પણ આપી હતી.
હેરોઃ બ્રેન્ટના વેશ્યાગૃહોમાં બંદૂકની અણીએ સંખ્યાબંધ લૂંટ ચલાવવાના ગુનાસર શેફર્ડ્સ બુશની ત્રણ વ્યક્તિને ગયા મહિને હેરો ક્રાઉન કોર્ટે દોષી ઠરાવી હતી.
બર્મિંગહામઃ વિન્સન ગ્રીન ખાતે ઓગસ્ટ ૨૦૧૧ના રમખાણોમાં જાન ગુમાવનાર હારૂન જહાનના પિતા તારિક જહાને ત્રણ મૃત્યુ અંગે જાહેર ઈન્ક્વાયરીની માગણી પોલીસ મિનિસ્ટર માઈક પેનિંગ સમક્ષ રાખી છે.
બર્મિંગહામઃ અર્ધબધિર પેન્શનર મહિલા સતિન્દર ખોલીને મોટા અવાજે સતત ભાંગડા મ્યુઝિક વગાડી પડોશીઓને ત્રાસ પહોંચાડવા અને પર્યાવરણ સુરક્ષા કાયદાના ભંગ બદલ £૪૦૦નો દંડ અને £૧,૭૪૭ કોર્ટખર્ચ અને £૪૦ વિક્ટિમ ચાર્જ ચુકવવા આદેશ કરાયો હતો.
