બર્મિંગહામઃ બેપરવા મોટરચાલક નસીબ ઈલાહીએ શેફિલ્ડ કાર અકસ્માતમાં ૧૪ વર્ષની તરુણી જસ્મીન ચાનને કચડી નાખી હતી. સ્કૂલગર્લ જસ્મીને આ અકસ્માતમાં તેની મિત્રને ધક્કો મારી બચાવી લીધી હતી, પરંતુ તે ખુદ શિકાર બની ગઈ હતી.
વિવિધા
Block: Site: Subtree Block
લેસ્ટરઃ યુકેમાં રહેવાસ માટે છેતરપીંડીથી પાસપોર્ટ અને ડ્રાઈવિંગ લાયસન્સ મેળવનાર ૫૦ વર્ષીય કેલવિન્દરસિંહ બસરાને લેસ્ટર ક્રાઉન કોર્ટે બે મહિનાની જેલની સજા ફરમાવી છે.
બર્મિંગહામઃ ક્રિસમસના સમયમાં મીડો રોડ, હાર્બોર્નના ૫૦ વર્ષીય બલજિતસિંહની હત્યા કરવાનો આરોપ મૂકાયેલા ૩૨ વર્ષના સ્ટુઅર્ટ મિલરશિપની કિંગ્સવિનફોર્ડથી ધરપકડ કરાઈ હતી. તેની સામે છઠ્ઠી જુલાઈએ ટ્રાયલ ચલાવાશે, જે બે સપ્તાહ ચાલવા સંભવ છે.
ગુજરાતમાં સૌપ્રથમ જ્ઞાતિવિષયક માસિક તે પાટીદાર. ૧૯૨૧માં તેની સ્થાપના કરી નરસિંહકાકાએ. આમાં ડાહ્યાભાઈ પાટીદાર સમાજના કુરિવાજોથી સર્જાતી દુઃખદ ઘટનાઓની પ્રસંગકથા લખે. નરસિંહકાકાના મરણ પછી તેઓ પાટીદારના તંત્રી બન્યા.
બૌદ્ધ અને જૈન ધર્મના જીવંત આસ્થાસ્થળો સીતાજીની આ જન્મભૂમિ છે
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું ઋણ અને આદર વ્યક્ત કરવા સંગીતમય માતૃવંદના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. મધર્સ ડે પ્રસંગે વિશેષ મેગેઝિન 'માતૃ વંદના' વિશેષાંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોર્ડ જિતેશ ગઢિયા, જાણિતા ઉદ્યોગપતિ ડો. રેમી રેન્જર CBE, ઇલીંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્મા અને ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ.એન. નંદકુમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોકિલકંઠી ગાયિકા માયા દીપક અને સાથી કલાકારોએ શ્રોતાઅોને આ પ્રસંગને અનુરૂપ મંત્રમુગ્ધ કરતા ખાસ પસંદ કરાયેલા ગીતો - ભક્તિ ગીતો અને કાવ્યો રજૂ કર્યા હતા.
ખેલાડીઓ પરની ધનવર્ષા બાદ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગની દસમી સિઝનનો બુધવારથી પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં આઠ ફ્રેન્ચાઈઝીના ૨૦૪ ખેલાડીઓ વચ્ચે મેગા મુકાબલો થશે. આઈપીએલની આ સિઝનમાં ૧૩૫ ભારતીય અને ૬૯ વિદેશી ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. કોહલીની ઈજાના કારણે ચાલુ સિઝનના પ્રારંભે આઈપીએલની આઠમાંથી ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન વિદેશી રહેશે, જ્યારે ચાર ફ્રેન્ચાઈઝીના કેપ્ટન ભારતીય છે. આઈપીએલની આ સિઝનમાં આર. અશ્વિન, લોકેશ રાહુલ, રસેલ, સ્ટેન, ડ્યુમિની, ડી. કોક, મિચેલ માર્શ, મિચેલ સ્ટાર્ક, પીટરસન રમવાના નથી. જોકે તેમના નામ ફ્રેન્ચાઈઝીની યાદીમાં સામેલ હોવાથી અહીં લખ્યા છે.
મોઝામ્બિકમાં એક જમાનામાં પોર્ટુગીઝ શાસન. એના પાટનગર મપુટુમાં કેટલાય ગુજરાતી ધંધાદારી સારી મિલકતો ધરાવે છે, એમાંના એક છે અશ્વિન પંડ્યા. હજી હમણાં જ જીવનના પાંચ દસકા વટાવેલ તે નાની વયે ધર્મ અને ધંધામાં ખૂબ આગળ છે. મપુટુમાં કેટલીક આકાશચુંબી ઇમારતોની માલિકી તેમની છે. તેમાં મોટી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ ઓફિસો, સ્ટોર, ભાતભાતનાં વ્યવસાયો સેંકડો ભાડુઆત છે. આ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતના વિદેશ ખાતાને તેમણે કેટલાંક મકાનો ભાડે આપ્યાં છે. જેમાં જે તે દેશના એલચી ખાતાના અધિકારીઓના નિવાસ કે ઓફિસો છે. એકલા મપુટુમાં તેમની પાસે આટલી બધી મિલકતો છે. એંગોલા અને પોર્ટુગલમાંય મિલકતો ધરાવે છે. આ બધામાં જો પેટ્રો નામનો પોર્ટુગીઝ ભાગીદાર છે.
ઝીણાના પાકિસ્તાનના સ્વપ્નને તારાસિંહે ખંડિત કર્યું
બાબાસાહેબ જીવનસંઘર્ષનું પ્રતીક છે. તેઓ એક એવા ઉચ્ચ કોટિના નેતા હતા, જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના કલ્યાણમાં સમર્પિત કર્યું હતું. તેમાં પણ ખાસ કરીને ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે નબળા હતા. તેમને આ અભિશાપમાંથી મુક્ત કરવાનો ડો. આંબેડકરના જીવનનો મૂળ મંત્ર હતો. તેઓ સમતા, સમાનતા અને સ્વતંત્રતા માટે આજીવન ઝઝૂમતા રહ્યા હતા.
