સેવાની લગન ના હોત તો એ વ્યક્તિ આજે ગુજરાતમાં અને દેશમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોત. ગજબની આવડત, સૂઝ અને ક્ષમતા ધરાવતી એ વ્યક્તિની એક જ ધખના. આ ધખના તે વતન સેવા. જનસેવા. ગુજરાત અને ભારતને સમૃદ્ધ કરવા, નવી રાષ્ટ્રપ્રેમી, વ્યસનવિહોણી અને તેજસ્વી પેઢી પેદા થાય. આ વ્યક્તિની શૈક્ષણિક તેજસ્વિતા પણ જબરી. ૧૯૬૦માં ડિસ્ટિંક્શન સાથે બી.એસસી. અને પછી તેવી જ રીતે કેમિસ્ટ્રીના વિષયમાં ડિસ્ટિંક્શન સાથે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એમ.એસસી. કર્યું. આ પછી માત્ર બે જ વર્ષમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. આ વ્યક્તિ તે હર્ષદભાઈ દેસાઈ.
વિવિધા
Block: Site: Subtree Block
વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈને ત્યાંના ગુજરાતીઓની પ્રવૃત્તિ અને સંસ્કૃતિ ટકાવવાના પ્રયાસો મેં જોયા અને જાણ્યા છે પણ દક્ષિણ આફ્રિકાના ડર્બનમાં ત્યાંનાં ગુજરાતીઓએ જે કર્યું છે તે અનન્ય છે. લાજવાબ છે. અમેરિકા, ઈંગ્લેન્ડ વગેરેમાં ગુજરાતીઓની વસ્તી દક્ષિણ આફ્રિકાથી ઘણી વધારે છે છતાં દક્ષિણ આફ્રિકાના ડર્બન જેવી જેટલી પ્રવૃત્તિ દેખાતી નથી. આ રીતે દક્ષિણ આફ્રિકાથી આ ગુજરાતીઓ રાહબર બની રહે તેવા છે.
રમઝાન મુસલમાનોના હિજરી પંચાગ વર્ષનો નવમો માસ છે. એ ૨૯ કે ૩૦ દિવસનો હોઈ શકે છે. ચંદ્રદર્શન ઉપર દિવસોની ગણત્રી કરવામાં આવે છે. સમગ્ર માસ દરમિયાન રોઝા (ઉપવાસ) કરવાનો આદેશ આપવામાં આવેલો છે. ઉપવાસથી માણસમાં આત્મસંયમ આવે છે. પાપો નષ્ટ થાય છે. દુષ્ટ વિચારોથી મન આત્માને કલુષિત થતા અટકાવવાનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ ગણાવી શકાય છે.
ભારતમાં ૧૭મી લોકસભાની ચૂંટણી ખરા અર્થમાં ભગીરથ કાર્ય છે. આ ચૂંટણીમાં ૯૦૦ મિલિયન (યુએસએ, કેનેડા, તમામ ૨૯ ઈયુ દેશો અને જાપાન તેમજ કેરેબિયન, સેન્ટ્રલ અમેરિકા અને પેસિફિક વિસ્તારમાં ઓછી વસ્તી ધરાવતા ૨૦ દેશની કુલ વસ્તી કરતાં પણ વધુ) લોકો મતાધિકાર ધરાવે છે. અનેક વિરોધાભાસો અને પડકારોથી સભર એક દેશ નહિ, પણ એક મિલિયન મતકેન્દ્રો અને મગજ ચકરાવે ચડે તેવો વહીવટી ડેટા ધરાવતા આ ઉપખંડની ચૂંટણી છે, જેમાં સાતમાંથી પાંચ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. અંદાજે બે તૃતિયાંશ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.
સંખ્યાબંધ દેશોમાં હિંદુઓ વસે છે. સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મનો જ એક ફાંટો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ જુદા જુદા ફાંટા છે. આમાંનો એક છે બીએપીએસ. યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના તપ અને સેવાથી બીએપીએસ દુનિયાભરમાં ફેલાયો. એટલો ફેલાયો કે વિદેશીઓને મન બીએપીએસ એ જ હિંદુ ધર્મ એવી માન્યતા થઈ. જૈનો દુનિયામાં ક્યાંય હોય પણ જૈનાચાર સાચવવા મથે છે તેવી જ રીતે જ્યાં થોડા કે વધારે બીએપીએસમાં માનનારા હોય ત્યાં તેઓ અઠવાડિક સત્સંગ કર્યા વિના ના જ રહે. તાઈવાનમાં બીએપીએસમાં માનનાર અને દર શનિવારે સત્સંગ કરનાર માંડ બાર-પંદર પરિવાર છે. એમાંના એક અને મહત્ત્વના તે ગોવિંદભાઈ પટેલ.
અમેરિકામાં ન્યૂ જર્સી રાજ્યમાં ગુજરાતીઓની બોલબાલા પણ રોટરી ક્લબમાં ત્યારે ગુજરાતી ભાગ્યે જ દેખાય. હોય તો પણ હોદ્દા પર ન હોય ત્યારે ૧૯૯૫-૯૬માં શિકાકસ રોટરીમાં રાજેશ પટેલ પ્રમુખ થયા. પોતાના ડંકી ડોનટમાં પતિ-પત્ની કામ કરે, આવી જ રીતે રોટરી ક્લબને પોતાની માનીને તેમાં સભ્ય વધારવા મંડી પડ્યા. ખૂબ સભ્ય વધાર્યા. ફંડ રેઈઝિંગ માટે પૈસા ઉઘરાવવાને બદલે પેઈન્ટિંગ્સ, કલાના નમૂના, ચિત્રો, ફ્રેમ વગેરેની હરાજી કરે. ફંડ ખૂબ ભેગું થતાં જલસામાં ખર્ચવાને બદલે ૩૦૦થી ૫૦૦ ડોલરનાં જરૂરી ચીજના ફૂડ બાસ્કેટ તૈયાર કરીને જરૂરતમંદોને વહેંચ્યા. શિકાકસની હાઈસ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓને રોટરી ક્લબ જેટલી રકમ આપે તેટલી બીજી પોતાની ઉમેરતા. આવી જ રીતે શિકાકસ હોસ્પિટલમાંના દર્દીઓને નાઈટ ડ્રેસ, કેપ વગેરે આપ્યાં.
ભારતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો હતો ત્યારે સહુ કોઇના મોઢે એક જ સવાલ હતોઃ ૧૭મી લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ, કોંગ્રેસ કે મહાગઠબંધનમાંથી કોનું પલ્લું ભારે રહેશે? આ મુદ્દે દેશવિદેશમાં વસતાં ભારતીયોમાં અનેક અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા હતા. કોઇનો મત એવો હતો કે ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએ ફરી સત્તા મેળવશે. તો એક વર્ગ કોંગ્રેસ અને મહાગઠબંધનની યુતિ દેશની શાસનધુરા સંભાળશે તેમ માનતો હતો. જોકે ‘ગુજરાત સમાચાર’એ ઘણા સમય પહેલાં - જાન્યુઆરી ૨૦૧૯માં જ સ્પષ્ટ શબ્દોમાં મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે લોકસભાના ચૂંટણી પરિણામોમાં નરેન્દ્ર મોદી સફળ નેતૃત્વ પૂરું પાડશે અને ભાજપના નેતૃત્વમાં એનડીએ જ્વલંત દેખાવ કરશે.
એક જ નગરમાં જન્મેલી બે પ્રામાણિક વ્યક્તિ. પ્રામાણિકતામાં બંને સરખા. આ નગર તે ગુજરાતનું દાહોદ. તેમાં એક વ્યક્તિ તે સમ્રાટ ઔરંગઝેબ અને તેના પછી ૩૧૮ વર્ષે જન્મેલ બીજી વ્યક્તિ બાલુભાઈ તલાટી. ઔરંગઝેબ સરકારનું કામ હોય ત્યારે સરકારી મીણબત્તી સળગાવે અને પોતાના કામ માટે પોતાની મીણબત્તી વાપરે. સારા અક્ષરે કુર્રાનની નકલ કરીને વેચે કે ટોપી ગૂંથીને વેચે અને જીવે. બાલુભાઈ પણ તેવા જ પ્રામાણિક. ગીતાબહેન મામલતદાર અને પછીથી રેસિડન્ટ કલેક્ટર થયા, પણ બાલુભાઈ તેમની સરકારી કાર, સ્ટેશનરી કે ફોનનો કદી ઉપયોગ ન કરે.
ખિસ્સામાં માત્ર આઠ ડોલરની મૂડી સાથે ૨૦ વર્ષની વયે સ્ટુડન્ટ વિસા લઈને શરદ પટેલ અમેરિકા પહોંચ્યા. મુંબઈના ઘાટકોપરમાં આવેલા ગુરુકૂળના શિક્ષક નાથુભાઈના તે પુત્ર. ગુરુકૂળમાંથી શીલ અને સંસ્કાર પામીને થોડાંક વર્ષ મુંબઈની કોલેજમાં કાઢીને અમેરિકા આવેલ. શિક્ષક પિતાએ માનેલું, ખેંચાઈને પણ દીકરાને ટિકીટનો જોગ કરી આપીશ તો બાકીનું એની જાતે ફોડી લેશે.
ગુજરાતમાં અંગ્રેજ શાસન સામે અસંતોષનો ચરુ ઊકળતો હતો. ગાયકવાડ જેવા ગાયકવાડ પણ પાણીમાં બેસી ગયા હતા. પ્રજાવિદ્રોહના ભણકારાથી જાગેલી ગોરી હકુમતે અંગ્રેજ પલટણ ગુજરાતમાં ઉતારી. તેના ઘોડા લીલાછમ પાકમાં ચરવા છૂટા મૂકે. આવે વખતે કોઈની વિરોધની હિંમત નહીં. ત્યારે આણંદના નાના અડધના ગરબડ મુખીથી આ ના વેઠાયું. તેમને મૂળજી જોષીનો સાથ મળ્યો. બાંધેલા ઘોડાનાં ધમણ છોડીને ભગાડી મૂક્યા. અંગ્રેજ સૈનિકો ક્યાં દોડે? વધારામાં સૈનિકો પર પથ્થરમારો કર્યો.
