* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ભગવાન શાલીગ્રામ – વિષ્ણુ અને માતા તુલસી વૃંદાના શુભ વિવાહનું આયોજન તા. ૨૨-૧૧-૧૫ રવિવારે બપોરે ૧૧ કલાકે મંદિર ખાતે કરવામાં આવ્યું છે. તા. ૨૧ના રોજ સાંજે ૭ કલાકે મંદિરના હોલમાં સાંઝીના ગરબા અને ગીત રજૂ થશે. મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
* નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવન્યુ, કોલિન્ડેલ NW9 6SE ખાતે તા. ૨૯-૧૧-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન ભારતીબેન રોહિતભાઇ શાહ પરિવાર તરફથી સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: વિનોદભાઇ 020 8459 4953.
વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે.
ધનતેરસ, સોમવાર તા.૯-૧૧-૧૫ના શુભદિને ભક્તિવેદાંત મેનોર, હરેકૃષ્ણ મંદિરમાં સવારના ૭ વાગ્યાના દર્શન, કિર્તન, ધૂન બાદ ઉપરના માળે પ.પૂ. શ્રીલા પ્રભુપાદજીના રૂમમાં એમના ચરણે “ફીસ્ટ અોન ફાસ્ટીંગ ડે” (Feast on Fasting Day) રેસીપી બુકની વિમોચન વિધિનો કાર્યક્રમ મંદિરમાં નાના પાયે પરંતુ પવિત્ર વાતાવરણ વચ્ચે યોજાયો હતો.
સાઉથ લંડનમાં રહેતા (ટાન્ઝાનિયાવાળા) શ્રી રજનીકાંત મૂળશંકર આચાર્યનું રવિવારના રોજ તા. ૨૯-૧૧-૨૦૧૫ના રોજ ૭૮ વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. ૧૯૭૪માં લંડન આવી ઓફ લાઈસન્સ, કેશ એન્ડ કેરી, રેસ્ટોરન્ટ અને વેજીટેરિયન ચીઝના ધંધામાં આગવું પ્રદાન આપ્યા બાદ તેમણે ‘એશિયન હોલીડે ક્લબ’ની સ્થાપના કરી. સેંકડો ગુજરાતી કુટુંબોએ ‘એશિયન હોલીડે ક્લબ’ના સથવારે દુનિયાના ઘણાબધા દેશોની સલેહગાહ કરી છે.
* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૬-૧૨-૧૫ રવિવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનના નિષ્ઠાવાન, સેવાભાવી કાર્યકર શ્રી સુખાભાઇ દુલ્લભભાઇ મિસ્ત્રી ૨૧ નવેમ્બર, શનિવારે ૮૦ વર્ષની વયે વૈકુઠવાસી થયા છે. મૂળ વણીસા (જિ.સુરત)ના વતની અને ૧૯૬૬માં મોમ્બાસાથી પ્રેસ્ટન અાવી સ્થાયી થયેલા સુખાભાઇએ ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્ટનની કારોબારી સમિતિમાં રહી નિષ્ઠાપૂર્વક તન, મન અને ધનથી સેવા પૂરી પાડી છે.
અગ્રગણ્ય ભજનીક અને ગુરૂ મહિમા, ઝવેરચંદ મેઘાણી રચીત ચારણ કન્યા તેમજ શિવાજીના હાલરડાને રજૂ કરવા માટે વિખ્યાત સંતશ્રી પ્રસાદજી મહારાજ યુકેની મુલાકાતે પધાર્યા છે. તેમના ગંગોત્રી ધામ આશ્રમ, ગોંડલ ખાતે દર ગુરૂવારે ભજન સત્સંગ થાય છે અને પ્રતિમાસ વિધવા બહેનો અને કેન્સરના દર્દીઅોને રોકડ સહાય, ગરીબ વિદ્યાર્થીઅોને મફત પુસ્તક-નોટબુક વિતરણની પ્રવૃત્તીથી જાણીતા પ્રસાદજી મહારાજ વિખ્યાત કલાકાર સાંઇરામ દવેના પિતાશ્રી છે.
પ્ર. બ્ર. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ૯૫મા જન્મ દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૧૯મી ડિસેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૫થી રાતના ૯ (ભારતીય સમય) દરમિયાન તીર્થધામ સારંગપુર, ગુજરાત ખાતે ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું છે. આ ઉજવણીનું લાઇવ ટેલિકાસ્ટ અને વેબકાસ્ટ પણ કરવામાં આવનાર છે. યુકેના સમય મુજબ સર્વે ભક્તો સવારે ૧૧-૩૦થી બપોરના ૩-૩૦ દરમિયાન ઉજવણીનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ પર જોઇ શકશે. જ્યારે લાઇવ વેબકાસ્ટ live.BAPS.org પર જોઇ શકાશે.
* ચક-89 ૧૦૫ બોન્ડ રોડ, મિચમ CR4 3HG ખાતે ન્યુ યર્સ ઇવના તા. ૩૧-૧૨-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ન્યુ યર્સ ઇવ પાર્ટીનું આયોજન ચક-89 સ્થિત રેસ્ટોરંટ, સ્યુટ વન અને સ્યુટ ટુ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મનભાવન થ્રી કોર્સ ડીનર, કેશ બાર, બોલીવુડ ડાન્સ અને નવિન કુંદ્રાના લાઇવ પરફોર્મન્સનો લાભ મળશે. સંપર્ક: 020 8646 2177.
