સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૭-૧૨-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮ ક્રિકલવુડ બ્રોડવે, વિક્સ અને મેટલન સામે, લંડન NW2 6QD ખાતે કરવામાં આવ્યું છે.

    * આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે રવિવાર તા. ૧૦-૧-૧૬ના રોજ બપોરે ૩થી ભજન, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

    અહિંસાના રાહ પર ચાલીને અંગ્રેજોની ચુંગાલમાંથી ભારતને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન પ્રસંગે તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૪-૧-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના વાચકો ઘણી આતુરતાથી જે કાર્યક્રમની રાહ જોઇ રહ્યા છે તે 'શ્રવણ સન્માન' અને ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન શનિવાર તા. ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડના સહયોગથી સંસ્થાના હોલ કરવામાં આવ્યું છે. આપણા માતા પિતા કે આપણા અન્ય વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના આ નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન યુકેમાં સૌ પ્રથમ વખત કરવામાં આવી રહ્યું છે.

    આધ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે તા. ૩૦-૧-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલીસા અને તા. ૩૧-૧-૧૬ના રોજ રવિવારે બપોરે ૩થી ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મા કી ચૌકી, ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07882 253 540.

    * આદ્યાશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૬-૨-૧૬ના રોજ બપોરે ૧૨-૧૫ કલાકે હનુમાન ચાલિસા અને તા. ૭-૨-૧૬ રવિવારે બપોરે ૩થી ભજન સત્સંગ અને ભોજનનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

    વસંત પંચમીના આગમન સાથે લંડનમાં અલગ અલગ સ્થળે સરસ્વતિ પૂજાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોેટે ભાગે બંગાળીઅો દ્વારા ઉજવવામાં આવતા આ પર્વ પ્રસંગે બાળકો પોતાના પુસ્તકો માતા સરસ્વતિ સમક્ષ મૂકીને પૂજા કરતા હોય છે અને દિવસ દરમિયાન તેઅો અભ્યાસથી મુક્ત રહે છે. બંગાળી સમુદાયના કેટલાક લોકો તેને 'બેંગોલી વેલેન્ટાઇન ડે' પણ કહે છે.

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૨-૧૬ રવિવારે બપોરે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળની બહેનો છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    * શ્રી જલારામ મંદિર ગ્રીનફર્ડના જીર્ણોધ્ધાર થઇ રહ્યો હોવાથી આગામી તા. ૧૭-૪-૨૦૧૬થી શ્રી જલારામ મંદિરનું સ્ટેક્લી હાઉસ, ૨, વોન્ડ્ઝવર્થ રોડ, પેરીવેલ UB6 7JD ખાતે સ્થળાંતર થશે જેની ભાવીક ભક્તોને નોંધ લેવા વિનંતી છે.