સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ન્યૂજર્સી સ્વામિનારાયણ મંદિર...

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં અમેરિકાના ન્યૂજર્સી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સપ્ત દિવસીય રજત પ્રતિષ્ઠા મહોત્સવનો રંગારંગ પ્રારંભ મહાપૂજા સાથે થયો હતો. 

    વડતાલ ધામમાં ગુરુપૂર્ણિમા પર

    સ્વામિનારાયણ સંપ્રદાયના ધામ વડતાલ નગરીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. શણગાર આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ હરિકૃષ્ણ મહારાજના પૂજન બાદ પાદુકા પૂજન કર્યું હતું. આચાર્ય મહારાજનું સૌપ્રથમ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, ટ્રસ્ટી મંડળના સભ્યોએ મહારાજનું પૂજન કર્યું હતું.

    પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સ...

    સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 9 ઓગસ્ટના રોજ.

    સંસ્થા સમાચાર (અંક 08 ઓગસ્ટ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    * હિન્દુ સ્વયંસેવક સંઘ, વુલિચ શાખા દ્વારા વિજયા દશમી ઉત્સવ અને હિન્દુ સેવીકા સમિતી યુકેના ૪પ૦ વર્ષ અને હિન્દુ સ્વયંસેવક સંઘના ૫૦ વર્ષની ઉજવણીના કાર્યક્રમનું શાનદાર આયોજન રવિવાર તા. ૧-૧૧-૧૫ના રોજ બપોરે ૪-૩૦થી ૮ દરમિયાન ડીનર સાથે કોરેલી કોલેજ, કિડબ્રુક, કોરેલી રોડ, લંડન SE3 8EL ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: બિનલ રાબડીયા 07849 978 940.

    નવરાત્રિ મહોત્સવ ૨૦૧૫ની લંડન

    લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સપ્તાહે લંડનના મેયર પદના કોન્ઝર્વેટીવ પક્ષના ઉમેદવાર અને એમપી ઝેક ગોલ્ડસ્મીથ, લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ડેપ્યુટી કોન્ઝર્વેટીવ લીડર - કાઉન્સિલર બેરી મેકલેઅોડ-કલીનેન, કાઉન્સિલર અમિત જોગીઆ, કાઉન્સિલર મનજીભાઇ કારા, કાઉન્સિલર કાંતિભાઇ રાબડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં કમિટી મેમ્બર્સ સાથે અગ્રણીઅો નજરે પડે છે.

    ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહ બાદ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા હવે આપણા વડિલોની તન, મન અને ધનથી સેવા કરતા તેમના સંતાનો અથવા તો સ્વજનોના સન્માન કરવાના એક નવતર 'શ્રવણ સન્માન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    • ધનતેરસ – ધનપૂજન: તા. ૯-૧૧-૧૫ સોમવાર * કાળીચૌદશ તા. ૧૦-૧૦-૧૫ મંગળવાર
    • * દિવાળી - શારદાપૂજન : તા. ૧૧-૧૧-૧૫ બુધવાર * નૂતન વર્ષ તા. ૧૨-૧૧-૧૫ ગુરૂવાર

    * શ્રી જલારામ માતૃસેવા મંડળ, ઇલ્ફર્ડના ઉપક્રમે તા. ૧૯ નવેમ્બર ૨૦૧૫ના રોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી શ્રી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી વી.એચ.પી.મંદિર, ક્લીવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ, એસેક્સ ખાતે ઉજવવામાં અાવશે. સંપર્ક : વાલજીભાઇ દાવડા 07958 461 667 or 020 8881 3108.

    દીપાવલી પર્વના શુભ મુહૂર્તો...

    ધનતેરસ - ધનપૂજા
    તા. ૮-૧૧-૨૦૧૫, રવિવારે તેરસ કલાક ૧૧.૦૨થી બેસે છે. ધનપૂજા માટે પ્રદોષકાલનું વિશેષ મહત્ત્વ શાસ્ત્રોક્ત છે. પ્રદોષકાલ ૧૬.૨૧થી ૧૯.૨૦ સુધી છે, તે ઉત્તમ મુહૂર્ત છે. ચોઘડિયાઃ કલાક ૧૬.૨૧થી ૧૮.૧૩ શુભ, કલાક ૧૮.૧૩થી ૨૦.૦૫ સુધી અમૃત ચોઘડિયુ છે.