શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસને લઇને સર્જાયેલી વર્તમાન પરિસ્થિતમાં જાહેર આરોગ્યની સલામતી માટે મંદિરમાં યોજાનારા તમામ જાહેર કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યા છે. મંદિર દર્શન માટે રાબેતા મુજબ ખુલ્લું રખાશે. સવાર અને સાંજના સમયની તમામ સભાઓ આગામી સૂચના સુધી રદ કરી છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
BAPSના વડા પૂ.મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે સાળંગપુર ખાતે વિચરણ કર્યું હતું. ૧૦ માર્ચ, મંગળવારે પૂજા, દર્શન અને આશીર્વચન, સાંજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં હાજરી આપી. જ્યાં કિર્તન-પ્રવચન સહિતના માધ્યમો દ્વારા સતપુરુષોના મહિમા કહેવાયા. પૂ.મહંત સ્વામીએ આશીર્વચનમાં કહ્યું વચનામૃત વર્તન દ્વારા અખંડ રહેશે.
BAPSશ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતોના વિચરણ દરમ્યાન ઠેરઠેર તેમના સાંનિધ્યમાં તમામ કાર્યક્રમો, સભાઓ, ઉત્સવોમાં સ્વાભાવિક રીતે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો-ભાવિકો એકત્રિત થાય છે. આથી ભક્તો, ભાવિકો, સ્વયંસેવકો, સંતો તેમજ સૌ કોઈના સ્વાસ્થ્યની જાહેર સુરક્ષાને લક્ષમાં લઈને, પૂ.મહંત સ્વામી મહારાજ અને પૂજ્ય સદગુરુ સંતો એક જ સ્થાનમાં રહેશે.
મહાકાળી મંડળ, યુકે દ્વારા સત્તાવિશ પાટીદાર સેન્ટર, ધામેચા હોલ ૪૦ એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે ચૈત્ર નવરાત્રીના ગરબા, ૨૫ માર્ચ બુધવારથી બીજી એપ્રિલ ગુરુવાર સાંજે ૭.૩૦થી ૧૧.૩૦ સુધી, આઠમ પહેલી એપ્રિલ, બુધવારે. સંપર્ક. 020 8907 0385/ 020 7274 1039
VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. મંદિર રાબેતા મુજબ દર્શન માટે દરરોજ સવારના ૮થી સાંજના ૮ સુધી ખુલ્લું રહેશે.
કોરોના વાઈરસને પગલે સર્જાયેલી વર્તમાન સ્થિતિમાં ગુજરાત હિન્દુ સોસાયટી (જીએચએસ મંદિર) દ્વારા સંસ્થાના ફક્ત પ્રેસ્ટન ખાતેના આપણા સમાજના મોટી ઉંમરના સભ્યો કે જેઓ રાંધી શકવા સક્ષમ નથી તથા ઘરે ભોજનથી વંચિત રહી શકે તેમ હોય તેમના માટે સંસ્થા દ્વારા ફ્રી મીલ ડિસ્ટ્રીબ્યુશન સેવા શરૂ કરાઈ છે.
VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર ૪૩, ક્લેવલેન્ડ રોડ એસેક્સ IG1 1EE ખાતે ચૈત્ર નવરાત્રી દરમીયાન તા.૨૫ માર્ચથી બીજી એપ્રિલ સુધી યોજાનાર સંધ્યાકાળનાં ભજન -કિર્તન અને પ્રસાદનું આયોજન મોકૂફ રખાયું છે. કોરોના વાઇરસના રોગચાળાને પગલે સરકારની માર્ગદર્શિકા અનુસાર આ પગલાં લેવામાં આવી રહ્યાં હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે. મંદિર રાબેતા મુજબ દર્શન માટે દરરોજ સવારના ૮થી સાંજના ૮ સુધી ખુલ્લું રહેશે.
લંડનઃ BAPSના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 18મી થી 29મી માર્ચ સુધી નેનપુર ખાતે બિરાજમાન છે. તેમની પ્રેરણા અને આજ્ઞાથી કોરોના વાઇરસનાં પ્રકોપને પગલે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા રવિ સત્સંગ સભાનો લાભ ભારત અને વિશ્વનાં જુદાં જુદાં દેશોમાં વેબકાસ્ટીંગ, ટીવી, મોબાઇલ સહિતના પ્રસાર માધ્યમો દ્વારા કરોડો હરિભક્તોએ ઘેર બેઠા લીધો હતો.
પ્રજાપિતા બહ્માકુમારી સંસ્થાનાં પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું નિધન થયું છે. 104 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં 27 માર્ચે સવારે 2 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. સંસ્થાના મુખ્યાલય શાંતિવનમાં તેમનાં અંતિમ સંસ્કાર થયાં હતાં. તેમને સમગ્ર વિશ્વમાંથી વેબકાસ્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. તે સમયે ધ્યાનની સાથે તેમની સાથે સંકળાયેલા સંભારણાનું પણ સ્મરણ કરાયું હતું.
કચ્છના ભૂજસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી રાહત ફંડમાં ૫૧ લાખ રૂપિયા દાનમાં અપાયા છે. સમગ્ર ભારતની સાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પ્રસરતો અટકાવવા તથા દર્દીઓની સારવાર માટેની કામગીરીમાં સહાય થવા માટે આ રકમ દાનમાં અપાઈ છે. આ બાબતે સંસ્થા દ્વારા એક યાદીમાં જણાવાયું હતું કે કોરોના વાઇરસની આ આપત્તિના કપરા કાળમાં ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર હંમેશાં દેશ સેવા માટે કટિબદ્ધ છે.
