નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મંગળવારે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ.પૂ. યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ વર્ષે યોગીજી મહારાજની જન્મ જયંતીની ઉજવણી પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં થઇ રહી હોવાથી હરિભક્તોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તતો હતો. ઉજવણીની થીમ હતી ‘અમારા જોગીઃ બિયોન્ડ ધ સ્માઈલ’. મંચ પર ભજવાયેલી નાટ્યકૃતિની સાથે પ્રત્યક્ષદર્શીઓના આંખે દેખ્યા પ્રસંગો પણ વણી લેવાયા હોવાથી રજૂઆતે હરિભક્તોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વેમ્બલી લાયન્સ ક્લબ અને જલારામ મંદિર - ગ્રીનફર્ડ દ્વારા સમયાંતરે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. તાજેતરમાં વેમ્બલી લાયન્સ ક્લબ તરફથી 1500 હોટ પાસ્તાના લંચબોક્સનું વિતરણ કરાયું હતું. જેમાંથી 900 જેટલા લંચબોક્સ વોટરલુ સ્ટેશન પાસે જ્યારે 600 લંચબોક્સ વાઈકિંગ ફૂડ બેન્ક મારફતે જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
હેરો કાઉન્સિલ લંડન અને તેથી પણ આગળના સેંકડો મકાનમાલિકોને કાઉન્સિલ દ્વારા સંચાલિત મકાનો ભાડે આપતી એજન્સી Help2Let સાથે સલામતી અને નિશ્ચિંતતા સાથે કામ કરવાની વિશેષ લાભદાયી તક આપી રહી છે.
કરમસદ સમાજ યુકેની 52મી વાર્ષિક સામાન્ય સભા (AGM) સોમવાર 23 એપ્રિલ, 2023ના રોજ યોજાઈ હતી. આટલા વર્ષોની યાત્રા દરમિયાન સંસ્થાએ ઘણી સિદ્ધિ હાંસલ કરી છે. આ સભા દરમિયાન મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. કરમસદ સમાજ યુકે (એશિયન સંગઠન)ની સ્થાપના ડિસેમ્બર 1971માં કરવામાં આવી હતી. હાલ યુકેના આશરે 1300 પરિવારો આ સંસ્થાનું સભ્યપદ ધરાવે છે.
સંગત એડવાઈસ સેન્ટર હેરો દ્વારા 8 મે, સોમવારે વિશેષ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સંગત વોર્મ બેન્કના પ્લાનિંગ, કામગીરી અને સંચાલનમાં નિઃસ્વાર્થભાવે સેવાની મદદ આપનારા વોલન્ટીઅર્સ અને દાતાઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરવાનો હતો. આ ઈવેન્ટમાં તાજપોશીના પ્રસંગે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાને અભિનંદન પણ પાઠવવામાં આવ્યાં હતાં.
નોર્થ લંડનમાં ગ્રીમ્સડાઈક વોકિંગ ગ્રૂપના હિસ્સો રહેલી ટીમ સોલમેટ્સના સભ્યોએ ચેરિટી 3Food4U માટે નાણા એકત્ર કરવા 29-30 એપ્રિલ 2023ના બેન્ક હોલીડ વીકએન્ડમાં આઈલ ઓફ વાઈટમાં અલ્ટ્રા ચેલેન્જ 106 કિ.મી. (66 માઈલ) ચાલવાના પડકારમાં ભાગ લીધો હતો. ટીમના એક આયોજક કલ્પના પારડીવાલાએ જણાવ્યા મુજબ આ ચેલેન્જ ભારે તાકાત ખર્ચાવી થકાવનારી હતી જેમાં ઘણા લોકો તો રાતના સમયે ચાલ્યા હતા. ઝડપી ગતિએ ચાલતા અજય ચૌહાણ અને રશ્મિ પટેલે તો આ ચેલેન્જ માત્ર 24 કલાકમાં પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે અન્યોએ બે દિવસમાં પૂર્ણ કરી હતી.
હિન્દુ મંદિરમાં સ્ટ્રીટ પાર્ટી યોજાઈ શકે તેવી સામાન્ય ધારણા હોતી નથી પરંતુ, આ મંદિર સામાન્ય નથી! નામદાર કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશી નિમિત્તે ઉજવણીમાં અનૂપમ મિશન દ્વારા કોમ્યુનિટીને એકસાથે લાવવા અદ્ભૂત સજાવટ અને વ્યવસ્થા કરવામાં આવી હતી. આવા ઐતિહાસિક પ્રસંગે એશિયન કોમ્યુનિટીના સ્નેહ, વફાદારી અને શુભકામનાઓનું પ્રદર્શન કરવા અનૂપમ મિશનના વોલન્ટીઅર્સે તેમના ગુરુ પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણા અને મંદિરના વડા પૂજ્ય હિંમત સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કામગીરી આરંભી હતી.
નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ, વન જૈન -1 જૈનોલોજી, છ ગામ નાગરિક મંડળ (યુકે), હિન્દુ ફોરમ ઓફ બ્રિટન, વિવેકાનંદ હ્યુમન સેન્ટર, ગ્લોબલ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન, મહાત્મા ગાંધી ફાઉન્ડેશન, ગીતા ફાઉન્ડેશન અને આશ્રમ ડે સેન્ટર દ્વારા સંયુક્તપણે ગુજરાત રાજ્યના સ્થાપના દિનની વાર્ષિક ઉજવણી ટૂટિંગ બ્રોડવેમાં નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજના હોલમાં યોજાઈ હતી.
લંડન શહેરની રેડિસન રેડ હોટેલ - હિથ્રો ખાતે રવિવાર 28 મેના રોજ સવારે 10.00થી સાંજના 6.00 ‘જિન્જા રિયુનિયન 2023’ યોજાયું છે. આ મેળાવડામાં જિન્જાના વતનીઓ અને તેમના જીવનસાથીઓ હાજરી આપી શકે છે.
