અમદાવાદ શહેરના જાસપુર ખાતે માતા ઉમિયાના ભવ્યાતિભવ્ય મંદિર વિશ્વ ઉમિયા ધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે ત્યારે ઉમિયા ધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર અને શ્રીમદ્ ભાગવત કથાને સંબોધતા પ.પૂ. સદગુરુ શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ કહ્યું હતું કે E=mc2નું સૂત્ર ભૌતિક જગતને વ્યાખ્યાયિત કરે છે પરંતુ ઓમકાર ભૌતિક જગતના મૂળિયાં સાથે જોડે છે. હિંદુઓએ હંમેશા મધમાખીની જેમ વર્તવું જોઈએ, હંમેશા મધ ઉત્પન્ન કરવા અને મધનું રક્ષણ કરવા સજ્જ રહેવું જોઈએ. સમૃદ્ધિ કેવી રીતે હાંસલ કરવી અને કઇ રીતે તેનું રક્ષણ કરવું તે દરેક વ્યક્તિ જાણતી હોવી જોઈએ.
અનુપમ મિશનના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં શરૂ થયેલી આ મહાતીર્થયાત્રા, સંત સમાગમ, સત્સંગ અને સેવાના 50 વર્ષની ઉજવણી અનુપમ મિશન યુકેમાં 18 જૂન, રવિવારે થઈ.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક વડા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી આધ્યાત્મિક વિચરણ માટે બ્રિટન પધાર્યા છે.
મહેમદાવાદમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારત પછી હવે એશિયાનું સૌથી મોટું ગણેશ મંદિર બની ગયું છે. આ મંદિરને એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં મંદિરના પરિસરમાં યોજાયેલા સમારોહમાં આ ખિતાબ એનાયત કરાયો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, મંદિરના ટ્રસ્ટીઓ તેમ જ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ક્રોસબેન્ચ ઉંમરાવ લોર્ડ રાજ લૂમ્બા દ્વારા 23 જૂન, 2023ના રોજ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે ઈન્ટરનેશનલ વિડોઝ ડેની ઉજવણીમાં બેન્ક્વેટ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે સમગ્ર ભારતમાં લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા સંકલિત 11 સ્થળોએ કાર્યક્રમો તેમજ અન્ય સંસ્થાઓ વિશ્વભરમાં યુએનના સભ્ય રાષ્ટ્રોમાં એકસાથે કાર્યક્રમો યોજાયા હતા.
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા રવિવાર 25મી જૂન 2023ના દિવસે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ઉજવણી લંડનના સાઉથોલ ખાતે કરવામાં આવી હતી જ્યાં સેંકડો હરિભક્તોએ ‘હરિ બોલો’ અને ‘જય જગન્નાથ’ના આનંદી જયઘોષથી તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લંડન અને સમગ્ર યુકેના ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ ભગવાન બલભદ્રજી અને બહેન દેવી સુભદ્રાજી તેમના મોસાળ ગુંડિચા મંદિર સુધી વાર્ષિક ભવ્ય રથયાત્રા કરે છે તેનો મોકળાશથી લાભ લઈ શકે તે માટે SJSUK દ્વારા વિલિયર્સ હાઈ સ્કૂલ સાઉથોલમાં ઉજવણીનું આયોજન કર્યું હતું.
મહાવીર ફાઉન્ડેશન યુ.કે.ના કેન્ટન દેરાસરનો ૧૧મો પ્રતિષ્ઠા મહોત્સવ તા.૯,૧૦ અને ૧૧ જૂન ૨૦૨૩(શુક્ર-શનિ-રવિ)ના રોજ રંગેચંગે ઉજવાયો. ૯ જુન શુક્રવારના સવારે દેરાસરમાં ૧૮ અભિષેક અને સાંજે કિંગ્સબરીની જ્યુઇસ સ્કુલના હોલમાં સ્વામી વાત્સલ્ય બાદ ભક્તિ સંગીતની રમઝટ ભારતથી પધારેલ હર્ષિતભાઇ અને મોક્ષિતભાઇની જોડીએ જમાવી હતી.
ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ૨જી જુલાઇ, રવિવારે સાંજે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરના એલિઝાબેથ હોલમાં આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓની ઉજવણી સાથે મહાયોગી-મહર્ષિ શ્રી અરબિંદોના ૧૫૦ જન્મજયંતિની ઉજવણી રૂપે ગુરૂવંદનાના સંગીતમય (કોન્સર્ટ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ વંદનામાં ભારતના આધ્યાત્મિક ગુરુઓને ભક્તિ ગીતો, સંગીત, સ્તોત્રો, કવિતા અને નૃત્યના રૂપમાં અનોખી રીતે ઉજવાશે.
