સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં

    શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા દેવોને ઉનાળાની ગરમીમાં શીતળતા માટે મંદિરના બ્રહ્મચારી હરી સ્વરૂપાનંદજી તથા પ્રભુદાનંદજી દ્વારા રવિવારે વરૂથિની એકાદશી પર્વે 275 કિલો મોગરાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા.

    મણિનગર ગાદી સંસ્થાન મંદિરમાં 1...

    મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વરૂથિની અગિયારસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી સ્વામીબાપાને 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    અનુપમ મિશનમાં બે સંતોનું સુભગ...

    ડેનહામ ખાતેના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે પૂ. ભાઈશ્રીની ભાગવત કથા શરૂ થઈ ગઈ છે. મંગળવારે સવારે ૭-૦૦ વાગ્યે હિથ્રો એરપોર્ટ પર પૂ. ભાઈશ્રી (પૂ. રમેશભાઈ ઓઝા)નું આગમન થયું ત્યારે ૧૫૦થી વધુ હરિભક્તોએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.

    અમદાવાદમાં 72 વર્ષ બાદ જગન્નાથ

    અમદાવાદ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું.

    કુમકુમ મંદિરે ભગવાનને ચંદનના

    અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે શનિવારે અખાત્રીજ પર્વે સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ઠંડક મળે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવ્યા હતા.

    નારણપરમાં સ્વામિનારાયણ મંદિર...

    સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે. અખાત્રીજ પર્વે શ્રી સ્વામિનારાયણ મંદિર-નારણપરના 66મા પાટોત્સવ પ્રસંગની ભારે ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, વચનામૃત ગ્રંથની પારાયણ યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ.પૂ. શ્રી મુકતજીવન સ્વામીબાપાએ કરી હતી.

    વિશ્વમાં શીખ સમુદાયના યોગદાનની પ્રશંસાઃ વૈશાખી ઈન પાર્લામેન્ટ રિસેપ્શન ઈવેન્ટ

    બ્રિટિશ શીખ એસોસિયેશન (BSA)ના ચેરમેન લોર્ડ રેમી રેન્જર CBE અને વેસ્ટ બ્રોમવિચના પાર્લામેન્ટના સભ્ય (MP) મિસિસ નિકોલા રિચાર્ડ્સ દ્વારા 20 એપ્રિલની સાંજે કોમન્સ ટેરેસ ખાતે વૈશાખી ઈન પાર્લામેન્ટ રિસેપ્શન 2023 ઈવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી, ડેપ્યુટી હાઈ કમિશનર મિ. સુજિત ઘોષ, મિનિસ્ટર કો-ઓર્ડિનેશન મિ. દીપક ચૌધરી, સાંસદો થેરેસા વિલિયર્સ, મિ. વીરેન્દ્ર શર્મા, પાર્લામેન્ટ મેમ્બર્સ અને લોર્ડ્ઝ, BSA કમિટીના સભ્યો, આર્મ્ડ ફોર્સીસ અને દૂરસુદૂરથી રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા બ્રિટિશ શીખ કોમ્યુનિટીના અગ્રણી સભ્યોનો સમાવેશ થયો હતો. આ રિસેપ્શનના માસ્ટર ઓફ સેરિમની નાયાઝ કાઝી રહ્યા હતા.

    નારણપરમાં સ્વામિનારાયણ મંદિર...

    સનાતન વૈદિક ધર્મમાં અક્ષયતૃતિયા અખાત્રીજનું મહર્ષિઓએ મહાત્મય ખૂબ જ વર્ણવેલું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જણાવે છે કે આ પવિત્ર દિવસે નિષ્કપટ થઈને ભક્તિભાવ પૂર્વક આરાધ્ય ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરનારો સદૈવ સુખ શાંતિ જીવનમાં મેળવી શકે છે.

    સત્તાવીશ સેન્ટરમાં ‘મીટ એન્ડ

    શ્રી સત્તાવીશ પાટીદાર સમાજના ઉપક્રમે ગયા બુધવાર, તા. ૧૯ એપ્રિલના રોજ બપોરે ૧૨ થી ૪.૦૦ દરમિયાન સિનિયર સીટીઝન માટે "મીટ એન્ડ ગ્રીટ"નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૫૦૦થી વધુ નિવૃત્ત ભાઇ બહેનો ઉમંગભેર ઉપસ્થિત રહ્યા હતા અને મનભર કાર્યક્રમને માણ્યો હતો.