સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    પ્રમુખસ્વામી મહારાજની જન્મભૂ...

     પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રાગટ્ય ભૂમિ એવા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ખાતે રવિવારે નવનિર્મિત નારાયણ સરોવરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીએ પ્રમુખસ્વામી મહારાજના સંસ્મરણો વાગોળ્યા હતા. સંસ્થાના સદગુરુ સંતો પૂજ્ય ભક્તિપ્રિયસ્વામી અને પૂજ્ય ઇશ્વરચરણસ્વામીની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું.

    સંસ્થા સમાચાર (અંક 15 એપ્રિલ 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખ અને કાઉન્સિલર પીટર કૂકસન ઉપસ્થિતીમાં ૧૦૦ વર્ષના પ્રભાવતીબેન શાહ તેમજ ૯૮ વર્ષના વિરચંદભાઇ માલદે સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૩૫ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.

    * પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૯-૮-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર ધન્નાબેન પગરાણી, દુબઇ છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

    અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૭ અોગસ્ટ દરમિયાન મંદિર મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બુધવાર તા. ૫-૮-૧૫થી બુધવાર તા. ૧૨-૮-૧૫ દરમિયાન રોજ બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝાના મુખે શ્રીમદ ભાગવદ કથાનો લાભ મળશે.

    BAPS સ્વામીનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ,નીસડન, લંડન NW10 8LD ખાતે આગામી તા. ૮-૮-૧૫ શનિવારના રોજ અને તા. ૯-૮-૧૫ રવિવારના રોજ બપોરે ૩-૪૫થી ૬-૪૫ દરમિયાન સુવર્ણ તુલા સ્મૃતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.

    અમેરિકાના સવાના શહેરમાં આવેલા એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર ચતુર્થ પાટોત્સવ ભારે ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.

    ‘માઈ’ યોજિત લગ્નોત્સુકો માટે

    આપણા દરેક સમાજ કે જ્ઞાતિમાં લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મેળવવાનો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે ત્યારે ઇસ્ટ લંડનના "માઇ" દ્વારા "ફેમીલીઝ મીટ અપ"નું આયોજન કરી શનિવાર, તા. ૨૦ મે, ૨૦૨૩ના રોજ લગ્નોત્સુક યુવાન-યુવતીઓનો એક મિલન સમારોહ યોજવામાં આવ્યો છે.