સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    યોગથી જ ‘વસુધૈવ કુટુંબકમ્’ની

    સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શિવકૃપાનંદ સ્વામીજી છેલ્લાં 17 વર્ષથી સમર્પણ આશ્રમ-દાંડીમાં 45 દિવસીય ગહન ધ્યાનસાધનાનું અનુષ્ઠાન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ પર આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂર્ણ થયું હતું. પૂજ્ય સ્વામીજીનાં દર્શન અને આશીર્વચન માટે આતુર વિશ્વભરમાંથી 25,000થી વધુ સાધકો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. પૂજ્ય સ્વામીજીએ ‘વસુધૈવ કુટુંબકમ્’ની સંલ્પના, મનુષ્યધર્મ, આભામંડળ, મનુષ્યજન્મ આ તમામ વિષયો વિશે પણ માર્ગદર્શન કર્યું હતું.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    કાન્તિ ભટ્ટ હવે શબ્દદેહે ધબકશ

    અમદાવાદ શહેરના જાણીતા સંસ્થાન ભારતીય વિદ્યા ભવનમાં સુપ્રસિદ્ધ પત્રકાર અને લેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં અનોખું સ્મારક અને વાંચન ખંડ સાકાર થયા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પીઢ પત્રકાર અને સંપાદક શીલા ભટ્ટ અને જાણીતા લેખક મધુ રાયના હસ્તે આ સ્મારક અને વાંચન ખંડનું લોકાર્પણ કર્યું હતું.

    સંત સાંનિધ્યે સાહિત્યોત્સવઃ

    એસજીવીપી ગુરુકૂળ ખાતે શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, ગુજરાત સાહિત્ય અકાદમી અને ઝેડ કેડ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, સાહિત્યના વિદ્વાન ભજનિક નિરંજનભાઈ રાજ્યગુરુ, ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ભરત જોષી, હિમાલયના પદયાત્રી અને ભારતીય સંસ્કૃતિના અધ્યાત્મયાત્રી શ્રી ભાણદેવજી, સાગર યુનિવર્સિટીના કુલપતિ ડો. બળવંતભાઈ જાની, વિશ્વકોષ-ગુજરાતના પ્રમુખ પદ્મશ્રી કુમારપાળભાઈ દેસાઈ, ઝેડ કેડ ફાઉન્ડેશનના પ્રકાશક મનીષભાઈ પટેલ અને જાણીતા સાહિત્યકારો અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ‘સંત સાંનિધ્યે સાહિત્યોત્સવ' પ્રસંગે એકસાથે 49 પુસ્તકનું વિમોચન કરાયું હતું.

    મણિનગર સ્વામિનારાયણ મંદિરનો 79...

    અમદાવાદ શહેરના શ્રી સ્વામિનારાયણ મંદિર-મણિનગરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન - ઘનશ્યામ મહારાજના 79મા વાર્ષિક પાટોત્સવની 22 ફેબ્રુઆરીએ રંગેચંગે ઉજવણી કરાઈ હતી. તેની સાથે સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનો 44મો પીઠાર્પણ ઉત્સવ પણ ઊજવાયો હતો. 

    વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ

    વીએચપી ઇલ્ફર્ડ મંદિરના પૂર્વ પૂજારી અવધેશ તિવારીના પુનઃ નોકરી મેળવવાના દાવાને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલે ફગાવી દીધા છે. હાઈ કોર્ટ અને એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને તેમાં વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)નો વિજય થયો છે.

    કુમકુમ મંદિરના સંસ્થાપક આનંદ

    કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના 81મા દીક્ષા દિન પ્રસંગે 21 ફૂટનો વિશાળ હાર ધરાવવામાં આવ્યો હતો.

    કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિરના પાઈપ બેન્ડનું આંતરરાષ્ટ્રીય પરફોર્મન્સ

    ગત સપ્તાહે નિસ કાર્નિવલમાં અગ્રણી પરફોર્મર્સમાં કિંગ્સબરીના શ્રી સ્વામિનારાયણ મંદિરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપનો પણ સમાવેશ થયો હતો. 2023નું વર્ષ કાર્નિવલ ઓફ નિસની 150મી વર્ષગાઠનું વર્ષ છે ત્યારે આપણા સ્થાનિક પ્રતિષ્ઠિત પાઈપ બેન્ડને ફ્રાન્સના નિસ ખાતે ભવ્ય પરંપરાઓ અને ઉજવણીમાં ઉપસ્થિત રહી પરફોર્મ કરવા આમંત્રણ અપાયું હતું. શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ગોલ્ડન અને ડાયમન્ડ જ્યુબિલિઝ તેમજ ગત વર્ષે ક્વીનના પ્લેટિનમ જ્યુબિલી પ્રસંગે બિગ જ્યુબિલી લંચ સહિત વિવિધ હાઈ પ્રોફાઈલ ઈવેન્ટ્સમાં પરફોર્મન્સ અપાયું છે.

    તુર્કીના ભૂકંપગ્રસ્તોની વ્હા...

    બ્રિટનની જાણીતી સંસ્થા ફૂડ ફોર ઓલના હરે કૃષ્ણ ભક્તો તાજેતરમાં વિનાશક ભૂકંપનો ભોગ બનેલા અને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા તુર્કીના અસરગ્રસ્તોની વ્હારે પહોંચ્યા છે.