નોલેજ પ્લેટફોર્મ #TechTuesdaysUK દ્વારા મંગળવાર 7 માર્ચ 2023ના દિવસે ‘ફિનટેક’ થીમ સંબંધિત એપિસોડ યોજાયો હતો. આ સાંજના પેનલ મેમ્બર્સમાં RationalFXના સહસ્થાપક અને સીઈઓ પરેશ દાવડ્રા, Shieldpayના સહસ્થાપક અને સીઓઓ ટોમ સ્ક્વાયર અને Trustlyના વાઈસ પ્રેસિડેન્ટ અનીશ થાપાનો સમાવેશ થયો હતો. આગામી મંગળવાર 4 એપ્રિલના એપિસોડમાં ‘સ્પેસટેક’ SpaceTech નો થીમ છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
યુકેમાં જૈન કોમ્યુનિટીનું પ્રતિનિધિત્વ કરતા અગ્રણીઓને સોમવાર 13 માર્ચે લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મર અને તેમની લેબર ટીમ સાથે વાતચીત કરવા આમંત્રિત કરાયા હતા. લેબર પાર્ટી વિવિધ આસ્થાઓ અને સંસ્કૃતિઓ સાથે સંપર્ક જાળવવા ઉત્સુક જણાય છે. સર સ્ટાર્મર અન્ય મીટિંગમાં વ્યસ્ત હોવાથી તેમની સાથે મુલાકાત થઈ શકી ન હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિય-દાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર (કુમકુમ) અમદાવાદ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની 242મી જયંતી અને કુમકુમ મંદિરના 30મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
દેશવિદેશમાં વસતાં જૈનો "અહિંસા પરમો ધર્મ"ના સંદેશનું પ્રસારણ ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામિના જન્મદિને (ચૈત્ર સુદ તેરસ) પોતપોતાની આગવી રીતે કરવા કટિબધ્ધ બને છે. આ વર્ષે ૪ એપ્રિલના રોજ આ ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરી વિશ્વભરમાં પરસ્પર પ્રેમ, કરૂણા અને માનવતાના કલ્યાણ માટે કરશે
વિશ્વભરના લાખો હિંદુઓ માટે ચૈત્ર શુક્લ નોમ (આ વર્ષે 30 માર્ચ)નું વિશેષ મહત્ત્વ છે. હજારો વર્ષો પહેલા આ તિથિએ ભગવાન શ્રી રામ અવતર્યા હોવાથી આ દિવસ રામનવમી તરીકે ઉજવવામાં આવે છે તો 1781માં આ જ તિથિએ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર પ્રગટ થયા હતા.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સોજીત્રા સમાજ-યુકેના સભ્યો દ્વારા તાજેતરમાં એક મિલન સમારોહનું આયોજન થયું હતું. આ પ્રસંગે નિસ્વાર્થભાવે સંસ્થાની આજીવન સેવા કરનાર વરિષ્ઠ સભ્ય જનકભાઈ પટેલનું ઉષ્માપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' અને 'જૈન સમાજ માંચેસ્ટર' દ્વારા ૮૦ વર્ષ કરતા વધુ વયના વડિલોના ગરિમાપૂર્ણ સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮ જુલાઇ ૨૦૧૫ના રોજ 'જૈન સમાજ માંચેસ્ટર', સ્ટોકપોર્ટ, માંચેસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટોકપોર્ટના ડેપ્યુટી લોર્ડ મેયર સુશ્રી જૂન સોમેખ અને કાઉન્સિલર પીટર કૂકસન ઉપસ્થિતીમાં ૧૦૦ વર્ષના પ્રભાવતીબેન શાહ તેમજ ૯૮ વર્ષના વિરચંદભાઇ માલદે સહિત ૮૦ વર્ષથી ઉપરની વયના ૩૫ વડિલોનું ભાવભીનું સન્માન કરાયું હતું. કાર્યક્રમની પરંપરાના ભાગરૂપે સર્વે સન્માનીત વડિલોની આરતી ઉતારવામાં આવી હતી.
