સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    કુમકુમ મંદિર ખાતે હોળી પર્વની...

    અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને ધાણી અને પતાસાના હારડાનો શણગાર ધરાવવામાં આવ્યો હતો.

    પ્રમુખસ્વામી મહોત્સવના ઉદ્ઘા...

    બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી (પીએમએસ 100) સમારોહનું વ્યક્તિગત રીતે ઉદ્‌ઘાટન કરવા બદલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વિશ્વભરના બીએપીએસ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લઈને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

    ઠાકોર સમાજે ડીજે પર તો પાટીદાર...

    સમાજમાં ઘર કરી ગયેલાં દૂષણો ૫૨ નિયંત્રણ માટે વિવિધ જ્ઞાતિ સમાજ દ્વારા નવતર પહેલો કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના ભાભરના લુણસેલા ગામમાં સદારામ બાપાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઠાકોર સમાજે કુંવારી દીકરીઓને મોબાઇલથી દૂર રાખવા સહિતના 11 સંકલ્પ લીધા હતા. તો બીજી તરફ નડિયાદ તાલુકાના પીપલગ ગામે મધ્ય ગુજરાત લેઉઆ પાટીદા૨ સમાજના વિવિધ ઘટકોની બેઠકમાં દારૂના દૂષણ પર અંકુશ મૂકવા માટે લગ્નપ્રસંગોમાં વરઘોડા બંધ ક૨વાનો નિર્ણય લેવાયો છે.

    સંસ્થા સમાચાર (અંક 25 માર્ચ 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ગૌસેવા જ છે સાચી ગોવર્ધન સેવા...

    ચૈત્રી નવરાત્રિના પાવન પર્વોમાં ગોપાળ પ્યારી ગૌમાતાની સેવાનો અમૂલ્ય લ્હાવો યુકેવાસીઓને પ્રાપ્ત થયો છે. 

    અક્ષરધામ મંદિરમાં યોજાઇ શ્રી

    આવતા વર્ષે 15 જાન્યુઆરી પછી લગભગ તરત અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામનો પ્રતિષ્ઠા ઉત્સવ યોજાશે. આ હેતુથી 21 માર્ચ 2023થી 15 જાન્યુઆરી 2024 સુધી 300 દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્કૃતિક ચેતના જાગ્રત કરવા માટે દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરથી એક વિશાળ ભક્તિ અભિયાન શરૂ કરાયું છે.

    બીએપીએસ નિસ્ડન મંદિર ખાતે ગોવ

    ભારતના હીરાઉદ્યોગના મોભી ગોવિંદભાઈ ધોળકિયા અને તેમની સાથેના પ્રતિનિધિ મંડળના સભ્યોનું બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન મંદિર ખાતે પરોપકારી કાર્યો કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

    ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પાંચ એકરમાં સાકાર થનારા લક્ષ્મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ તથા શોભાયાત્રા યોજાઈ હતી. 

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (એસજીવીપી) દ્વારા અમેરિકાના જ્યોર્જિયા સવાના સ્થિત શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિર ખાતે 5થી 9 એપ્રિલ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે હાજરી આપવા સંસ્થાના અધ્યક્ષ પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ સવાનાહ પહોંચ્યા છે.

    ભવન્સના સંગીતોત્સવમાં વાદ્યસંગીત અને કંઠ્યસંગીતના ધૂરંધરોએ દિલ ડોલાવ્યા

    ગત એક વર્ષ દરમિયાન લંડન ભવન્સ દ્વારા તેની સુવર્ણજયંતીની ઉજવણીના ભાગરૂપે ખાસ તૈયાર કરાયેલા પરફોર્મ્સીસ, વર્કશોપ્સ અને વિવિધ ઈવેન્ટ્સના આયોજનો કરાતા રહ્યા છે. ફિનાલે ઈવેન્ટ્સમાં એક તરીકે ભવન્સ દ્વારા શ્રેષ્ઠ વાદ્યસંગીત અને કંઠ્યસંગીતના ધૂરંધરોને સમાવતા ભારતીય શાસ્ત્રીય સંગીતની બે વીકેન્ડની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. 18 માર્ચના વીકેન્ડમાં પંડિત કુશલ દાસનું દિલ ડોલાવનારું સિતારવાદન અને પ્રસિદ્ધ માયસોર બ્રધર્સ દ્વારા વાયોલિનવાદનનો કાર્યક્રમ યોજાયો હતો.