બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વર્તમાન ગુરુ પ.પૂ. મહંત સ્વામી મહારાજે મંગળવારે લંડન પધરામણી કરતાં હરિભક્તોમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે. વરિષ્ઠ સંતગણ સાથે લ્યુટન એરપોર્ટ પર આવી પહોંચેલા મહંત સ્વામી મહારાજનું નિસ્ડન મંદિરના વડા યોગવિવેક-દાસ સ્વામી, પ્રબુદ્ધમુનિદાસ સ્વામી સહિતના સંતોએ સ્વાગત કર્યું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા 23 એપ્રિલ 2023, રવિવારના રોજ નવનાત સેન્ટર ખાતે પ્રથમ શ્રી જગન્નાથ કન્વેન્શન લંડનનું આયોજન કરાયું હતું. આ સંમેલનમાં લંડનની મુલાકાતે આવેલા પુરીના મહારાજા, પ્રભુ જગન્નાથના આદ્ય સેવક અને પુરીના પુરુષોત્તમ ક્ષેત્રસ્થિત શ્રી મંદિરમાં શ્રી જગન્નાથ ટેમ્પલ મેનેજિંગ કમિટીના ચેરમેન ગજપતિ મહારાજ દિવ્ય સિંહ દેવ અને મહારાણી લીલાવતી પટ્ટામહાદેઈની વિશેષ ઉપસ્થિતિ હતી.
સમગ્ર યુકેની ફેઈથ કોમ્યુનિટીઓ ‘બિગ હેલ્પ આઉટ’ના સમર્થનમાં એકસંપ બની સોમવાર 8 મેએ કોરોનેશન બેન્ક હોલીડેના દિવસે વોલન્ટીઅરીંગ ઈવેન્ટ્સનું આયોજન કરી રહેલ છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ,જ્યુઈશ, હિન્દુ, શીખ, બૌદ્ધ, બહાઈ, જૈન, ઝોરોસ્ટ્રીઅન સહિત ફેઈથ કોમ્યુનિટીઓના અગ્રણીઓએ તાજપોશી વીકએન્ડના સમર્થનમાં ખુલ્લા પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે તેમજ પોતાની કોમ્યુનિટીઓને. ‘બિગ હેલ્પ આઉટ’માં ભાગ લેવા હાકલ કરી છે.
કિંગ ચાર્લ્સ તૃતીયની તાજપોશીની ઉજવણીના કાર્યક્રમો નિમિત્તે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ હર્ટફોર્ડશાયર દ્વારા ભક્તિવેદાંત મેનોરમાં મંગળવાર 2 મેના દિવસે ધર્મનેતાઓ માટે ‘પ્રી-કોરોનેશન ટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હર્ટફોર્ડશાયરના 30થી વધુ ધાર્મિક સંસ્થા-સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ ડઝન જેટલા ધર્મોનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ વર્ષે ભક્તિવેદાંત મેનોર તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. બીટલ્સ ગ્રૂપના જ્યોર્જ હેરિસને 50 વર્ષ અગાઉ આ મંદિરનું આપણી કોમ્યુનિટીને દાન કર્યું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
યુકેસ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્થા (BAPS)એ 6 મે, શનિવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે નામદાર કિંગ ચાર્લ્સ તૃતીય અને ક્વીન કેમિલાના ઐતિહાસિક કોરોનેશન તેમજ નીસડન ટેમ્પલમાં સાંજની વિશેષ આદરાંજલિ સાથે ઉપસ્થિતિ નોંધાવી હતી.
દર વર્ષે છત્રી મેમોરિયલ ગ્રૂપ દ્વારા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રાઈટનમાં અંતિમવિધિ કરાયેલા ભારતીય સૈનિકોની યાદમાં વાર્ષિક છત્રી મેમોરિયલ સર્વિસનું આયોજન કરાય છે. અખંડ ભારતના આશરે 12,000 સૈનિક યુદ્ધના પશ્ચિમ મોરચેથી અહીં લવાયા હતા અને ઈજાગ્રસ્તોને સારવારાર્થે બ્રાઈટનની હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. છત્રી મેમોરિયલ અનોખું અને સમગ્ર યુકેમાં આ પ્રકારનું એકમાત્ર સ્મારક છે.
દર શુક્રવારે નવનાત વડિલ મંડળના ૨૫૦-૩૦૦ સભ્યો હેઝના ભવનમાં મળે છે. યોગા, રમત-ગમત, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ કાર્યક્રમો દ્વારા જૈફ વયની મોજ માણે છે. એમના માટે ખાસ કોચની વ્યવસ્થા પણ કરાય છે. જો કે ગત શુક્રવાર તા. ૧૨ મે’૨૩નો દિવસ સવિશેષ આનંદનો હતો. એ દિવસે નવનાત વડિલ મંડળને લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડે કિચન માટે લોટ બાંધવાના મશીનની ભેટ આપવા સાથે સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. એ દિવસે મંડળના ૩૦૦ સભ્યો ઉપરાંત લાયન્સ ક્લબ ઓફ એનફિલ્ડના કમિટી સભ્યો, નવનાત મુખ્ય બોડી અને ભગિનીના કમિટી સભ્યોની હાજરી તથા આમંત્રિત મહેમાનોની હાજરીથી હોલ ભરાયેલ હતો.
