સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    અમેરિકાથી 40 હજાર, યુકે-યુરોપથી...

    પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં દરરોજ એક લાખથી વધુ જ્યારે શનિવાર અને રવિવારના દિવસે 2 લાખથી વધુ લોકો નગરની મુલાકાતે આવે છે. શતાબ્દી મહોત્સવમાં આઠમી જાન્યુઆરી સુધીમાં 85 હજારથી વધુ વિદેશવાસી ભારતીયો (એનઆરઆઇ) આવી ચૂક્યા છે, જેમાં સૌથી વધુ 40 હજાર અમેરિકા-કેનેડાથી, આફ્રિકા અને યુકે-યુરોપથી 10-10 હજાર અને ગલ્ફ દેશોમાંથી પણ 5 હજારથી વધુ વિદેશવાસી ભારતીયો આવ્યા છે અને મહોત્સવનું સમાપન થતાં સુધીમાં વિદેશથી હજુ 25 હજારથી વધુ લોકો આવવાનો અંદાજ છે. 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નોર્થ-વેસ્ટ ઇંગ્લેન્ડના મર્સીસાઇડ મેટ્રોપોલીટન કાઉન્ટીનું શહેર લિવરપુલ, જેણે જગવિખ્યાત પોપસ્ટાર્સ જ્હોન લેનન, પોલ મકાર્ટની, રીંગો સ્ટાર્ર અને સંખ્યાબંધ સિનેકલાકારોની ભેટ અાપી છે એ મ્યુઝીક સિટીની મુલાકાતે ગત શુક્ર અને શનિવારે જવાનું થયું હતું. અહીં ભારતીય સંગીતસાધનાની ધૂણી ધખાવીને પશ્ચિમના પરિસરમાં પૂર્વના સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરી રહેલા "મિલાપફેસ્ટ"ના સરસ્વતી સાધકોને જાણવાનો, માણવાનો મોકો મળ્યો. લગભગ ૩૦ વર્ષ (૧૯૮૫)થી કાર્યરત "મિલાપફેસ્ટ" દ્વારા ૫૦૦થી વધુ યુવાન અને બાળકલાકારોને ભારતીય નૃત્યકલા અને સંગીત શિક્ષણનું જ્ઞાન અાપી તૈયાર કરાયા છે.

    સારંગપુરમાં શ્રદ્ધા - ગુરુભક્

    ભગવાન સ્વામિનારાયણના દિવ્ય વૈદિક ઉપાસના-સંદેશના પ્રવર્તન માટે, સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે તીર્થધામ સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. 13 ઓગસ્ટ 2016ના રોજ તેઓ અંતર્ધાન થયા. તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દૃષ્ટિ મારા પર રહે અને મારી દૃષ્ટિ ઈષ્ટદેવ ભગવાન શ્રીસ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય. તેમની આ ઇચ્છા પ્રમાણે જ તેઓના દિવ્ય વિગ્રહનો અંતિમસંસ્કાર વિધિ કરાયો હતો. આજે એ જ સ્થળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી સ્મૃતિ મંદિર આકાર લઈ ચુક્યું છે.

    જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કૂવેર

    જ્ઞાન સંપ્રદાયના સપ્તમ કુવેરાચાર્ય અવિચાલદાસજી મહારાજની પ્રેરણાથી ચતુર્થ દિવસીય પરમગુરુ સાર્ધદ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે 25 જાન્યુઆરીએ વિરાટ ધર્મ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં પધારેલા અખિલ ભારતીય સંત સમિતિના પદાધિકારીઓ અને વિવિધ પરંપરાઓના આચાર્ય, મહામંડલેશ્વરો, શ્રીમહંતો અને જગદગુરુ શંકરાચાર્ય, જગદગુરુ રામાનંદાચાર્ય દ્વારા આચાર્ય અવિચલદાસજી મહારાજના જીવનકાર્યો, સામાજિક, શૈક્ષણિક અને હિન્દુ ધર્મજગતમાં અભૂતપૂર્વ રાષ્ટ્રીય યોગદાન બદલ જગદગુરુની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ધર્મરક્ષા અને રાષ્ટ્રરક્ષા કાજે હિન્દુ સમાજનું સંગઠન આજના સમયની માગ છે.

    વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ મંદિરમ

    વીએચપી ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર્વે રાની તિવારી અને પરિવારના યજમાનપદે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

    પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં પ્રે...

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા પ.પૂ. રામબાપાની સ્મૃતિમાં 12 ફેબ્રુઆરીન રોજ બપોરે 2.00 કલાકે મંદિર ખાતે શાંતિપાઠનું આયોજન થયું છે.

    ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા ઉજવણી

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) ખાતે શનિવાર 28 જાન્યુઆરીએ ભારતના પ્રજાસત્તાક દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 74મા ગણતંત્ર દિનને ઉજવવા સોસાયટીએ વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પ્રેસ્ટનના મેયર કાઉન્સિલર નીલ ડર્બી, લેન્કેશાયરના હાઈ શેરિફ મિ. માર્ટિન એઈન્સ્કો, પ્રેસટન સિટી કાઉન્સિલના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ મિસિસ સારાહ થ્રેલ્ફાલ, ડેપ્યુટી પોલીસ કમિશનર એન્ડી પ્રેટ, કાઉન્સિલરો યાકુબ પટેલ, નિષ્મા હિન્ડોચા તેમજ બીબીસી રેડિયો લેન્કેશાયરના તલન અવાન સહિત આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમને શોભાવ્યો હતો.