સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    SGVP ગુરુકુલની મુલાકાતે મુખ્યમં

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સોમવારે SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પૂર્ણ કળશ અર્પણ કરી વેદના મંત્રોના ગાન સાથે સ્વાગત કર્યું હતું.

    ‘આ સમય હિન્દુઓ માટે એકસંપ થવાન...

    ગુરુકુલ પરિવાર અને સ્વામિનારાયણ ગુરુકુલ-અમદાવાદના વડા શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી દૃઢપણે માને છે કે સનાતન ધર્મના મૂળ આપણા કુટુંબ, સમુદાય અને વિશ્વમાં એકતા તથા અખંડિતતાના મૂલ્યોનું જતન-સંવર્ધન કરવામાં બહુ મદદરૂપ થાય છે. આજે હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે એક થવાનો સમય પાકી ગયો છે, જો આમ નહીં થાય તો આ પ્રાચીન અને ઉમદા ધર્મને મોટું નુકસાન થશે.

    SGVP ગુરુકુલની મુલાકાતે મુખ્યમં

    ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સોમવારે SGVP સ્વામિનારાયણ ગુરુકુલમાં દર્શનાર્થે પધારતા દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પૂર્ણ કળશ અર્પણ કરી વેદના મંત્રોના ગાન સાથે સ્વાગત કર્યું હતું. 

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મહાવીર ફાઉન્ડેશનના પ્રતિષ્ઠા...

    મહાવીર ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવની 11 મી વર્ષગાંઠની ઉજવણી કરાઇ હતી. ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન 10 જૂનના રોજ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

    લેસ્ટરમાં સાઈ બાબા અને શક્તિમાતા મંદિરના નિર્માણમાં ઉદાર યોગદાનની અપેક્ષા

    લેસ્ટરમાં બેલગ્રેવ ખાતે શક્તિમાતા મંદિરમાં સાઈ બાબાના મંદિરનું નિર્માણ કરવા માટે આયોજન થઈ રહ્યું છે. એમરશામના ટ્રસ્ટી શ્રી રાજ કામેલાના જણાવ્યા અનુસાર સાઈ બાબાના મંદિરના નિર્માણના શુભ આશય સાથે 2009માં ‘SHITAL’ (શિરડીસાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન) ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરવામાં આવી હતી. ઈલિંગ રોડ-વેમ્બલીમાં સૌપ્રથમ મંદિરનો આરંભ 2010માં કરાયો હતો. આ પછી, 2013માં લેસ્ટરમાં સાઈ બાબાનું મંદિર શરૂ કરવામાં આવ્યુ હતું તેમજ 2017માં મિલ્ટન કિન્સ ખાતે મંદિરનિર્માણ માટે જમીન સિક્યોર કરવામાં આવી છે.

    મન એ સંકલ્પ અને વિકલ્પનું પ્રત...

    કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની અગાધ શક્તિઓ પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે ‘હિંદુ ધર્મ અને વેદ અન્ય શાસ્ત્રો કરતાં શ્રેષ્ઠ છે. આજે આખું વિજ્ઞાન એક પરિમાણથી આગળ વધી શકતું નથી પણ આપણા ઋષિ મુનિઓ મનના માધ્યમથી તેના કરતાં પણ આગળ પહોંચી ગયા છે. આપણા વેદોએ કહ્યું છે કે મન પ્રકાશ કરતાં પણ ઝડપી છે. મન સક્રિય છે અને સક્રિયતા એ આત્મા દ્વારા પ્રદાન કરાયેલી ચેતનાને કારણે છે, જે પ્રજ્ઞા નામના દિવ્ય પ્રકાશથી ભરેલી છે. આપણા શાસ્ત્રો આપણો મહાન વારસો છે, જે વિશ્વના અન્ય કોઈ પણ ધર્મો પાસે નથી. આથી જ આપણે ગર્વથી કહીએ છીએ - હમ હિન્દુ હૈ.’

    "ઓમ શક્તિ સેન્ટર"  યોજિત ઋણ સ્વી...

    જીવન સંધ્યાએ ઉભેલા આપણા સમાજના વડીલો અને વાત્સલ્યમયી માતૃશક્તિએ જીવનમાં અનેક કષ્ટ વેઠીને સ્નેહપૂર્વક પોતાના સંતાનોનો ઉછેર કરી શિક્ષિત કર્યા એટલું જ નહિ પણ એમના ગ્રાન્ડચિલ્ડ્રનને સ્કૂલે લેવા-મૂકવા જવા સાથે ઘરે ચીવટપૂર્વક ઊછેર કરવામાં અમૂલ્ય સહકાર આપ્યો છે એવા વડીલોના સમર્પણભાવને સત્કારતો એક કાર્યક્રમ ગયા બુધવાર (૭ જૂન)ના રોજ "ઓમ શક્તિ સેન્ટર" દ્વારા ઉજવાયો જેમાં લોકપ્રિય "ગુજરાત સમાચાર – એશિયન વોઇસ"ના એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલ તથા હેરોના જાણીતા સામાજીક કાર્યકર અને "સંગત એડવાઇસ સેન્ટર"ના શ્રી કાન્તિભાઇ નાગડાના હસ્તે ૨૩૦ જેટલા વડીલોને એવોર્ડ અને શાલ અર્પણ કરી સન્માનિત કરાયા.