પ્રાઈડવ્યૂ ગ્રૂપના 11મા વર્ષમાં પ્રવેશેલા વાર્ષિક ક્રિકેટ ઈવેન્ટ પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સખાવતી હેતુઓ માટે 35,000 પાઉન્ડ એકત્ર કરાયા હતા. ગ્રેટર લંડનના નોર્થવૂડમાં મર્ચન્ટ ટેઈલર સ્કૂલ ખાતે 18 જુલાઈના ઈવેન્ટ દ્વારા દીર્ઘકાલીન ચેરિટી પાર્ટનર વન કાઈન્ડ એક્ટ ઉપરાંત, પ્રથમ વખત લેન્ડએઈડ (LandAid)ને પણ સપોર્ટ કરાયો હતો. પ્રાઈડવ્યૂ ગ્રૂપ યુકે અને વિશ્વમાં વિવિધ ચેરીટીઝને સપોર્ટ કરે છે. આ વર્ષના ફંડ સાથે પ્રાઈડવ્યૂક્રિકેટ કપ દ્વારા સ્થાપનાથી અત્યાર સુધી વન કાઈન્ડ એક્ટ માટે 200,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરાઈ છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સમગ્ર ભારતમાં વિવિધ બીએપીએસ મંદિરોમાં આયોજિત વાર્ષિક પ્રાદેશિક બાલ-બાલિકા કાર્યકર શિબિરમાં બાલપ્રવૃત્તિના 14,300થી વધુ સ્વયંસેવકોએ હાજરી આપી હતી.
BAPS સ્વામીનારાયણ સંસ્થાના હિન્દુ ફેલોશિપના નેતાઓએ 20 જુલાઈએ પેરિસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને BAPS દ્વારા પેરિસમાં નિર્માણાધીન નવા હિન્દુ મંદિરની પ્રગતિ વિશે માહિતગાર કર્યા હતા. પેરિસના બહુધર્મી અને બહુસાંસ્કૃતિક હાર્દ સમાન એસપ્લેનેડ દેસ રીલિજિયન્સ એટ દેસ કલ્ચર્સ ખાતે નિર્માણાધીન આ મંદિર યુરોપમાં પ્રથમ પરંપરાગત મંદિર બની રહેવા સાથે સંસ્કૃતિ, એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપશે તેના વિશે વડા પ્રધાને જાણ્યું હતું.
આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ (8WZYC)નું આયોજન 27 વર્ષ વછી લંડનમાં 21થી 26 જુલાઈ 2023ના ગાળામાં કરાયું હતું જેમાં, 15 દેશના 515 યુવા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સારા વિચાર, સારા શબ્દો અને સદ્કાર્યોનો વિશિષ્ઠ સંદેશ ધરાવતો ઝોરોસ્ટ્રીઅન ધર્મ 3500 વર્ષથી વધુ પુરાણો છે. આશરે માત્ર 200,000ની વસ્તી ધરાવતા પ્રાચીન ધર્મના અસ્તિત્વ અને વિકાસ માટે ભાવિ પેઢીને એકત્ર કરવી આવશ્યક છે. 8WZYC ઝોરોસ્ટ્રીઅન કોમ્યુનિટીમાં વૈવિધ્યતા અને સમાવેશિતાને પ્રોત્સાહન આપવાના હેતુસર વક્તાઓના વૈવિધ્યપૂર્ણ વક્તવ્યો, વર્કશોપ્સ અને સામાજિક કાર્યક્રમો યોજવા માગે છે. 70થી વધુ વક્તાએ આંતરધર્મીય લગ્નો, LGBTQ+ સંબંધો, ધર્માન્તરણ સહિતના વિષયો તેમજ મીડિયા, આર્ટ્સ અને સ્પોર્ટ્સમાં યુવા પારસીઓની સિદ્ધિઓ વિશે વાતો કરી હતી. આઠમી વર્લ્ડ ઝોરોસ્ટ્રીઅન યુથ કોંગ્રેસ ઈવેન્ટમાં સમૃદ્ધ ઝોરોસ્ટ્રીઅન વારસાની ઉજવણી કરાઈ હતી એટલું જ નહિ, વધુ એકસંપ અને સ્થિર વિશ્વમાં યોગદાન આપવા તેના મૂલ્યો અંગીકાર કરવા ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પડાઈ હતી.
રામમંદિરના નિર્માણની જવાબદારી સંભાળતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સત્તાવાર રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામમંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટેના કાર્યક્રમ માટે આમંત્રણ આપ્યું છે.
વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીનાં શ્રીમુખેથી લંડનમાં સૌ પ્રથમવાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અધિક માસમાં સુંદર પ્રારંભ થયો. પૂજ્ય મહોદયશ્રી દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાનસભર વિષયોને સરળતાથી સમજાવતા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લંડનનાં અસંખ્ય વૈષ્ણવો ભાવિકજનોએ ભરપૂર લાભ લીધો. ધામેચા લોહાણા સેન્ટર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મુખ્ય મનોરથી કંતેશભાઈ પોપટ, મનોજભાઈ, લોર્ડ ડોલરભાઈ પોપટ, પંકજભાઈ તથા સમસ્ત પોપટ પરિવાર અને VYO-UK છે.
સ્ટેનમોર વિસ્તારમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ યુકેની સ્થાપનાને ૬ ઓગષ્ટના રોજ ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તે પ્રસંગે યોજાયેલા પાટોત્સવ મહોત્સવમાં હાજરી આપવા કુમકુમ - મણિનગરના સંતો લંડન પધાર્યા છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ – મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજી સાથે ખાસ વાતચીતના અંશો...
મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ) ખાતે હિન્દુ ધર્મના અગ્રણી ધર્માચાર્યો સાથે ધાર્મિક સમન્વય મુદ્દે સંવાદ કર્યો હતો.
SGVP-છારોડીના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ સંતમંડળ તથા ભક્તજનોની સાથે લેહ-લદ્દાખની યાત્રા દરમિયાન કારગીલ વિજય દિવસની પૂર્વસંધ્યા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) ફોર્સના જવાનો સાથે ગાળી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
