ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે રવિવારે મંદિરના દસમા પાટોત્સવની ઉજવણી પ્રસંગે કુમકુમ મંદિરના સંસ્થાપક સાધુતાની મૂર્તિ સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવનકવન આધારિત ‘Idol of Sainthood Sadguru Shastri Shree Anandpriyadasji Swami’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે એબીપીએલ ગ્રૂપના પબ્લિશર / એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ અને ‘ગુજરાત સમાચાર’ના ગ્રૂપ એડિટર મહેશભાઈ લિલોરિયા ઉપસ્થિત રહ્યા હતા.
રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રકતદાન અભિયાનનો આરંભ થયો છે. દસ સપ્તાહ સુધી ચાલનારો આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ ન્યૂ જર્સી સ્ટેટમાં અત્યાર સુધીમાં યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. અભિયાન દરમિયાન 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર રકત એકત્ર કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી થયું છે. આટલું રક્ત 18,000 જેટલા લોકોના જીવન બચાવવા સક્ષમ છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ભાદરણ બંધુ સમાજ દ્વારા 13 ઓગસ્ટના રોજ (સવારે 10.00થી રાત્રે 8.00) એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને પિકનિક ડેનું આયોજન કરાયું છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સિકાકસ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.
યુકેના કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા સાઉથ એશિયન હેરિટેજ મન્થના ભાગરૂપે 5 ઓગસ્ટની બપોરે કેનસાલ ગ્રીન સેમિટેરી ખાતે દફનાવાયેલા દ્વારકાનાથ ટાગોરની પૂણ્યતિથિ નિમિત્તે સ્મરણસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનમાં સેન્ટ જ્યોર્જ હોટેલ ખાતે 1846ની 1 ઓગસ્ટે અવસાન પામેલા સ્વર્ગસ્થ દ્વારકાનાથને શ્રદ્ધાંજલિ અર્પવા કોમ્યુનિટીના લોકો હવામાનની ચિંતા કર્યા વિના એકત્ર થયા હતા.
ભારત તેની સદીઓ પુરાણી પરંપરાઓ, ઘરઆંગણે વિકસેલું હસ્તકૌશલ્ય અને કળા માટે ભારે ગૌરવ ધરાવે છે. ભારતીય નારી સદીઓથી જે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે તે સાડીમાં આ ત્રણેનો સુંદર સમન્વય જોવા મળે છે. સાડીનો ઈતિહાસ અતિ પ્રાચીન છે અને સિંધુ ખીણ સભ્યતા સુધી તેના નિશાન જણાય છે. ઈતિહાસના હજારો વર્ષના કાલખંડમાં કાપડ, સિલાઈ, ડિઝાઈન્સ, પ્રિન્ટ્સ, ભરતકામ, સુશોભન અને પહેરવાની સ્ટાઈલ્સમાં પ્રાદેશિક ભિન્નતા સાથે સાડીની ઉત્ક્રાંતિ અદ્ભૂત કળાસ્વરૂપમાં થઈ છે. બ્રિટનમાં 6 ઓગસ્ટ 2023ના દિવસે ઈતિહાસ રચાયો હતો જ્યારે ભારતીય મૂળની આશરે 500 મહિલાઓ પરંપરાગત સાડી પરિધાન કરી લંડનની શેરીઓમાં શાંતિપૂર્વક ચાલતી જોવાં મળી હતી.
ધ ભવન દ્વારા 2 ઓગસ્ટે મહેમાનો દ્વારા મનનીય પ્રવચનો અને લાજવાબ સાંસ્કૃતિક પરફોર્મન્સીસ સાથે ભારતના સ્વાતંત્ર્ય દિનની 77મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
