અનુપમ મિશન યુકે દ્વારા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક મહાયાત્રાના 50 વર્ષની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે. પૂજ્ય સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં 15 ઓગસ્ટ 2023થી 7 સપ્ટેમ્બર 2023 સુધીના ગાળામાં શ્રેણીબદ્ધ સભાઓ અને ઉજવણીઓનું આયોજન કરાયું છે. શનિવાર 19 ઓગસ્ટ 2023ના દિવસે સાંજના 7.45 કલાકે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ગુરુહરિ સાહેબજીની વૈશ્વિક યાત્રાના 50 વર્ષ નિમિત્તે રવિવાર 20 ઓગસ્ટ 2023ના દિવસે સવારના 10.30 કલાકે સભાનું આયોજન અનુપમ મિશન યુકે, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેનહામ, UB9 4NA ખાતે કરવામાં આવેલ છે.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
રજિસ્ટર્ડ ચેરિટી કેમ્બ્રિજ હિન્દુ એસોસિયેશન (CHA)નો મહામૂલો પ્રોજેક્ટ ‘ધ ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ પરિપૂર્ણતાના આરે છે અને તેનું ભવ્ય ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 10.30 કલાકે કરવામાં આવશે. ઉદ્ઘાટન સમારંભમાં મેયર્સ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. પથ્થર પરની બારીક કોતરણી સાથેની કમાન સાથેના પ્રોજેક્ટ પાછળ મિલ રોડ ટ્રેડર્સ એસોસિયેશનના એમ્બેસેડર અને મૂળ ઈટાલિયન પીએરો ડી‘ એન્જેલિકોની મહેનત અને દીર્ઘદૃષ્ટિ કામે લાગ્યા છે.
શનિવાર ૧૨ ઓગષ્ટના રોજ યુ.કે. એશિયન વુમન્સ ક્લબે ન્યુટ્રીશીયન અને વેલબીઇંગ નિષ્ણાતને આમંત્રી વાર્તાલાપનું આયોજન હેરોમાં એક ચર્ચમાં કર્યું હતું. જેમાં ૯૦ વર્ષ સુધીની ઉમરની બહેનો-ભાઇઓએ મોટી સંખ્યામાં હાજર રહી તંદુરસ્તી જાળવવાની જાણકારીનો લાભ લીધો હતો. આ આરોગ્યને લગતો વાર્તાલાપ હોવાથી ભાઇઓને પણ સામેલ કરવામાં આવ્યા હતા.
ઐતિહાસિક શહેર કેમ્બ્રિજ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પ્રસંગનું સાક્ષી બની રહ્યું છે. વિશ્વની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક જીસસ કોલેજ, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં 12 ઓગસ્ટ 2023થી પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરૂ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ રામ કથા આધારિત નવ દિવસીય પ્રવચનમાળા શરૂ કરી. આ રામ કથા કાર્યક્રમનું આયોજન લોર્ડ ડોલર પોપટ પરિવારના મનોરથ અને બ્રિટનના યુવાનો દ્વારા સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
વડોદરામાં ચાતુર્માસ માટે પધારેલ ૫.પૂ. આચાર્ય રાજરત્ન સૂરિશ્વરજી મહારાજ અને રશ્મિરત્ન મહારાજશ્રીની નિશ્રામાં તપ અને સાધનાના મહાત્મયે વિક્રમ સર્જ્યો. જ્યાં વર્ષે ૧૫-૨૦ માસક્ષમણની તપસ્યા થાય ત્યાં એક સામટાં અબાલ-વૃધ્ધો મળી ૪૫૦ જણ ૩૦ દિવસના આકરાં ઉપવાસ (જેમાં માત્ર ઉકાળેલું પાણી સૂર્યોદય અને સૂર્યાસ્તની અંદર જ પીવાનું) કરવાની ઘટના વિક્રમજનક જ નહી એક ઐતિહાસિક સીમા ચિહ્ન છે.
પ્રેસ્ટનના ભક્તોએ રવિવારે નોર્થવેસ્ટમાં આવેલા છ ધામ મંદિરોની યાત્રા ભારે ધર્મોલ્લાસ સાથે સંપન્ન કરી હતી.
લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય નગર યાત્રા યોજાઇ હતી.
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 જુલાઇના રોજ રોબિન્સવિલમાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ એટલે કે ‘પ્રેરણાના મહોત્સવ’નો પ્રારંભ થયો છે. મહોત્સવ અંતર્ગત, તાજેતરમાં રોબિન્સવિલ સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે ‘From House to Home’ થીમ હેઠળ વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હજારો હરિભક્તોની સાથે સેંકડો સંતો અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા છે. સંસ્થાના સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ 19 ઓગસ્ટના રોજ પાટનગર નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળીને આ વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા.
નવનાત વણિક એસોસિએશન દ્વારા યોજાતો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે ત્રીજી સપ્ટેમ્બર - રવિવારે બપોરે 12થી સાંજના 7 વાગ્યા સુધી નવનાત સેન્ટર (પ્રિન્ટીંગ હાઉસ લેન, હેય્સ, UB3 1AR) ખાતે યોજાયો છે. જાણીતા સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ આ શાનદાર આયોજનના મિડીયા પાર્ટનર છે.
