અગાધ પ્રેમ, કરુણા અને નમ્રતા દ્વારા વિશ્વમાં લાખો લોકોના હૃદયને સ્પર્શી જનાર પ.પૂ. મહંતસ્વામી મહારાજનો 90મો જન્મદિન 13 સપ્ટેમ્બરે હજારો હરિભક્તો ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાયો હતો. બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામના ઓકટોબર મહિનામાં ઉદ્ઘાટન પ્રસંગે છેલ્લાં બે મહિનાથી ચાલી રહેલાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સ્પિરેશન્સ’ (પ્રેરણાનો મહોત્સવ) અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમ ‘યોર્સ ફેઇથફુલી, સાધુ કેશવજીવનદાસ’ ઉજવાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે.એ પૂ. રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની યુ.કે. ધર્મયાત્રાનું આયોજન કર્યું હતું. તા. ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ લેસ્ટર અને ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૩ના લંડનના હેરોમાં આવેલ કડવા પાટીદાર સમાજના હોલમાં ભાઇશ્રીના પ્રવચનનો કાર્યક્રમ ભોજન સહ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં દાતા પરિવારો તેમજ ધર્મપ્રેમીઓ હાજર રહ્યાં હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના યુકે પરિવારના સભ્યોનો સ્નેહ મિલન સમારંભ 16 સપ્ટેમ્બર 2023 શનિવારે રંગે-ચંગે યોજાયો હતો. સેવા, સમર્પણ અને સદ્ભાવના ધ્યેય સાથે યુકેમાં વસતા પરિવારોએ એક સાથે આવીને ઉદાહરણ પુરૂ પાડ્યું કે સંગઠન જ શકિત છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના 44મા અંતર્ધાનોત્સવ દિનની ઉજવણી શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે કરવામાં આવી હતી.
સ્કોટલેન્ડના પોર્ટ સિટી ગ્લાસગોના રસ્તાઓ ૫૨ રવિવારે મિની મુંબઇની ઝલક જોવા મળી હતી. ગણેશોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરમાં પહેલી વખત યોજાયેલી ભગવાન ગણપતિની શોભાયાત્રામાં ભારતીય હિન્દુ સંસ્કૃતિની ઝાંખી ઝળકતી હતી. જેમાં ધ્વજવાહકોથી લઇને ઢોલનગારાં સાથે 2000થી વધુ લોકો પારંપરિક મરાઠા પોશાકમાં જોવા મળ્યા હતા.
સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના સંતો હાલ સુરતમાં રહેતા એવા પૂ. અલૌકિકદાસજી સ્વામી, પૂ. વ્યતિરેકસ્વરૂપદાસજી સ્વામી તથા પૂ. અખંડવૃત્તિદાસજી સ્વામી હાલ યુકેમાં સત્સંગ વિચરણ અર્થે પધાર્યા છે.
અબુધાબીના રણ પ્રદેશમાં 27 એકરના વિશાળ વિસ્તારમાં 2020થી બીએપીએસ સંસ્થાના શિખરબદ્ધ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, અને 60 ટકાથી વધુ કાર્ય પૂરું પણ થઇ ગયું છે. આગામી ફેબ્રુઆરી 2024માં આ મંદિર સંપૂર્ણ તૈયાર કરીને ખુલ્લું મુકાશે. પ્રાચીન પદ્ધતિથી સાકાર થઇ રહેલા અને નકશીદાર કોતરણી ધરાવતા આ મંદિરમાં સાત શિખરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી ઊંચું શિખર 108 ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું છે. આ સાથે મંદિરના પથ્થરોમાં 350થી વધુ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના કામમાં 40 હજારથી વધુ લોકો જોડાયેલા છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પૂજ્ય ગુરુદેવ રાકેશજીની નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુર દ્વારા પર્યુષણ પર્વની ધર્મોલ્લાસભેર ઉજવણી થઇ હતી, જેમાં દેશવિદેશથી હજારોની સંખ્યામાં ભાવિકોએ જોડાઇને તેમના સત્સંગનો લાભ લીધો હતો. વિશ્વભરમાં દરેક જીવને શાશ્વત શાંતિ અને અનંત સુખના માર્ગની પ્રાપ્તિ થાય તે માટે શ્રીમદ્ રાજચંદ્ર મિશન વિશ્વની સાત ભાષાઓમાં કાર્યરત યૂટ્યૂબ ચેનલોમાં પૂ. ગુરુદેવ રાકેશજીના ડબ કરેલા સત્સંગ - ધ્યાન વગેરે બતાવે છે.
નાગ્રેચા પરિવાર દ્વારા લેટન રોડ સ્થિત હરિબેન બચુભાઇ નાગ્રેચા હોલમાં ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં લોટી ઉત્સવ યોજાયો હતો.
