સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સ્વામીનારાયણ અક્ષરધામની મુલા...

    દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ યુનાઈટેડ સ્ટેટ્સ કોંગ્રેસનલ ડેલિગેશને ભારતની મુલાકાત લીધી હતી. આ પ્રવાસના ભાગરૂપે તેઓએ 15 ઓગસ્ટે નવી દિલ્હીમાં પ્રસિદ્ધ સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સંકુલની પણ મુલાકાત લીધી હતી.

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે. 

    BBS UK ફેમિલી પિકનિકઃ એકતા, સંસ્કૃતિ અને આરોગ્ય હિમાયતનો વિજય

    યુકેની જોશીલી ભારતીય કોમ્યુનિટીના હાર્દમાં છેક 1982થી સ્થાપના કરાયેલા ચેરિટેબલ ટ્રસ્ટ ભાદરણ બંધુ સમાજ યુકે (BBS UK) દ્વારા કરાયેલી ભવ્ય ઉજવણી થકી ઉપસ્થિત 400થી વધુ લોકોમાં આનંદ, મૈત્રી-બંધુત્વની ભાવના સાથે આવશ્યક આરોગ્યલક્ષી સંદેશાનો પ્રસાર પણ કરાયો હતો. BBS UK ફેમિલી પિકનિક માત્ર સંસ્કૃતિ અને મૂલ્યોની જાળવણીની સાતત્યપૂર્ણ પ્રતિબદ્ધતાનો પુરાવો જ નથી પરંતુ, યુનાઈટેડ કિંગ્ડમમાં વસતી ગુજરાતી કોમ્યુનિટીના સ્વાસ્થ્ય કલ્યાણને આગળ વધારવાના તેમના અથાક સમર્પણનો પણ પુરાવો છે. આ ઉજાણીનું આયોજન વિશાળ ગ્રાઉન્ડ્સ અને વિપુલ સુવિધાઓ ધરાવતી કિંગ્સબરી હાઈ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.

    ‘જિસસ કોલેજ ખાતે હિન્દુ ઈવેન્ટની યજમાની કરવાનો નિર્ણય વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પશ્ચાદભૂને સ્વીકારવાની સંસ્થાની નિષ્ઠાનું પ્રદર્શન કરે છે. સમાવેશિતા અને સ્વીકૃતિનું શક્તિશાળી પ્રતીક છે જે વિવિધ ધર્મો વચ્ચે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાની કોલેજની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જ્યાં વિદ્વતાની સર્વોચ્ચ પીઠનું આધ્યાત્મિક વિચારધારા સાથે મિલન થાય છે. આ વિશ્વમાં જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્યતા સર્વોપરી છે ત્યારે જિસસ કોલેજ ખાતે રામ કથા જેવા ઈવેન્ટ ધર્મો વચ્ચે પારસ્પરિક આદર અને સરાહનાની વૃદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.’

    ગુજરાત હિન્દુ સોસાયટી-પ્રેસ્

    ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન દ્વારા 27 ઓગસ્ટ - રવિવારના રોજ તેના કેન્દ્રના 23મા પાટોત્સવની ઉજવણી પ્રેસ્ટન મંદિર ખાતે કરાશે.

    અબુધાબીમાં અધ્યાત્મ અને દિવ્

    યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના અબુધાબીમાં નિર્માણ થયેલા અધ્યાત્મ અને સંવાદિતાના દિવ્ય સમન્વયરૂપ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન આગામી 14 ફેબ્રુઆરીના રોજ થશે એવાં આશીર્વચન બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામીએ વ્યક્ત કર્યાં છે.

    વડતાલ ગાદીના ભાવિ આચાર્યની લં

    વડતાલ ગાદીના ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સાથે સ્વામી ભક્તિનંદનદાસજી, સ્વામી સર્વમંગલદાસજી અને સ્વામી છપૈયાપ્રકાશદાસજી (ગઢપુર)નું ધર્મ પ્રચારાર્થે લંડન આગમન થયું છે.

    સંસ્થા સમાચાર (અંક 26 ઓગસ્ટ 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    અનુપમ મિશનમાં ભારતના સ્વાતંત

    અનુપમ મિશન,ઇંગ્લેન્ડની તપોભૂમિ બ્રહ્મજ્યોતિ પર 15 ઓગસ્ટ, મંગળવારે પરમ પૂજ્ય સાહેબજી, સૌ સંતો અને અનેક મહાનુભાવો અને ભક્તોની ઉપસ્થિતિમાં ભારતના ૭૭માં સ્વાતંત્ર્ય દિનની ખુબ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. સ્વાતંત્ર્ય દિવસને વિવિધ પોસ્ટર્સ અને ધજા-પતાકાથી સમગ્ર કેમ્પસને શણગારવામાં આવ્યું. પધારેલા સર્વેને વિવિધ પ્રકારની તિરંગાના કલરના બેજ પહેરાવવામાં આવ્યા. ઉપરાંત મહાનુભાવો અને સંતોને ગાંધી ટોપી તથા વિવિધ પ્રકારના તિરંગા કલરના બેજ પહેરાવવામાં આવ્યા. સહુના હાથમાં નાના નાના ત્રિરંગા ધ્વજ આપવામાં આવ્યા.