સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    નવું સીમાચિહ્ન રચતો નવનાતનો જ

    નવનાત વણિક એસોસિએશન દ્વારા ત્રીજી સપ્ટેમ્બરે યોજાયેલા વાર્ષિક જન્માષ્ટમી મેળાએ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં નવું સીમાચિહ્ન અંકિત કર્યું છે.

    સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્

    સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શનિવાર - નવમી સપ્ટેમ્બરે ગ્રેટ ઓર્મન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ (GOSH)માં સારવાર લઇ રહેલા બાળકોના લાભાર્થે ચેરિટી મ્યુઝિકલ નાઈટનું આયોજન કરાયું હતું. 

    સંસ્થા સમાચાર (અંક 16 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકે પર

    અમદાવાદના જાસપુર ખાતે સાકાર થઇ રહેલા ભવ્યાતિભવ્ય વિશ્વ ઉમિયા ધામની બ્રિટન શાખા એવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુકે પરિવારનું સ્નેહ મિલન શનિવાર - 16 સપ્ટેમ્બરના રોજ બપોરે 12થી સાંજના 4.00 વાગ્યા સુધી યોજાયું છે.

    દિતિ-કેતન કોટેચા પરિવાર દ્વારા ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

    ધામેચા લોહાણા સેન્ટરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીમાં ઐતિહાસિક મેળાવડો જોવાં મળ્યો હતો. દિતિ-કેતન કોટેચા પરિવાર દ્વારા જન્માષ્ટમીની 29મી ભવ્ય ઉજવણીને પૂજ્ય ભાઈશ્રી, પૂજ્ય સાહેબજી, પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી બાપુએ ખાસ ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા જ્યારે જાણીતા ગાયિકા માયાબહેન દીપક દ્વારા પ્રાર્થના, ભજનો અને ગીતો સાથે ભક્તિરસની લહાણ કરવામાં આવી હતી.

    ફિનલેન્ડના હેલસિન્કીમાં સનાત...

    સનાતન ધર્મનો ઘરે ઘરે પ્રચાર અને પ્રસાર કરવા માટે ગુજરાતી પરિવારો દ્વારા ફિનલેન્ડના હેલસિન્કી શહેર ખાતે ભક્ત પરિવારની સ્થાપના કરાઇ છે. ભક્ત પરિવાર દ્વારા આ ઉપક્રમે હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડ પાઠનું આયોજન પણ કર્યું હતું. 

    ભક્તિવેદાંત મેનોરમાં જન્માષ્ટમી ઉત્સવની 50મી ઉજવણીનું ઐતિહાસિક સીમાચિહ્ન

    બીટલ જ્યોર્જ હેરિસન દ્વારા 1973માં હરેકૃષ્ણ મૂવમેન્ટને દાનમાં અપાયેલા આધ્યાત્મિક પૂણ્યસ્થળ ઈસ્કોન ભક્તિવેદાંત મેનોર દ્વારા આ સપ્તાહે મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવની 50મી વાર્ષિક ઉજવણી સાથે ઐતિહાસિક સીમાચિહ્ન સર્જાયું છે. આ ઉજવણીમાં જીવંત સંગીત, પરફોર્મન્સીસ, વેશભૂષા, જ્વેલરી, ભોજન અને ક્રાફ્ટના સ્ટોલ્સ, બાળકોનું રમતક્ષેત્ર, ભગવાન શ્રી કૃષ્ણના મબાલ્યજીવનને દર્શાવતા ચિત્રોને પ્રદર્શિત કરતું હાથબનાવટનું સુંદર વન, પુષ્પોની સજાવટ સાથેનું સુંદર મંદિર અને રાધા અને કૃષ્ણની પવિત્ર મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. ઉત્સવની અભૂતપૂર્વ લોકપ્રિયતાના કારણે ટિકિટ રાખવી પડી હતી. ત્રણ દિવસના આ ઉત્સવમાં હજારો ભક્તો અને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી

    અક્ષરધામ માત્ર મંદિર નહીં, ભાર...

    બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાક જી-20 સમિટ માટે ભારતની તેમની સત્તાવાર યાત્રા દરમિયાન રવિવારે સવારે 6.45 કલાકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે દિલ્હીના બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. સદભાવના અને મિત્રતાના પ્રતીક તરીકે પરંપરાગત હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અક્ષરધામના વરિષ્ઠ સંતો અને કાર્યકરો દ્વારા સુનાકનું અભિવાદન કરાયું હતું. સુનાક દંપતીને સ્મૃતિચિહ્ન દ્વારા સન્માનિત કરાયું હતું.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સમાજ સેવાના કાર્યમાં સાથ આપવા

    અનુપમ મિશન બ્રહ્મજ્યોતિ - ડેન્હામ મંદિરમાં પ.પૂ. જશભાઇ સાહેબજી અને સંત અશ્વિનદાદાના દિવ્ય સાનિધ્યમાં 17 સપ્ટેમ્બર - રવિવારે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. અનુપમ મિશન કેમ્પસમાં ‘ૐ ક્રેમેટોરિયમ’નું નિર્માણકાર્ય શરૂ થઈ રહ્યું છે. આ સમાજસેવાના કાર્યમાં સહાયરૂપ થવામાં ઉત્સાહપૂર્વક સહકાર આપનાર દાતાશ્રીઓના સન્માન માટે કીર્તનભક્તિ સાથે સભાનું આયોજન થયું હતું.