બ્રિટનમાં બંગાળની વિરાસત અને સંસ્કૃતિને ઉત્તેજન આપતી સ્વૈચ્છિક સંસ્થા હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રવિવાર 27 ઓગસ્ટે હેચ એન્ડ પ્લેઈંગ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. રમત થકી કોમ્યુનિટીઓને સાથે લાવવાના પ્રયાસરૂપે HBG ક્રિકેટ ડેને હેરો કાઉન્સિલ અને ગ્લોબલ હાયર એજ્યુકેશન પ્રોવાઈડર GBS દ્વારા સપોર્ટ કરાયો હતો.
સંસ્થા સમાચાર
Block: Site: Subtree Block
વેસ્ટ હર્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે ગુરુવાર 24 ઓગસ્ટે ભારતીય હાઈ કમિશન (HCI) અને ફિક્કી (FICCI) ઈલેવન વચ્ચે વાર્ષિક ક્રિકેટ મેચ યોજાઈ હતી. યુકેસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષના વડપણ હેઠળ ભારતીય હાઈ કમિશન ઈલેવને રમતના મેદાન પર કૌશલ્યનું પ્રદર્શન કરવા સાથે ફિક્કી ઈલેવન સામે વિજય હાંસલ કર્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંતો લંડનના સત્સંગ પ્રવાસ દરમિયાન વિન્ડર મેયર લેક ડિસ્ટ્રીક્ટ પધાર્યા હતા અને ત્યાં સત્સંગ સભા યોજીને
શ્રી સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે સૌ સંતો સહિત હરિભક્તોએ બોટમાં ધૂન-ભજન-કીર્તન પણ કર્યા હતા.
ગઢપુરના સ્વામી છપૈયાપ્રકાશદાસજીના વક્તાપદે 21થી 27 દરમિયાન યોજાયેલી શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથાનો લંડનમાં વસતા હરિભક્તોએ મોટી સંખ્યામાં લ્હાવો લીધો હતો.
મહેમદાવાદ ખાતેના જાણીતા સિદ્વિ વિનાયક મંદિરમાં રક્ષાબંધનની અનોખી ઉજવણી કરાઇ હતી.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત અને વિશ્વના પ્રથમ ઇકોફ્રેન્ડલી મંદિર તરીકે જાણીતા કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના નવમા વાર્ષિક પાટોત્સવની રંગેચંગે ઉજવણી થઇ હતી. આ મંદિરનું નિર્માણ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરાવ્યું હતું.
નવનાત સેન્ટરનો વાર્ષિક જન્માષ્ટમી મેળો આ વર્ષે રવિવાર - ત્રીજી સપ્ટેમ્બરે યોજાયો છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
પૂજ્ય શાંતિદાદાના 82મા પ્રાગટ્ય દિન નિમિત્તે 26 ઓગસ્ટે અનુપમ મિશન, બ્રહ્મજ્યોતિ, ડેન્હામ ખાતે વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. પરમ પૂજ્ય સાહેબજીની પ્રેરણાથી આ શુભ દિવસે ક્રેમેટોરિયમ, નવા રોડ અને નૂતન સાધક નિવાસના નિર્માણ કાર્ય માટે વિશેષ પૂજનના કાર્યક્રમનું આયોજન થયું.
શ્રી વલ્લભ નિધિ - યુકે દ્વારા નવનિર્મિત કામેશ્વર મહાદેવ મંદિરના લોકાર્પણ પ્રસંગે 9 સપ્ટેમ્બર - શનિવારે શ્રી સનાનત હિન્દુ મંદિર (ઇલિંગ રોડ, વેમ્બલી HA0 4TA) ખાતે મહંતશ્રી દેવપ્રસાદજી બાપુના પાવન સાંનિધ્યમાં શિવ મહા પૂજાનું આયોજન થયું છે.
