સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ગુજરાતના છેવાડાના અને પછાત ગણાતા આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ અને પછાત બાળકોના શિક્ષણ માટે સર્વસ્વ હોમી દેનાર પીપી સ્વામીના નામે અોળખાતા પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી યુકેની મુલાકાતે પધાર્યા છે. છેલ્લા ૧૮ વર્ષથી ડાંગની ધરતીને નંદનવન બનાવવા પુરૂષાર્થ કરી રહેલા સાચા અને ક્રાંતિકારી સાધુ પૂ. પીપી સ્વામી ડાંગ જીલ્લાના બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઅોનો વિકાસ કરવા કટિબધ્ધ છે.

    ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટન દ્વારા આગામી તા. ૨૨-૮-૧૫ શનિવાર અને તા. ૨૩-૮-૧૫ રવિવારના રોજ ગુજરાત હિન્દુ સોસાયટીની સ્થાપનાના ૫૦ વર્ષ, શ્રી રાધાકૃષ્ણ પાટોત્સવના ૪૦ વર્ષ અને નુતન મંદિર પાટોત્સવના ૧૫ વર્ષ પૂર્ણ થતાં હોઇ વિવિધ ઉત્સવની ધામધૂમપુર્વક ઉજવણી ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે કરવામાં આવનાર છે.

    ભારતીય હાઇકમિશન, લંડન દ્વારા લંડનના વિવિભ સામાજીક ધાર્મિક સંગઠનોના સથવારે ઇન્ડિયન જીમખાના ક્લબ, થોર્નબરી એવન્યુ, આઇઝલવર્થ TW7 4NQ ખાતે રવિવાર તા. ૧૬-૮-૧૫ના રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન ભારતીય સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખાણી, પીણી અને મનોરંજનનો લાભ મળશે.

    ભારતીય હાઈ કમિશન અને ઝી સ્ટુડિયો દ્વારા ફિલ્મ ગદર 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ

    આઈકોનિક લેસ્ટર સ્ક્વેરમાં પંજાબી ઢોલના તાલે ઝૂમતા ભારતીય લોકોએ વ્યૂ વેસ્ટએન્ડ થીએટર પર અભિનેતા અને સાંસદ સની દેઓલનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભારતીય હાઈ કમિશન અને ઝી સ્ટુડિયો દ્વારા ફિલ્મ ગદર 2નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોનો ઉત્સાહ નિહાળી સની દેઓલે તેમની સાથે થોડો સમય ભાંગડા નૃત્યમાં સાથ આપ્યો હતો અને સની સાથે સેલ્ફીઝ લેવા માટે પ્રશંસકોએ દોડાદોડી કરી મૂકી હતી.

    વન કાઈન્ડ એક્ટ્સ દ્વારા શિક્ષણ થકી ગરીબીનું વિષચક્ર તોડવાના વૈશ્વિક પ્રયાસો

    વિશ્વમાં ગરીબીનો ઓછાયો લાખો લોકો પર સતત પથરાઈ રહ્યો છે ત્યારે ‘વન કાઈન્ડ એક્ટ’ શિક્ષણ થકી લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની સમર્પિત આશાના કિરણ સ્વરૂપે ઉપસી રહેલ છે. આ ઉમદા સંસ્થા ઘરવિહોણી અવસ્થા, ભૂખ, વયોવૃદ્ધોને ટેકા સહિત વિવિધ ઉદ્દેશોને સપોર્ટ કરવા હાથ લંબાવે છે ત્યારે વાસ્તવમાં ચમક લાવતા શિક્ષણ મારફત બાળકોને સશક્ત બનાવી કોમ્યુનિટીઓનાં ઉત્થાનનું વિશિષ્ટ વિઝન ધરાવે છે. આપણા બાળકો આપણું ભવિષ્ય છે અને ગરીબીના આ વિષચક્રને તોડીને ‘વન કાઈન્ડ એક્ટ’ દ્વારા હજારોના જીવન પર નોંધપાત્ર પ્રભાવ પાડવામાં આવ્યો છે.

    * ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૬ થી ૨૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન દરરોજ બપોરે ૫ કલાકે મંદિરમાં હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું છે. પવિત્ર શ્રાવણ માસમાં દર સોમવારે સવારે ૧૦ કલાકે રૂદ્રાભિષેક કરવામાં આવશે. સંપર્ક: 01772 253 901.

    પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજને સમર્પિત વિશેષાંક

    એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજને સમર્પિત વિશેષાંક પ્રસિદ્ધ કરાયો હતો. તસવીરમાં અમારા સંવાદદાતા ધીરેન કટ્વા બર્મિંગહામમાં BAPS મંદિરના પૂજ્ય શ્રી ત્યાગરત્ન સ્વામીને આ વિશેષાંકની નકલ આપી રહ્યા છે. આ ઉપરાંત, બીજી તસવીરમાં પૂજ્ય શ્રી ત્યાગરત્ન સ્વામી પીઢ સ્વયંસેવક શ્રી મધુભાઈ જોશીને મળી રહ્યા છે. આગામી મહિને પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનો 90મો જન્મદિવસ છે તે નિમિત્તે એબીપીએલ ગ્રૂપ મહારાજશ્રીને અમારી અંતરની શુભેચ્છા પાઠવવા ઈચ્છે છે.

    ભારતીય વિરાસતની ભવ્ય ઉજવણી

    લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ લંડનના નવનાત સેન્ટરમાં યોજાયો હતો અને ભારતીય ડાયસ્પોરાના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણીમાં ભાગ લીધો હતો. 

    GHS પ્રેસ્ટને સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો પાટોત્સવ ઉજવ્યો

    ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) પ્રેસ્ટનના નવા વિશેષ હેતુસરના કેન્દ્રમાં 27 ઓગસ્ટ, 2023ના રવિવારના દિવસે સનાતન ધર્મની ધ્વજા લહેરાવીને અને ભક્તિમય ઉજવણી સાથે 23મો પાટોત્સવ ઉજવાયો હતો. સનાતન સેવા મમંડળ (દ્વારકા, ભારત)ના પૂજ્ય સ્વામી કેશવાનંદજીએ આ ઉજવણીને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. આ પાટોત્સવમાં ગુજરાત સમાચારની સુવર્ણજયંતીનું સ્મરણ કરવા સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સી.બી પટેલનું કોમ્યુનિટી અને સંસ્કૃતિને મજબૂત બનાવવાના અથાક પ્રયાસો બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ પ્રતિ સમર્પણ અને સમગ્રતયા પ્રયાસો માટે સંસ્થાના પેટ્રન સુરેન્દ્રભાઈ પટેલને પણ સન્માનિત કરાયા હતા.