સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    સંસ્થા સમાચાર (અંક 09 સપ્ટેમ્બર...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    પ્રમુખસ્વામી મહારાજના પ્રેરણ...

    બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રોબિન્સવિલમાં છેલ્લાં દોઢ મહિનાથી ઉજવાઇ રહેલાં ‘પ્રેરણાના મહોત્સવ’ (‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’) અંતર્ગત 25 ઓગસ્ટે પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પતાં વિશિષ્ટ કાર્યક્રમમાં હજારો હરિભક્તો ભાવવિભોર બન્યા હતા. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના સંસ્મરણો અને દિવ્ય અનુભૂતિઓ વર્ણવી હતી. 

    આપણા અતિથિઃ અતુલ પટેલ (ચેરમેન,

    ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી 18 સપ્ટેમ્બર સુધીની આ યાત્રામાં ચારુતર આરોગ્ય મંડળના સેક્રેટરી શ્રી જાગૃતભાઈ ભટ્ટ પણ જોડાશે. 

    નીસડન મંદિરમાં અન્નકૂટ અને ભક

    શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સમગ્ર વિશ્વમાં હિન્દુઓ માટે લોકપ્રિય દેવ છે. હિન્દુ પંચાંગ અનુસાર હજારો વર્ષ અગાઉ શ્રાવણ વદ અષ્ટમી (8)ની રાત્રે તેમનું પૃથ્વી પર અવતરણ થયું હતું. 

    ‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’ ભારત અને યુકેની ટકાઉ મૈત્રી અને ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરશે

    સુંદર રીતે સુશોભિત કોતરણી સાથેની પથ્થરની કમાન ‘ગેટવે ફ્રોમ ઈન્ડિયા’નું ભવ્ય ઉદ્ઘાટન પહેલી સપ્ટેમ્બર શુક્રવારે મિલ રોડ પર ડિચબર્ન પ્લેસ ખાતે યોજાયું હતું. આ સમારંભમાં ભારતીય હાઈ કમિશનના પ્રતિનિધિઓ અને કેમ્બ્રિજશાયરના ડેપ્યુટી લોર્ડ લેફ્ટનન્ટ, કેમ્બ્રિજના મેયર જેની ગોથોર્પે, ડેનિયલ ઝિકનેરMP, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાન અને અન્ય મહત્ત્વપૂર્ણ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્બ્રિજના MP ડેનિયલ ઝિકનેરે પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકનો સંદેશો સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે,‘ તમામ પાર્લામેન્ટેરિયનો વતી અમે આજે જે કરવામાં આવ્યું છે તે બધાને બિરદાવીએ છીએ.’

    શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં સર્વિસીસના સન્માનથી રક્ષાબંધનની ઉજવણી

    શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરીમાં બુધવાર 30 ઓગસ્ટે પવિત્ર હિન્દુ તહેવાર રક્ષાબંધનની ઉજવણી ચાવીરૂપ સર્વિસીસના સન્માન સાથે કરવામાં આવી હતી. કોમ્યુનિટીના વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ જ્ઞાન મહાબોધિ આચાર્ય સ્વામીજી મહારાજના ઉપદેશને અનુસરતા કિંગ્સબરી મંદિરમાં લંડન ફાયર બ્રિગેડ, લંડન એમ્બ્યુલન્સ સર્વિસ, મેટ્રોપોલીટન પોલીસ સર્વિસ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, NHS અને રોયલ એર ફોર્સના પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કરાયું હતું.

    ભવનમાં નવા સિતારગુરુ મહેબૂબ નદીમનું સ્વાગત

    ભવન યુકે દ્વારા તેમના કલાકાર પરિવારમાં નવા સિતારગુરુ મહેબૂબ નદીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેબૂબ નદીમ આગ્રા ઘરાનાના ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન (પ્રાણપિયા) અને ગાયનસમ્રાટ ઉસ્તાદ અઝમત હુસૈન ખાન (દિલરંગ)ના પૌત્ર છે. મહેબૂબે પિતા ઉસ્તાદ યાકુબ હૂસૈન પાસે સંગીતની દીક્ષા લીધી હતી અને કાકા શ્રી રાફત ખાનના માર્ગદર્શન હેઠળ સિતારવાદનની તાલીમ પ્રાપ્ત કરી હતી. તેમને હાલ વિશ્વપ્રસિદ્ધ સિતારવાદક પંડિત અરવિંદ પરીખનું માર્દગર્શન પ્રાપ્ત થયું છે.

    ચારુતર આરોગ્ય મંડળના ચેરમેન શ્રી અતુલ પટેલ યુકેના અતિથિ

    ચારુતર આરોગ્ય મંડળ (CAM)ના ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ યુકેના અતિથિ બનીને આવી રહ્યા છે. સપ્ટેમ્બર 11થી સપ્ટેમ્બર 18 સુધીની આ યાત્રામાં CAMના સેક્રેટરી શ્રી જાગૃતભાઈ ભટ્ટ પણ જોડાશે. આ મુલાકાતનો હેતુ CAMની સખાવતી પહેલોમાં મૂળ ચરોતરવાસીઓની મુલાકાત લઈ તેમનો સાથ મેળવવાનો છે. મુલાકાતના મુખ્ય હેતુઓમાં ચારુતર આરોગ્ય મંડળના આગામી પ્રોજેક્ટ્સ માટે જાગૃતિ ઉભી કરી સપોર્ટ મેળવવાનો, ગરીબ દર્દીઓની સારવાર માટે ભંડોળ એકત્ર કરવા, મંડળની સિદ્ધિઓ અને સફળતા વિશે પ્રસાર તેમજ મેડિકલ ટુરિઝમને આગળ વધારવાનો સમાવેશ થાય છે.