સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    ભારતી પંકજ વોરાના કવિતા સંગ્ર

    ભારતી પંકજની અંગ્રેજી કવિતાઓના પુસ્તકનો વિમોચન ગુજરાતી લિટરરી ગ્રૂપ - લેસ્ટર દ્વારા 15 સપ્ટેમ્બરે યોજાયો હતો. આ પ્રસંગે પ્રોફેસર વરનન મેન્સકી મુખ્ય મહેમાનપદે અને અબ્દુલ કરીમ ઘીવાળા અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લેસ્ટર, યોર્કશાયર, લેન્કેશાયર, કોવેન્ટ્રી અને લંડનના કવિઓ અને કવિતાપ્રેમીઓએ હાજરી આપી હતી.

    નિમા બાબરિયાનું આરંગેત્રમ...

    લંડનના હેરો ખાતે સર્જન નર્તન અકાદમીના ડાયરેક્ટર નેહા સચીન પટેલ કે જેઓ મૂળ અમદાવાદના વતની છે અને હેરોમાં ભરતનાટ્યમ્ નૃત્યની અકાદમી ચલાવે છે તેમની પ્રથમ શિષ્યા નિમા બાબરિયાનું આરંગેત્રમ યોજાયું હતું.

    એશિયનોને સ્પોર્ટ્સમાં વધુ સક્રિય બનાવવા એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સ્ટ્રેટેજી

    એશિયન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન (ASF)ની ‘એક્ટિવ લાઈવ્ઝ, હેલ્ધી ફ્યુચર્સ’ સ્ટ્રેટેજીને લંડનના સિટી હોલમાં 2023ની 18 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવી હતી. આ રણનીતિ ઈંગ્લેન્ડમાં વસતી એશિયન કોમ્યુનિઓનું આરોગ્ય સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે છે. આ લોન્ચિંગમાં રમતો માટેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સ્ટુઅર્ટ એન્ડ્ર્યુ MP, સ્પોર્ટ ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ ટીમ હોલિંગ્સવર્થ અને કોચ એન્નીઝેડ ફાઉન્ડેશનના સ્થાપક એન્ની ઝૈદી ઉપસ્થિત રહ્યાં હતાં.

    ગ્લોબલ લોહાણા કોમ્યુનિટીમાં એકતા અને સહકારને સાકાર કરતો સંયુક્ત ઈવેન્ટ

    ગ્લોબલ લોહાણા કોમ્યુનિટીમાં એકતા અને સહકારને સાકાર કરવાના ઉદ્દેશ સાથેનો નોંધપાત્ર સંયુક્ત ઈવેન્ટ નોર્થ લંડન ખાતે ધામેચા લોહાણા સેન્ટર યુકેમાં 22 સપ્ટેમ્બરે યોજવામાં આવ્યો હતો. આ ઈવેન્ટમાં શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખસતીષભાઈ વિઠલાણીની ઉપસ્થિતિ નોંધપાત્ર બની રહી હતી.

    સમગ્ર વિશ્વના લોહાણાઓને એકસાથે લાવવાના વિવિધ માર્ગોની ચર્ચા કરવા એકત્ર થયેલા અગ્રણીઓનો મુખ્ય ઉદ્દેશ બિઝનેસ નેટવર્કિંગ, મેડિકલ પ્રોફેશનલ્સની શોધ અને યોગ્ય સંપર્કો સ્થાપિત કરવા જેવા ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો. શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખે પ્રેરણાદાયી ચાવીરૂપ સંબોધન કર્યું હતું જેમાં વૈશ્વિક લોહાણા કોમ્યુનિટીમાં એકતા અને સહકારના મહત્ત્વ પર ભાર મૂકાયો હતો.

    વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમા...

    રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

    સમુદાયને એકતાંતણે બાંધતો લોહ

    લોહાણા કોમ્યુનિટી યુનાઇટેડ કિંગ્ડમ (એલસીયુકે) દ્વારા તાજેતરમાં પેઢીઓને એકમેક સાથે જોડતો અને સમુદાયના જુસ્સાને દર્શાવતા બે દિવસના ધ લોહાણા સ્પોર્ટ્સ વીકએન્ડ 2023નું આયોજન કરાયું હતું.

    સી.બી. પટેલનું સન્માન કરતા શ્ર

    વિશ્વભરમાં વસતાં લોહાણા સમુદાયની મુખ્ય સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીષભાઇ વિઠલાણીએ તાજેતરમાં તેમની યુકે મુલાકાત દરમિયાન 23 સપ્ટેમ્બરના રોજ ગ્રીમ્સ ડાય્ક હોટેલમાં વિશેષ ભોજન સમારોહનું આયોજન કર્યું હતું. ગુજરાત સમાચાર દ્વારા ગુજરાતી સમાજની અવિરત સેવાના 50 વર્ષ પૂર્ણ થયા છે તે પ્રસંગે શ્રી સી.બી. પટેલને સન્માનવા માટે આ શાનદાર સમારોહ યોજાયો હતો. જેમાં સમગ્ર યુકેમાંથી લોહાણા સમાજના મોભીઓ અને વેપાર-ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી.

    નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (એનસીજીઓ) - યુકે દ્વારા ભારતીય હાઇ કમિશનના કો-ઓર્ડિનેસન મિનિસ્ટર દીપક ચૌધરી સાથે વાર્તાલાપનું આયોજન થયું છે.