સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    વિદેશની ધરતી પર સ્થાયી થયા બાદ પણ કચ્છીઓ વતનપ્રેમ ભૂલતા નથી. કચ્છમાં જીવદયા માટે સતત તત્પર રહેતા કચ્છીઓના ગૌપ્રેમ અને વતનપ્રેમનો અનોખો કિસ્સો સ્ટેનમોરમાં નોંધાયો છે.

    રોબિન્સવિલેમાં ભવ્યાતિભવ્ય અ...

    અમેરિકામાં ન્યૂ જર્સીના રોબિન્સવિલેમાં શનિવારે પ.પૂ. મહંત સ્વામી મહારાજના સાંનિધ્યમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે અક્ષરધામ ઉદ્‌ઘાટન સમારોહનો પ્રારંભ થયો છે. 9 દિવસ ચાલનારા અક્ષરધામ મહોત્સવના પ્રથમ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણના કિશોર સ્વરૂપ એવા શ્રી નીલકંઠવર્ણી મહારાજની અભિષેક મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાઈ છે. આ જ દિવસે સાંજે ‘હિન્દુ સનાતન ધર્મ દિવસ’ નામના પ્રેરણાદાયી કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.

    અક્ષરધામ લોકાર્પણ પ્રસંગે મોદી અને સુન

    ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટનના વડાપ્રધાન રિશી સુનાકે અમેરિકાના ન્યૂ જર્સીમાં રોબિન્સવિલે ખાતે નિર્માણ પામેલા બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ લોકાર્પણ પ્રસંગે શુભેચ્છા પાઠવી છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નાગ્રેચા બંધુઓ દ્વારા NHSને £100,000નું દાન

    નાગ્રેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લેટન રોડસ્થિત હરિબહેન બચુભાઈ નાગ્રેચા હોલ ખાતે રવિવાર, 1 ઓક્ટોબર,2023ના દિવસે ‘બડી દૂર સે આયે હૈ’ મ્યૂઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં કર્ણમધૂર ગીતો ઉપરાંત, નાગ્રેચા બંધુઓ દ્વારા NHSને તબીબી સંશોધન અને સારવારોના વિકાસ અર્થે 100,000 પાઉન્ડનું નોંધપાત્ર દાન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટના મુખ્ય મહેમાનપદે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સીબી પટેલના હસ્તે UCLH NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે ક્લિનિકલ હેડ અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લીઅર મેડિસીનના ક્લિનિકલ ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર જમશેદ બોમાનજી, ડો. વૂ અને ડો. રેઈડ સહિતની NHS ટીમને 100,000 પાઉન્ડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

    હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

    હિન્દુ કાઉન્સિલ ઓફ વેલ્સ (HCW) દ્વારા કાર્ડિફ બેમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે આંતરરાષ્ટ્રીય અહિંસાદિન અને મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ 2018ની બીજી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ HCW દ્વારા દર વર્ષે અહીં પવિત્ર દિવસની ઉજવણી કરાય છે જેમાં મહાનુભાવો અને સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો ઉપસ્થિત રહે છે.

    વિશ્વ હિન્દુ કોંગ્રેસઃ મનની એકતા, વિરાસતની ઉજવણી અને તેજસ્વી ભવિષ્યનું ઘડતર

    થાઈલેન્ડના બેંગકોક ખાતે 24 થી 26 નવેમ્બરના ગાળામાં વિશ્વ હિન્દુ કોંગ્રેસ (WHC) 2023નું આયોજન થઈ રહ્યું છે જેનું વિષયવસ્તુ ‘જયસ્યા આયાતાનામ ધર્મઃ ’ એટલે કે ધર્મ જ વિજયનું નિવાસસ્થાન છે. હિન્દુઓના મૂલ્યો, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાની ભાવનાને તેમની સંપૂર્ણ તેજસ્વિતા અને ગૌરવ સાથે દર્શાવતી સાત સમાંતર વિષય આધારિત કોન્ફરન્સીસ આ વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં જોવા મળશે.

    પ્રેમ, શાંતિ અને ઐક્યના વૈવિધ્યપૂર્ણ મૂલ્યોની ઉજવણી

    મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી પ્રસંગે ઐતિહાસિક માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આસ્થા અને પશ્ચાદભૂ સાથેના લોકો પ્રેમ, શાંતિ અને એકતાના સાર્વત્રિક મૂલ્યોને ઉજવવા અહીં એકત્ર થયા હતા. વિવિધ ધર્મ આધારિત સંસ્થાઓ, સરકારી અધિકારીઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અઆને જીવનના તમામ ક્ષેત્રોમાંથી વ્યક્તિઓની ઉપસ્થિતિ સાથે ઈન્ટરફેઈથ સર્વિસ ધાર્મિક સીમાઓ ઓળંગી ગઈ હતી.

    સદ્ગુરુ શ્રી વાસુદેવ જગ્ગીની

    અનુપમ મિશનની તપોભૂમિ ઇંગ્લેન્ડ ખાતે સંત ભગવંત સાહેબજી સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં સોમવારે કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશનના વિશ્વપ્રસિદ્ધ સદ્ગુરુ પ.પૂ. વાસુદેવ જગ્ગી પધાર્યા હતા. યુવતી મંડળ દ્વારા તેમને સ્વાગત નૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતા.

    માતા-પિતાની જન્મ શતાબ્દી ઉજવી...

     ‘માતૃદેવ ભવ, પિતૃદેવો ભવ’ હિન્દુ સંસ્કૃતિ છે, તેને જીવી બતાવતાં મૂળ કચ્છ બળદિયાના અને છેલ્લા 50 વર્ષથી લંડનમાં વ્યવસાયી એવા કે. કે. જેસાણી, ધર્મપત્ની ધનુબેન જેસાણીએ પિતા ખીમજીભાઈ સામજી જેસાણી, માતા ધનબાઈ, ધનુબેનના પિતા માવજીભાઈ લાલજી રાઘવાણી, માતા તેજબાઈનો જન્મ શતાબ્દી પર્વ ઉજવ્યો હતો. જેમાં સ્વર્ગવાસી વડીલોના પૂત્ર-પૂત્રવધૂ, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્ર-દોહિત્રીઓ, પરપૌત્રીઓ, પરદોહિત્રીઓ સહિત ચાર-ચાર પેઢીના સભ્યો જોડાયા હતા. અને જેમના જન્મના 100 વર્ષ ઉજવાયા તેનો સંઘર્ષ, પરિવારની માવજત, કાર્યોનું સ્મરણ કરાયું હતું અને પૂર્વજોનો આભાર મનાયો હતો. બિનનિવાસી ભારતીયોમાં માવતરના 100 વર્ષ ઉજવવાનો સંભવતઃ આ પ્રથમ પ્રસંગ હતો.