સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    પ્રેમ, શાંતિ અને ઐક્યના વૈવિધ્યપૂર્ણ મૂલ્યોની ઉજવણી

    મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતી પ્રસંગે ઐતિહાસિક માન્ચેસ્ટર કેથેડ્રલ ખાતે ઈન્ટરફેઈથ સર્વિસનું હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ આસ્થા અને પશ્ચાદભૂ સાથેના લોકો પ્રેમ, શાંતિ અને એકતાના સાર્વત્રિક મૂલ્યોને ઉજવવા અહીં એકત્ર થયા હતા. વિવિધ ધર્મ આધારિત સંસ્થાઓ, સરકારી અધિકારીઓ, કોમ્યુનિટી અગ્રણીઓ અઆને જીવનના તમામ ક્ષેત્રોમાંથી વ્યક્તિઓની ઉપસ્થિતિ સાથે ઈન્ટરફેઈથ સર્વિસ ધાર્મિક સીમાઓ ઓળંગી ગઈ હતી.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્કૃતિ સેન્ટર દ્વારા હાઉસ ઓફ લોર્ડ્સમાં નૃત્ય અને આરોગ્યનો ઈવેન્ટ

    સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા APPG ફોર ડાન્સના સહયોગમાં હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે મહત્ત્વના ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીકની સાથે સુસંગત હતું. ‘ધ રોલ ઓફ ડાન્સ ઈન હેલ્થ, વેલબીઈંગ એન્ડ કોમ્યુનિટી કોહેશન (આરોગ્ય, સ્વાસ્થ્ય અને સામુદાયિક સુસંવાદિતામાં નૃત્યની ભૂમિકા)’ ટાઈટલ સાથેના ઈવેન્ટનું યજમાનપદ કો-ચેર બેરોનેસ હૂપર, બેરોનેસ મોબારિક અને બેરોનેસ સાટેરની ઉપસ્થિતિમાં બેરોનેસ ફ્રેઝર દ્વારા સંભાળવામાં આવ્યું હતું. ઈવેન્ટમાં રસપ્રદ રજૂઆતો અને નૃત્યોની પેશકશ કરવામાં આવી હતી.

    બુશી યુનાઈટેડ સિનેગોગમાં ‘એન્ટિસિમેટિઝમ ઈન સ્પોર્ટ’ ઈવેન્ટ યોજાયો

    બુશી યુનાઈટેડ સિનેગોગ ખાતે રવિવાર 15 ઓક્ટોબરે ‘એન્ટિસિમેટિઝમ ઈન સ્પોર્ટ’ વિષય પર ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્શન અગેઈન્સ્ટ ડિસ્ક્રિમિનેશન તથા જ્યુઈસ વિક્લીના ચેરમેન જોનાથન મેટલિસના અધ્યક્ષપદે ધ ટાઈમ્સના ચીફ ફૂટબોલ લેખક હેન્રી વિન્ટર, ફૂટબોલ એસોસિયેશન અને માન્ચેસ્ટર સિટીના પૂર્વ ચેરમેન ડેવિડ બર્ન્સ્ટેઈન, અગ્રણી ફૂટબોલ એજન્ટ જોનાથન બાર્નેટ અને જર્નાલિસ્ટ સ્ટીફન પોલાર્ડ સહિત હાઈ પ્રોફાઈલ અને પ્રભાવશાળી પેનલનો આ ઈવેન્ટમાં સમાવેશ થયો હતો.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 4 નવેમ્બર 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    મેયરની દીવાળી ઉજવણીઃ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત ઐતિહાસિક ‘સિંદૂર ખેલા’

    જાહેર જનતા માટે લંડનના મેયરની સત્તાવાર દીવાળી ઉજવણીમાં યુકેના ઈતિહાસમાં રવિવાર 29 ઓક્ટોબરે સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરમાં સૌપ્રથમ વખત શ્વેત અને લાલ રંગોની સાડી ધારણ કરેલી સ્ત્રીઓએ ‘સિંદૂર ખેલા’ નું આયોજન કર્યું હતું. બંગાળમાં હિન્દુ પરંપરા સિંદૂર ખેલા અનુસાર દુર્ગા પૂજાના આખરી દિવસ વિજયા દશમીએ સ્ત્રીઓ એકબીજાને સિંદૂર લગાવે છે. આ સાથે મા દુર્ગાના પરંપરાગત સ્વાગતના ઉપયોગમાં લેવાતી પાન, હાથપંખા, મીઠાઈઓ સહિતની વસ્તુઓનું આદાનપ્રદાન કરવામાં આવે છે.

    HBG આયોજિત દ્વિતીય થેમ્સ દુર્ગા પરેડમાં બંગાળના ભાટિયાલી લોકગીતો છવાયાં

    2022માં પ્રારંભિક થેમ્સ દુર્ગા પરેડની અભૂતપૂર્વ સફળતા પછી યુકેસ્થિત બિનનફાકારી સંસ્થા હેરિટેજ બંગાળ ગ્લોબલ (HBG) દ્વારા 28 ઓક્ટોબર શનિવારે બે માળના વહાણ સાથે દ્વિતીય થેમ્સ દુર્ગા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના બંગાળમાં મુખ્યત્વે મૂળિયાં ધરાવતા બંગાળી ડાયસ્પોરાની બનેલી આ સંસ્થાના કાર્યક્રમમાં ગત વર્ષ કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દુર્ગા માતાની પ્રતિમાને ‘દુર્ગા માતા કી જય’ના જોરદાર બૂમરાણ તેમજ ઢાક (નગારા) અને કાન્સોર ઘોન્ટા (મંજીરા-કરતાલ)ના નાદ સાથે બ્લેકફ્રીઆર્સથી કેનારી વ્હાર્ફથી વોટર્લુ થઈને ખુલ્લા ટાવર બ્રિજ તરફ વહાણમાં લઈ જવાયાં પછી પરત લાવવામાં આવી હતી. આ સમયે મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા આયોજિત કોલકાતાના રેડ રોડ કાર્નિવલની લાગણીઓ પુનઃ તાજી થઈ હતી.

    શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ યોજાશે

    શાંતિ ભવન યુકે ચેપ્ટર દ્વારા 2023નો ભવ્ય ફંડરેઈઝિંગ ઈવેન્ટ ગુરુવાર 9 નવેમ્બરે લંડનમાં યોજાનાર છે. શાંતિ ભવનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,‘લંડનમાં No.11, કેવેન્ડિશ સ્ક્વેરના સુંદર વાતાવરણમાં સંગીતની સાથે આ ફંડરેઈઝિંગ ઈવેન્ટમાં નેટવર્કિંગ સાંજ માટે આપને અમારા ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ અજિત જ્યોર્જ, બોર્ડ મેમ્બર્સ અને અમારા સમર્થકોને મળવા આમંત્રિત કરીએ છીએ.