ઈસ્ટર બેન્ક હોલીડેના વીકએન્ડના ગાળામાં યુકેસ્થિત BAPS ના 13 મંદિર અને કેન્દ્રો દ્વારા પડોશના વિસ્તારો (નેબરહૂડ્સ)માં સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અભિયાન ‘ગ્રેટ બ્રિટિશ સ્પ્રિંગ ક્લીન’ અંતર્ગત યુકેના 13 BAPS સ્વામિનારાયણ મંદિરો અને કેન્દ્રોના 216 સ્વયંસેવકો તેમના સ્થાનિક નેબરહૂડ્સની શેરીઓમાં ઉતરી સફાઈકામ કરવા લાગ્યા હતા અને શેરીઓને નવું સ્વરૂપ આપ્યું હતું. ‘ગ્રેટ બ્રિટિશ સ્પ્રિંગ ક્લીન’ સૌથી મોટું રાષ્ટ્રીય સામૂહિક પર્યાવરણીય અભિયાન છે જેમાં દેશભરમાં હજારો બેગ્સમાં કચરો એકત્ર કરી વિસ્તારોને સ્વચ્છ બનાવાય છે.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

તાજેતરમાં નવનાત ભગિની સમાજના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પ્રમુખપદે સરોજબેન વારિયાની અને ઉપપ્રમુખપદે જયશ્રીબેન વોરાની વરણી કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે શુક્રવાર 26 એપ્રિલ 2024ના રોજ સમર્પણ મેડિટેશન પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમાલયના સંત પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદજી સ્વામીએ પ્રાચીન હિમાલયન યોગપદ્ધતિ વિશે વાત કરી હતી જેના થકી સકારાત્મક આધ્યાત્મિક મૂલ્યો વિકસે છે અને આંતરિક શાંતિ પેદા થાય છે. લોર્ડ ધોળકિયા OBE DLએ આ ઈવેન્ટનું યજમાનપદ સંભાળ્યું હતું.
યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવૂડની આગામી ફિલ્મ ‘બેબી ક્રાસ્ટો’નું એક્સ્લુઝિવ વર્લ્ડ પ્રીમિયર હેરો આર્ટ્સ સેન્ટર ખાતે બુધવાર 8 મે 2024ના રોજ યોજાયું હતું. એવોર્ડવિજેતા ભારતીય અભિનેત્રી સુપ્રિયા પાઠક કપૂર, અભિનેતા નીલ ભૂપાલમ અને ડાયરેક્ટર જેસલ શાહ સહિત ‘બેબી ક્રાસ્ટો’ ફિલ્મની ટીમ પ્રીમિયરમાં ખાસ ઉપસ્થિત રહી હતી. પ્રીમિયર પછી ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
કેબીસી આર્ટ્સ દ્વારા રવિવાર 19 મેએ લંડનના મહાલક્ષ્મી મંદિરના ઓડિટોરિયમમાં 20 સદીના સંગીતકાર/ ગીતલેખક પદ્મભૂષણ માયસોર વાસુદેવાચાર (1865-1961)ના જીવન-કવનને ઉજવવા ક્લાસિકલ મ્યુઝિકના ઈવેન્ટનું આયોજન કરાયું હતું. વાસુદેવાચારે મુખ્યત્વે સંસ્કૃત અને તેલુગુમાં 200થી વધુ ગીતો લખ્યા હતા. તેમની મોટા ભાગની રચના ભગવાન રામની ભક્તિ વિશે હતી.