ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર દ્વારા 7 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ યર સિવિક સર્વિસનું આયોજન કરાયું હતું જેનું યજમાનપદ ગ્રીનફોર્ડના શ્રી જલારામ મંદિર અને કોમ્યુનિટી સેન્ટરે સંભાળ્યું હતું. બરોની વૈવિધ્યતાને પ્રદર્શિત કરવા સૌપ્રથમ સિવિક સર્વિસ યોજાઈ હતી.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનના શ્રી સંજય કુમાર, સેકન્ડ સેક્રેટરી (કો-ઓર્ડિનેશન)ને ભારતીય સમુદાયો દ્વારા ઈન્ડિયા હાઉસમાં આયોજિત કાર્યક્રમમાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સંજય કુમાર લંડનના હાઈ કમિશનથી ટ્રાન્સફર થઈ દિલ્હી જઈ રહ્યા છે. ભારે હાજરી સાથે વિદાયનો કાર્યક્રમ લાગણીભર્યો બની રહ્યો હતો. ઉપસ્થિતોએ કોમ્યુનિટીની સેવા બદલ શ્રી સંજય કુમારને બિરદાવ્યા હતા.
ભારતના અયોધ્યામાં સોમવાર 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ભારતવાસીઓની સાથોસાથ યુકેમાં પણ ભારતીય ડાયસ્પોરામાં હરખની હેલી અને રોમાંચ નજરે પડી રહ્યાં છે. ઈન્ડિયન ડાયસ્પોરા ઈન યુકે (IDUK) દ્વારા આ પ્રસંગે ભવ્ય ઉજવણીના આયોજનો જાહેર કરાયાં છે. સમગ્ર ભારતીય ડાયસ્પોરા સમુદાય અસાધારણ ઉત્સાહ સાથે આ ઐતિહાસિક દિનને સન્માનવા સજ્જ થઈ રહ્યો છે.
ધ ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્સિયસનેસ (ISKCON) ભગવાન રામના અયોધ્યામાં પરત આગમન અને ઉત્તર ભારતમાં રામ જન્મ ભૂમિ ટેમ્પલના સોમવાર 22 જાન્યુઆરી 2024ના રોજ ઉદ્ઘાટનની વૈશ્વિક ઉજવણીમાં સામેલ થશે. યુકેમાં અગ્રણી ISKCON ટેમ્પલ ભક્તિવેદાંતા મેનોરમાં 1981થી સીતા, રામ, લક્ષ્મણ અને હનુમાનજીની પૂજા કરાય છે ત્યારે આ વિશિષ્ટ દિવસે ભક્તોને મંદિરમાં દર્શન કરવાની તક મળશે.
ભારતમાં અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને ન્યૂ ઝીન્ડના ભારતીય ડાયસ્પોરાએ ભાવુકતા સાથે વધાવી લીધી હતી. ઈન્ડિયન માઈનોરિટીઝ ફાઉન્ડેશન (IMF) દ્વારા ભારતથી લવાયેલી ભગવાન રામ અને સીતા માતાની મૂર્તિઓનું શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડના એડન પાર્ક ખાતે મહાયજ્ઞમાં હજારો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા સમારોહ અગાઉ વેલિંગ્ટનના ભારતીય ટેમ્પલ ખાતે પૂજાવિધિઓ યોજાઈ હતી.
સમગ્ર વિશ્વમાં કોમ્યુનિટીઓની માનવતાવાદી જરૂરિયાતોને પહોંચી વળવાના પ્રયાસો બદલ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનને મેલ્વિન જોન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લંડન પ્લેટિનમ જ્યુબિલી લાયન્સ ક્લબના ત્રણ સભ્યો - રમેશભાઈ શાહ, ભૂપેનભાઈ વસા અને ડો. પ્રજ્ઞાબહેન માંડલીઆને 8 જાન્યુઆરીએ એવોર્ડ અપાયા હતા.
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા 10 જાન્યુઆરીએ ગુજરાતી અને ઈંગ્લિશમાં ડીમેન્શીઆ વેબિનારનું આયોજન કરાયું હતું. LCNLએજિંગ પોપ્યુલેશન ડીમેન્શીઆ ટીમ દ્વારા વેળાસરની જાગૃતિ અને ડીમેન્શીઆને કેવી રીતે અટકાવી શકાય તેના પર ભાર મૂકાયો હતો. વિવિધ ધર્મના લોકોએ વેબિનારમાં ભાગ લીધો હતો.
પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણા થકી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન પણ અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે યુકે અને યુરોપના 60 BAPS મંદિરો અને કેન્દ્રોની સાથે સામેલ થયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીની પવિત્ર જન્મભૂમિ ખાતે ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશ્વભરના બિલિયનથી વધુ હિન્દુઓ માટે ઉજવણીની ઐતિહાસિક પળ હતી.
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા શનિવાર તા. ૨૨ અોગસ્ટના રોજ બપોરે 'ગુજરાત સમાચાર' કાર્યાલય ખાતે બન્ને સાપ્તાહિકોના વાચક મિત્રો અને પત્ર લેખકોના સ્નેહમિલન અને પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિત રહેલા ૨૦ જેટલા વાચક મિત્રો અને પત્રલેખકોએ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'માં પિરસવામાં આવતી વાચન સામગ્રી, વિવિધ વિભાગો, કોલમો વગેરે અંગે સુખદ સંતોષ વ્યક્ત કરી મનનીય વિચારો અને મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વાચક મિત્રોએ એક 'રીડર્સ ફોરમ' શરૂ કરવાનું સૂચન કર્યું હતું જેથી વાચક મિત્રો અને પત્ર લેખકો તેમાં ભાગ લઇ પોતાના વિચારો રજૂ કરી શકે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
