સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    લેસ્ટર સાઈબાબા મંદિરનો નવા સ્થાને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ

    સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ રહ્યું છે. મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 અને 3 માર્ચ 2024ના રોજ સવારના 9.00 કલાકથી યોજાનાર છે જેમાં સર્વ ભક્તોને હાજરી આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે. લેસ્ટરમાં સાઈબાબા મંદિર હવે 18 MELTON STREET, LEICESTER, LE1 3NBના નવા સરનામે કાર્યરત થશે. લેસ્ટર સાઈબાબા મંદિરનો ટેલિફોન નંબર 0116 367 1833 છે.

    લેસ્ટર સાઈબાબા મંદિરનો નવા સ્

    સાઈબાબાના ભક્તજનો માટે આનંદના સમાચાર છે. શિરડી સાઈબાબા ટેમ્પલ એસોસિયેશન ઓફ લંડન હસ્તકના લેસ્ટરમાં કોલ્ટન સ્ટ્રીટ ખાતે આવેલું સાઈબાબા મંદિર નવા સ્થળે ખસેડાઈ રહ્યું છે. મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ 2 અને 3 માર્ચ 2024ના રોજ સવારના 9.00 કલાકથી યોજાનાર છે જેમાં સર્વ ભક્તોને હાજરી આપવા આમંત્રિત કરવામાં આવ્યા છે. 

    પ. પૂ. દીદી મા સાધ્વી ઋતંભરાજી આગામી તા. ૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ યુકેની મુલાકાતે આવી રહ્યા છે અને તેઅો તા. ૧૫ સુધી યુકેમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. જે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મુલાકાત પહેલાની મહત્વની બેઠક મનાય છે. આ પ્રસંગે તા. ૧૪-૯-૨૦૧૫ના રોજ હાઉસ અોફ કોમન્સ ખાતે મા ચેરીટી ટ્રસ્ટ દ્વારા સર્વધર્મીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીજી દીદીમા પૂ. સાધ્વી ઋતંભરાજીના વિવિધ કાર્યને ખૂબજ આદરપૂર્વક સહયોગ આપે છે અને તાજેતરમાં જ મોદીજીએ ગુજરાતના ડાકોર ખાતે આવેલા વાત્સ્લય ગ્રામ પ્રોજેક્ટનું શીલારોપણ કર્યું હતું.

    વિશ્વ ઉમિયાધામમાં ચતુર્થ પાટ

    જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ઉમિયાભક્તો ઊમટી પડયા હતા. 

    વર્લ્ડ હિન્દુ  ઇકોનોમિક ફોરમ લ...

    વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમ લંડન ૨૦૧૫ કોન્ફરન્સનું શાનદાર આયોજન તા. ૧૧થી ૧૩ સપ્ટેમબર ૨૦૧૫ દરમિયાન પાર્ક પ્લાઝા રિવરબેન્ક હોટેલ, વેસ્ટમિન્સ્ટર લંડન ખાતે કરવામાં આવ્યું છે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    લેસ્ટરના રુશી ફિલ્ડ્સ ખાતે ઉજવાયેલા હોલિકાદહન કાર્યક્રમને ભારે સફળતા

    મેલ્ટન રોડસ્થિત શ્રી હનુમાન મંદિર અને ભક્તો દ્વારા રુશી ફિલ્ડ્સ રીક્રીએશન ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમ વખત રવિવાર 24 માર્ચે આયોજિત હોલિકાદહન કાર્યક્રમને ભારે સફળતા પ્રાપ્ત થઈ હતી. લોકલ વોર્ડ કાઉન્સિલર્સ સહિત કોમ્યુનિટીના સેંકડો લોકો હોળીના પ્રાગટ્ય ઉત્સવમાં સામેલ થયા હતા. લાકડાં, છાણાં અને અન્ય કુદરતી સામગ્રીના ઉપયોગથી પરંપરાગત મોટી આગ પ્રગટાવવામાં આવી હતી. લોકોએ હોળીમાં ધાણી, શ્રીફળ અને ચણા પણ પધરાવી તેની પ્રદક્ષિણા કરી હતી. હિન્દુઓ માટે વિશિષ્ટ મહત્ત્વ ધરાવતો હોળીનો તહેવાર વસંત ઋતુનાં આગમન અને શિયાળાના અંતને વધાવવા સાથે રંગોત્સવ તરીકે પણ જાણીતો છે. લોકોએ બીજા ધૂળેટીપર્વના દિવસે એકબીજા પર અબીલ-ગુલાલ તેમજ અન્ય રંગો છાંટીને આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયની ઉજવણી પણ કરી હતી.

    રણના કણ કણમાં બ્રહ્મનાદ...

    વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ સપ્તાહે આપણે A Millennial Moment નામના એક એવા અભ્યાસુ ગ્રંથની, અમુક અંશે, સમાલોચના કરવાના છીએ, વિગતે ચર્ચા કરવાના છીએ જે કામ ખરેખર તો મુશ્કેલ છે. 175 પાનમાં - હજારો શબ્દોમાં, અનેકવિધ પ્રસંગો - દૃષ્ટાંતો - ઘટનાઓ - અભિપ્રાયો રજૂ થયા હોવાથી તેની સંતોષજનક તારવણી રજૂ કરવાનું કામ ઘણું જવાબદારીભર્યું છે, તો તેમાં ઘણી મર્યાદાઓ પણ રહેલી છે. શબ્દબ્રહ્મ - શબ્દનાદ - બ્રહ્મનાદ એ ઉદ્ગારથી, લખાણથી અને હાવભાવથી પ્રચંડ શક્તિ ધરાવે છે. કોઇ (અલૌકિક) પળે ઇશ્વરસમર્પિત મહાપુરુષ દ્વારા થયેલા ઉદ્ગાર - ક્રિયા - દિશાસુચન એ ક્યારેક એવી જ ગેમચેન્જર ઘટનાનું નિર્માણ કરે છે.

    બેરોનેસ શ્રીલા ફ્લેધરને સ્મૃતિવંદનઃ અનોખી શ્રદ્ધાંજલિ

     બેરોનેસ શ્રીલા ફ્લેધરના અંતિમ સંસ્કાર અને તેમના જીવનની અનોખી ઉજવણી 2024ની 22 માર્ચે ઈસ્ટ હેમ્પસ્ટીડ પાર્ક ક્રીમેટોરિયમ, બ્રેકનેલ ખાતે યોજવામાં આવ્યા હતા. બેરોનેસ ફ્લેધરને ‘રીમેમ્બરિંગ શ્રીલા ફ્લેધર’ દ્વારા અનોખી અને વિશિષ્ટ સ્મરણાંજલિ અર્પવામાં આવી હતી.